(Photo by STR / AFP) (Photo by STR/AFP via Getty Images)

કોરોનાવાયરસ લૉકડાઉન દરમિયાન ઘરેલું હિસાનો ભોગ બનેલા લોકોને બચાવવા માટે ગુરુવારે જાહેર કરાયેલી નવી યોજના અંતર્ગત ઘરેલું હિંસાનો ભોગ બનતા લોકો દુકાનના સ્ટાફ અથવા ફાર્માસિસ્ટ્સને કોડવર્ડ કહીને મદદ મેળવી શકશે.

આ યોજનાનો હેતુ ભોજન અને દવા માટેની ખરીદી કરવા જતી વખતે પીડિતોને બચાવવાનો છે. જે તેમના માટે ઘરની બહાર નીકળવાની થોડી તકોમાંની એક હોઈ શકે છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ઑનલાઇન મીટિંગનું આયોજન કર્યું હતું જેનો હેતુ ઘરેલુ હિંસા અને આધુનિક ગુલામીનો ભોગ બનેલા નબળા જૂથોને આ રોગચાળાના પ્રભાવને ધ્યાનમાં રાખીને બચાવવાનો હતો અને પછી કોડવર્ડ સ્કીમ માટેની યોજનાઓની ઘોષણા કરવામાં આવી હતી.

“હું આ ગંભીરતાથી જાગૃત છું કે કેટલાક લોકો માટે ઘર સલામત જગ્યા નથી, અને કોરોનાવાયરસ તેની સાથે વધારાના જોખમો લાવ્યો છે” એમ જ્હોન્સને એક નિવેદનમાં જણાવ્યું હતું. દુકાનો અને ફાર્મસીઓના કર્મચારીઓને કોડ વર્ડ ઓળખવા અને તેનો જવાબ આપવા માટે તાલીમ આપવામાં આવશે, એમ સરકારે જણાવ્યું હતું. આ યોજનાને કેવી રીતે અમલમાં મૂકવી તે અંગે નેશનલ ફાર્મસી એસોસિએશન (એનપીએ) અને બ્રિટીશ રિટેલ કન્સોર્ટિયમ સહિતની સખાવતી સંસ્થાઓ અને વ્યવસાયિક જૂથો સાથે ચર્ચામાં છે.

સત્તાવાર માહિતી અનુસાર, દર વર્ષે લગભગ 2 મિલિયન લોકો, મોટા ભાગે સ્ત્રીઓ, બ્રિટનમાં ઘરેલુ દુર્વ્યવહારના કેટલાક પ્રકારનો ભોગ બને છે. લંડનમાં ઘરેલુ હિંસાના અહેવાલોમાં ત્રીજા ભાગનો ઘટાડો થયો છે અને ચેરિટી રિફ્યુજીએ ગયા મહિને કહ્યું હતું કે તેની હેલ્પલાઈનમાં કૉલ કરવામાં 25 ટકાનો વધારો જોવા મળ્યો છે.

આ યોજના ક્યારે શરૂ થશે તે સ્પષ્ટ નથી. કેટલી દુકાનો ભાગ લેશે અથવા કયા ટેકો આપવામાં આવશે તે અંગે સરકારે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.