Vol. 3 No. 347 About   |   Contact   |   Advertise August 4, 2023


 
 
યુકેમાં મકાનોની કિંમતોમાં સૌથી તીવ્ર ઘટાડો

જુલાઈ માસમાં યુકેમાં મકાનોની કિંમતમાં છેલ્લા 14 વર્ષમાં સૌથી ઝડપી દરે એટલે કે 3.8%નો ઘટાડો નોંધાયો છે. યુકેમાં ઘરની સરેરાશ કિંમત £260,828 છે, જે ગયા વર્ષના ઑગસ્ટમાં ટોચ પરના ભાવ કરતા લગભગ £13,000 નીચે છે. પ્રથમ વખત ઘર ખરીદનારાઓ ઘરની કિંમતોમાં ઘટાડો આવકારી રહ્યા છે પરંતુ મોરગેજના વ્યાજ દરો ઊંચા રહેવાના કારણે ઘરો સસ્તા થવા છતાય લોકો માટે ઘર ખરીદવું એક મુશ્કેલ પડકાર બની રહેશે એ ચોક્કસ છે. બીજી તરફ બેંક ઓફ ઇંગ્લેન્ડ ગુરૂવારે ફરીથી વ્યાજ દરો 5 ટકાથી વધારીને 5.25 ટકા કરે તેવી અપેક્ષા છે. ડિસેમ્બર 2021 પછી આ વ્યાજ દરનો 14મો વધારો હશે.

Read More...
ખાલિસ્તાનના નામે ભારતીયોને બ્રિટનમાં અસાયલમ અપાવવાનું કૌભાંડ

બ્રિટનના કેટલાક લેભાગુ વકીલો ભારતના ગેરકાયદેસર ઇમિગ્રન્ટોને ખાલિસ્તાનના નામે અસાયલમની અરજી કરવા શીખવી રહયાં છે. તાજેતરમાં બ્રિટનના વર્તમાનપત્ર ડેઇલી મેઇલના એક ઇન્વેસ્ટિગેશન રીપોર્ટમાં આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

Read More...
ઋષિ સુનક 4 વર્ષમાં પ્રથમ વખત ફેમિલી હોલિડે પર જશે

વડા પ્રધાન ઋષિ સુનક લગભગ ચાર વર્ષમાં પ્રથમ વખત ગુરુવારે તા. 3ના રોજ પત્ની અક્ષતા મૂર્તિ અને તેમની બે પુત્રીઓ કૃષ્ણા અને અનુષ્કા સાથે એક અઠવાડિયાની ફેમિલી હોલિડે પર જઇ રહ્યા છે.

Read More...
ભારતીયોને કોલ કરી છેતરપિંડી કરતા લોકો સામે સાવચેતી રાખવા ભારતીય હાઇ કમિશનની અપીલ

યુકેમાં વસતા ભારતીય ડાયસ્પોરાના સભ્યો અને ભારતીય વિદ્યાર્થીઓને બનાવટી કોલ્સ કરી ધાકધમકી આપીને નાણાંની માંગણી કરવામાં આવતી હોવાના અહેવાલો બાદ લંડન સ્થિત ભારતીય હાઈ કમિશને એક ચેતવણી આપી લોકોને આવા ગઠીયાઓ સામે સાવચેત રહેવા અપીલ કરી છે.

Read More...
બાસમતી સિવાયના ચોખામાં ભારતની નિકાસબંધીથી વિશ્વભરમાં ખળભળાટ

વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા નિકાસકાર ભારતે તહેવારોની મોસમ પહેલા સ્થાનિક પુરવઠામાં વધારો કરવા 20 જુલાઇએ બાસમતી સિવાયના તમામ પ્રકારના ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકતા અમેરિકા, યુકે, યુરોપ અને પશ્ચિમ એશિયામાં ચોખાની અછત સર્જાવાની

Read More...
દિવાળીને ફેડરલ હોલિડે જાહેર કરવા અંગે અમેરિકાની કોંગ્રેસમાં બિલ રજૂ

અમેરિકાની કોંગ્રેસની સભ્ય ગ્રેસ મેંગે તાજેતરમાં હિન્દુઓના પવિત્ર તહેવાર દિવાળીના દિવસે ક્રિસમસની જેમ જ ફેડરલ હોલિડે જાહેર કરવાની જોગવાઇ કરતું એક બિલ કોંગ્રેસ સમક્ષ રજૂ કર્યું છે.

Read More...
પાકિસ્તાનમાં રાજકીય રેલીમાં આત્મઘાતી વિસ્ફોટમાં 54નાં મોત

ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં અગ્રણી ઇસ્લામિક પાર્ટીના રાજકીય મેળાવડામાં રવિવાર, 30 જુલાઇએ થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 44 લોકોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.

Read More...
મોદી સરકાર સામે વિપક્ષની લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત

મણિપુરના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બોલવાની ફરજ પાડવા માટે વિપક્ષે કેન્દ્ર સરકાર વિરુદ્ધ બુધવારે લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. જોકે લોકસભાના સ્પીકરે આ દરખાસ્ત પર ચર્ચા અને મતદાનની તારીખ જાહેર કરી ન હતી.

Read More...
ગુજરાતમાં સિઝનનો 78 ટકા વરસાદ, કચ્છમાં સૌથી વધુ 136 ટકા

ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા મન મુકીને વરસતા 30 જુલાઇ સુધીમાં રાજ્યમાં સરેરાશ 78 ટકા વરસાદ નોંધાયો હતો. રાજ્યસભરમાં સરેરાશ 27 ઇંચ વરસાદ વરસી ચુક્યો હતો.

Read More...
મોદીએ રાજકોટમાં નવા ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કર્યું

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવાર, 27 જુલાઇએ રાજકોટમાં રૂ. 1,405 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું.

Read More...

  Sports
ભારત – વેસ્ટ ઈન્ડિઝ વન-ડે સીરીઝમાં બન્ને ટીમોનો એક-એક વિજય

વેસ્ટ ઈન્ડિઝે બીજી વન-ડેમાં ભારતને છ વિકેટે હરાવી ત્રણ મેચની સીરીઝમાં બરાબરી હાંસલ કરી લીધી હતી. શનિવારે બાર્બાડોઝના બ્રિજટાઉન ખાતે રમાયેલી બીજી વન-ડેમાં ભારતે સારી શરૂઆત પછી ધબડકો

Read More...
અમેરિકાની મેજર લીગ ક્રિકેટમાં મુંબઈ ઈન્ડિયન્સ ન્યૂ યોર્ક ચેમ્પિયન

અમેરિકામાં જુલાઈમાં રમાઈ ગયેલી મેજર લીગ ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં રવિવારે સીએટલ ઓર્કાસને સાત વિકેટે હરાવી મુંબઈ ઈન્ડિયન્સ ન્યૂ યોર્ક ચેમ્પિયન બની હતી. ટેક્સાસના ડલ્લાસમાં રમાયેલી ફાઈનલમાં સીએટલ ઓર્કાસે 9 વિકેટે 182 રન કર્યા હતા.

Read More...
જાપાન ઓપન બેડમિન્ટનમાં લક્ષ્ય સેનનો સેમિફાઈનલમાં જ પરાજય

ભારતના ઉભરતા બેડમિન્ટન સ્ટાર લક્ષ્ય સેનનો ગયા સપ્તાહે જાપાનમાં રમાઈ ગયેલી જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં સંઘર્ષપૂર્ણ મુકાબલા પછી સેમિ ફાઈનલમાં જ પરાજય થયો હતો.

Read More...
ભારતીય મહિલા હોકી ટીમ સ્પેનમાં ત્રણ દેશોની ટુર્નામેન્ટમાં ચેમ્પિયન

સ્પેનમાં ગયા સપ્તાહે રમાઈ ગયેલી ત્રણ દેશોની હોકી ટુર્નામેન્ટમાં ભારતની મહિલા હોકી ટીમ શાનદાર કમબેક સાથે ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની હતી. છેલ્લી અને નિર્ણાયક લીગ મેચમાં સ્પેનની સામે 3-0થી વિજય સાથે ટાઈટલ પ્રાપ્ત કર્યું હતું.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
અમેરિકા, યુરોપમા વ્યાજદરો 23 વર્ષની સર્વોચ્ચ સપાટીએ

યુરોપિયન સેન્ટ્રલ બેંક (ECB)એ 27 જુલાઈના રોજ વ્યાજ દરોમાં 0.25 ટકાનો વધારો કરતાં યુરોપમાં વ્યાજદરો 23 વર્ષમાં તેમના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યાં હતા. બીજી તરફ અમેરિકાની ફેડરલ રિઝર્વે પણ બુધવારે વ્યાજદરમાં 0.25 ટકાનો વધારો કરતાં વ્યાજદરો 2001 પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા હતા. ECBએ સતત નવમી વખત વ્યાજદરમાં વધારો કરતાં હવે વ્યાજદરો 3.75 ટકા થઈ ગયા હતા. જે 2001 પછીનું તેનું સર્વોચ્ચ સ્તર છે. અમેરિકામાં ફેડરલ રિઝર્વે બુધવારે તેના બેન્ચમાર્ક લેન્ડિંગ રેટમાં 0.25 ટકાનો વધારો કર્યો હતો. આની સાથે અમેરિકામાં વ્યાજદર 2001 પછીની સૌથી સ્તરે પહોંચ્યા હતા.

Read More...
ભારતમાં 94 વર્ષ જૂની પારલે બ્રાન્ડની લોકપ્રિયતા હજુ અકબંધ

1990ના દાયકામાં આર્થિક ઉદારીકરણ પછી અનેક વિદેશી FMCG કંપનીઓનો ભારતમાં આવી છે, પરંતુ 94 વર્ષ જૂની પારલે બ્રાન્ડની લોકપ્રિયતા હજુ પણ અકબંધ છે, એમ તાજેતરના એક સરવેમાં બહાર આવ્યું છે. આ બ્રાન્ડ વિદેશી બ્રાન્ડ્સને પણ હંફાવી રહી છે. ભારતમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતી કન્ઝ્યુમર બ્રાન્ડ્સના રેન્કિંગમાં પાર્લે પ્રોડક્ટ્સેને ટોચનું સ્થાન મળ્યું છે. પારલે પ્રોડક્ટ્સની સ્થાપના 1929માં થઈ હતી. પારલે-જી બિસ્કિટથી જાણીતી બ્રાન્ડ સળંગ 11 વર્ષથી ટોચનું સ્થાન જાળવી રહી છે. ત્યાર પછીના ક્રમે બ્રિટાનિયા, અમૂલ, ક્લિનિક પ્લસ અને ટાટા કન્ઝ્યુમર પ્રોડ્ક્ટસ આવે છે.

Read More...
ભારતની કંપનીઓ હવે ગિફ્ટ સિટીમાં લિસ્ટિંગ કરાવી શકશે

ભારત સરકારે ગુજરાતમાં નવા ફાઇનાન્શિયલ હબમાં કંપનીઓના શેરના લિસ્ટિંગને મંજૂરી આપી છે. તેનાથી ભારતીય કંપનીઓ સસ્તુ વિદેશી ફંડ સરળતાથી એકત્ર કરી શકશે, એમ કેન્દ્રીય કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું. અત્યાર સુધી ભારતની કંપનીઓ માત્ર ડિપોઝિટરી રિસિટ્સ મારફત વિદેશી શેરબજારોમાં લિસ્ટિંગ કરાવી શકતી હતી. લિસ્ટેડ અને અનલિસ્ટેડ કંપનીઓ ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સિટી (GIFT)માં સ્થિત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર (IFSC)માં તેમના શેરનું લિસ્ટિંગ કરાવી શકશે.

Read More...
ITC હોટેલ બિઝનેસ ડિમર્જ કરી અલગ કંપની બનાવશે

ભારતની જાણીતી આઈટીસી લિમિટેડ કંપનીએ તાજેતરમાં જણાવ્યું હતું કે, તે તેનો હોટેલ બિઝનેસ અલગ કરશે અને આઈટીસી હોટેલ્સ લિમિટેડ નામની સંપૂર્ણ સબસિડિયરી કંપની બનાવશે. તેના કારણે કંપની યોગ્ય રોકાણકારોને અને સ્ટ્રેટજિક પાર્ટનર્સને આકર્ષી શકશે. કંપનીએ જણાવ્યું હતું કે, હોટેલ બિઝનેસ હવે વૃદ્ધિ પામી રહ્યો છે. આઈટીસીએ રેગ્યૂલેટરી ફાઈલિંગમાં કહ્યું હતું કે ‘કંપનીના બોર્ડની 24 જુલાઈએ મીટિંગ મળી હતી જેમાં હોટેલ બિઝનેસ માટેના વિવિધ વૈકલ્પિક સ્ટ્રક્ચર્સ વિશે સમીક્ષા કરીને હોટેલ બિઝનેસને અલગ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.

Read More...
  Entertainment

જેકી શ્રોફ અને સુભાષ ઘાઇ ફરીથી સાથે

બોલીવૂડના શોમેન-ફિલ્મકાર સુભાષ ઘાઇ ઓકટોબરમાં પોતાની નવી ફિલ્મ સલાખેનું શૂટિંગ શરૂ કરવાના છે. જેમાં જેકી શ્રોફ મહત્વના રોલમાં કામ કરતો જોવા મળશે. આ ફિલ્મની જાહેરાત થતાં જ લોકો માનવા લાગ્યા હતા કે, આ ફિલ્મ ખલનાયકની સિકવલ બની રહી છે. જેમાં જેકીએ રામકુમાર નામના એક ઇમાનદાર પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી હતી. જોકે, જેકીએ આ ફિલ્મ ખલનાયકની સીકવલ છે કે નહીં તે વિશે જણાવ્યું હતું કે, મને નથી લાગતું કે આટલા લાંબા સમય પછી ખલનાયકની સીકવલ ફિલ્મ બનવી શક્ય છે.

Read More...

શાંતિપ્રિયાનો અક્ષયકુમાર પર મદદ નહીં કરવાનો આરોપ

હિન્દી ફિલ્મોમાં એવા ઘણા નામ છે જે ક્યારે આવ્યા અને ક્યારે ગાયબ થઇ ગયા તેની કોઈને ખબર પણ નથી રહી. આવા જુદા જુદા નામોમાં શાંતિપ્રિયાનું નામ લેવામાં આવે છે. અક્ષયકુમારની પ્રથમ ફિલ્મ ‘સોગંદ’ માં શાંતિપ્રિયા મુખ્ય ભૂમિકામાં હતી. હવે શાંતિપ્રયાએ અક્ષયકુમાર પર ગંભીર આરોપો લાગાવ્યા છે જેને કારણે બોલીવૂડમાં ચર્ચા જાગી છે, કારણ કે, શાંતિપ્રિયાએ જ્યારે બોલીવૂડમાં ફરીથી કામ કરવાની ઈચ્છા દર્શાવી હતી ત્યારે અક્ષયકુમારે તેને વચન આપ્યું હતું કે તે મદદ કરશે, પરંતુ અક્ષયે આ વચન પાળ્યું નહીં અને શાંતિપ્રયાને કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો પણ નહિ !

Read More...

હવે પરવીન બાબીની બાયોપિક બનશે

ગત મહિને કાન ફેસ્ટિવલ દરમિયાન રૂ. 276 કરોડનો નેકલેસ પહેરીને છવાઈ ગયેલી ઉર્વશી રાઉતેલાએ થોડા સમય પહેલા મુંબઈ ખાતે રૂ.190 કરોડનો બંગલો ખરીદ્યો હતો. જીવનમાં સફળતાના શિખરો સર કરી રહેલી ઉર્વશીને બોલિવૂડમાંથી પણ સારા સમાચાર મળ્યા હતા. એક સમયની આકર્ષક અભિનેત્રી પરવીન બાબીની બાયોપિક બનવાની છે, જેમાં મુખ્ય ભૂમિકા માટે ઉર્વશીની પસંદગી કરવામાં આવી છે. ઉર્વશીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતે ગર્વ અનુભવતી હોવાનું જણાવ્યું છે. તેણે સોશિયલ મીડિયામાં પરવીન બાબીનો અને પોતાનો ફોટોગ્રાફ પોસ્ટ કર્યો છે. બોલિવૂડમાં પાછલા કેટલાક સમયથી બાયોપિકનો પવન ચાલી રહ્યો છે. અત્યાર સુધી ઘણાં સ્ટાર્સ બાયોપિકમાં કામ કરી ચૂક્યા છે.

Read More...

રીટા રીપોર્ટર અને રોશનભાભી નવા શોમાં સાથે દેખાશે

ઘરે ઘરે લોકપ્રિય બનેલા તારક મહેતા કા ઉલટા ચશ્મા શો ઘણી બાબતોમાં ચર્ચામાં રહે છે. અગાઉ શોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ શો ના નિર્માતા પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. જેનિફર પછી શો માં રીટા રિપોર્ટરનું કામ કરી ચૂકેલી અભિનેત્રી પ્રિયા આહુજાએ પણ શો ના મેકર્સ પર ઘણા આરોપ લગાવ્યા હતા. હવે એવું લાગી રહ્યું છે કે પ્રિયા આહુજા અને જેનિફર મિસ્ત્રી કોઈ નવા શો માટે એક સાથે આવી ગયા છે. પ્રિયાએ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં બંને એક્ટ્રેસને લાવણી કરતી જોઈ શકાય છે. બંનેના ડાન્સિંગને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. પ્રિયા અને પોતાનો મેકઅપ જેનિફરે જાતે જ કર્યો છે. બંને એક્ટ્રેસ મરાઠી લૂકમાં ખૂબ સ્ટાઈલિશ લાગી રહી છે. બંને એક્ટ્રેસને સાથે ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store