વિશ્વભર અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 56,85 લાખ કેસ નોંધાયા છે. જેમાં 3.52 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 24.31 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. સ્વાસ્થ્ય એજન્સી સેન્ટર ફોર ડિસિસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)એ કહ્યું કે અમેરિકામાં 62 હજાર 344 સ્વાસ્થ્ય કર્મચારીઓ સંક્રમિત થયા છે અને 291 કર્મચારીના મોત થયા છે.

અમેરિકામાં મૃત્યુઆંક એક લાખને પાર
અમેરિકામાં અત્યાર સુધીમાં 17.25 લાખથી વધારે કેસ નોંધાયા છે. જેમાં એક લાખ 572 લોકોએ જીવ ગુમાવ્યા છે. 4.80 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકામાં 24 કલાકમાં 700ના મોત થયા છે અને 19 હજારથી વધારે નવા કેસ નોંધાયા છે.

જાપાનમાં સંક્રમણના બીજા તબક્કાનું જોખમ
જાપાનમાં સંક્રમણના બીજા તબક્કાની આશંકા સેવાઈ રહી છે. જાપાનમાં 16 હજાર 623 કેસ નોંધાયા છે અને 846 લોકોના મોત થયા છે.

જર્મનીમાં 101 સ્વાસ્થ્ય કર્મચારીઓના જીવ ગયા
જર્મનીમાં સોશિયલ ડિસ્ટેંસિંગને 29 જૂન સુધી લંબાવાયું છે. રશિયામાં 101 સ્વાસ્થ્ય કર્મચારીઓના જીવ ગયા ગયા છે. અમેરિકા અને બ્રાઝીલ પછી રશિયા સૌથી પ્રભાવિત દેશ છે. અહીં કુલ 3.62 લાખ પોઝિટિવ કેસ નોંધાયા છે અને 3,807 લોકોના જીવ ગયા છે.

બ્રાઝીલમાં 24 હજાર 593 લોકોના મોત
બ્રાઝીલની સ્થિતિ ખરાબ થઈ રહી છે. અહીં 3.95 લાખ કેસ નોંધાય ચૂક્યા છે અને 24 હજાર 593 લોકોએ જીવ ગુમાવ્યા છે.

ફ્રાન્સમાં 28 હજાર 530ના મોત
યુરોપના દેશ ફ્રાન્સમાં અત્યાર સુધીમાં 28 હજાર 530 લોકોના મોત થયા છે.અહીં દૈનિક મૃત્યુદરમાં ઘટાડો થઈ રહ્યો છે. અહીં 1 લાખ 82 હજાર 722 કેસ નોંધાયા છે.

ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવતા પેન્સની પ્રેસ સચિવ કામ ઉપર પરત ફરી
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સે જણાવ્યું હતું કે તેમની પ્રેસ સચિવે જણાવ્યું હતું કે તેમની પ્રેસ સચિવ કેટી મિલર કામ પર પરત ફરી છે. તે બે સપ્તાહથી વધારે સમય ક્વોરન્ટિન હતી. વ્હાઈટ હાઉસે 8 મેના રોજ તે કોરોના પોઝિટિવ હોવાની વાત કહી હતી. મિલરે ટ્વિટ કરી કહ્યું હતું કે મારા ત્રણ ટેસ્ટ નેગેટિવ આવ્યા છે.

બ્રિટનમાં 37 હજારથી વધારે લોકોના મોત
બ્રિટનમાં 24 કલાકમાં 134 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં મૃત્યુઆંક 37 હજાર 48 થયો છે. અહીં 2.65 લાખ પોઝિટિવ કેસ નોંધાયા છે.