પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

સ્પેનમાં ગયા સપ્તાહે રમાઈ ગયેલી ત્રણ દેશોની હોકી ટુર્નામેન્ટમાં ભારતની મહિલા હોકી ટીમ શાનદાર કમબેક સાથે ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની હતી. છેલ્લી અને નિર્ણાયક લીગ મેચમાં સ્પેનની સામે 3-0થી વિજય સાથે ટાઈટલ પ્રાપ્ત કર્યું હતું. એ પહેલા, ભારતે ઈંગ્લેન્ડને પણ 3-0થી હરાવ્યું હતું. ટુર્નામેન્ટમાં ભારતની મહિલા ટીમની શરુઆત ધીમી રહી હતી અને પહેલી બે મેચ ડ્રો રહી હતી.

સ્પેનના હોકી ફેડરેશનના 100 વર્ષ પુરા થયાના પ્રસંગે આ ઈન્વિટેશનલ હોકી ટુર્નામેન્ટ યોજાઈ હતી. છેલ્લી મેચમાં ભારત તરફથી વંદના કટારિયા, ઉદીતા અને મોનિકાએ ગોલ કર્યા હતા. સ્પેનની ટીમ એક પણ ગોલ કરી શકી નહોતી. અગાઉ રમાયેલી મેચમાં ભારત અને સ્પેન 2-2થી બરોબરી પર રહ્યા હતા. ભારતની પુરુષ ટીમ ત્રીજા ક્રમેઃ સ્પેનમાં જ ભારતીય પુરુષ હોકી ટીમ ટુર્નામેન્ટમાં ત્રીજા ક્રમે રહી હતી. છેલ્લી લીગ મેચમાં 2-1થી નેધરલેન્ડને હરાવી ભારત ત્રીજા ક્રમે રહ્યું હતુ.

LEAVE A REPLY

four × 4 =