1990ના દાયકામાં આર્થિક ઉદારીકરણ પછી અનેક વિદેશી FMCG કંપનીઓનો ભારતમાં આવી છે, પરંતુ 94 વર્ષ જૂની પારલે બ્રાન્ડની લોકપ્રિયતા હજુ પણ અકબંધ છે, એમ તાજેતરના એક સરવેમાં બહાર આવ્યું છે. આ બ્રાન્ડ વિદેશી બ્રાન્ડ્સને પણ હંફાવી રહી છે. ભારતમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતી કન્ઝ્યુમર બ્રાન્ડ્સના રેન્કિંગમાં પાર્લે પ્રોડક્ટ્સેને ટોચનું સ્થાન મળ્યું છે. પારલે પ્રોડક્ટ્સની સ્થાપના 1929માં થઈ હતી. પારલે-જી બિસ્કિટથી જાણીતી બ્રાન્ડ સળંગ 11 વર્ષથી ટોચનું સ્થાન જાળવી રહી છે. ત્યાર પછીના ક્રમે બ્રિટાનિયા, અમૂલ, ક્લિનિક પ્લસ અને ટાટા કન્ઝ્યુમર પ્રોડ્ક્ટસ આવે છે.
ભારતમાં ટોચની 10 બ્રાન્ડ્સમાંથી સાત બ્રાન્ડ મૂળ ભારતીય છે જ્યારે માત્ર ત્રણ વિદેશી બ્રાન્ડ છે. આ રેન્કિંગમાં ગ્રાહક સુધીના વ્યાપને ખાસ ધ્યાનમાં લેવામાં આવી હતી. પારલે 7449 મિલિયન કન્ઝ્યુમર રિચ પોઈન્ટ (CRP) ધરાવે છે. નાણાકીય વર્ષ 2022માં પારલેએ વાર્ષિક રેવન્યુ તરીકે બે બિલિયન ડોલરથી વધારે કમાણી કરી હતી અને આ સફળતા મેળવનારી પ્રથમ ભારતીય પેકેજ્ડ ફૂડ કંપની બની હતી.

આ ઉપરાંત ઈન-હોમ એફએમસીજી બ્રાન્ડ્સમાં નંદિની, કોલગેટ, સર્ફ એક્સેલ, એવિન અને સનફિસ્ટનો સમાવેશ થાય છે. 2022માં એક અબજથી વધારે સીઆરપી ધરાવતી બ્રાન્ડ્સમાં બાલાજી, લક્સ, સનસિલ્ક, નિરમાનો સમાવેશ થાય છે.

OOH બ્રાન્ડ રેન્કિંગમાં બ્રિટાનિયા એક એફએમસીજી બ્રાન્ડ તરીકે ટોપ પર છે. બ્રિટાનિયાએ 498 સીઆરપી મેળવ્યા છે. ત્યાર પછી હલ્દીરામ, બાલાજી અને પારલેનો વારો આવે છે. ભારતમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતા પાંચ OOH પીણામાં ફ્રૂટી, થમ્સ અપ, અમૂલ, માઝા અને સ્પ્રાઈટ આવે છે.

2011માં નિલ્સનના સરવે પ્રમાણે સમગ્ર વિશ્વમાં તે સૌથી વધુ વેચાણ ધરાવતા બિસ્કિટ છે. પારલે પ્રોડક્ટની સ્થાપના 1929માં થઈ હતી અને એક દાયકા પછી એટલે કે 1939માં પારલે બિસ્કિટનું ઉત્પાદન શરૂ થયું હતું. 1947માં ભારત આઝાદ થયું ત્યારે કંપનીએ ગ્લુકો બ્રાન્ડના બિસ્કિટની એડવર્ટાઈઝમેન્ટ શરૂ કરી હતી. 1980ના દાયકા સુધી પારલે-જી બિસ્કિટને પારલે ગ્લુકો બિસ્કિટ તરીકે ઓળખવામાં આવતા હતા. ત્યાર પછી Gને ગ્લુકોઝ તરીકે ઓળખવાનું શરૂ કરવામાં આવ્યું. 2013માં પારલે 5000 કરોડનું વેચાણ પાર કરી જનારી ભારતની પ્રથમ એફએમસીજી બ્રાન્ડ બની હતી.

LEAVE A REPLY

18 + 3 =