પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા નિકાસકાર ભારતે તહેવારોની મોસમ પહેલા સ્થાનિક પુરવઠામાં વધારો કરવા 20 જુલાઇએ બાસમતી સિવાયના તમામ પ્રકારના ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકતા અમેરિકાયુકેયુરોપ અને પશ્ચિમ એશિયામાં ચોખાની અછત સર્જાવાની શક્યતા ઊભી થઈ છે. ચોખાના વૈશ્વિક શિપમેન્ટમાં ભારતનો હિસ્સો 40 ટકાથી વધુ છેતેથી ચોખાની આયાત પર  નિર્ભર દેશોમાં ફુડ સિક્યોરિટી સામે જોખમ ઊભું થયું છે. આવી સ્થિતિમાં આઇએમએફએ પણ ભારતને તેના નિર્ણયની સમીક્ષા કરવાનો અનુરોધ કર્યો હતો.  

ભારતના નિર્ણયથી વિયેતનામથી આવતા ચોખા પણ અમેરિકામાં મોંઘા થયાં હતા. સિંગાપોરે ચોખાની નિકાસ પરના પ્રતિબંધથી મુક્તિ આપવા માટે ભારત સરકારને અનુરોધ કર્યો હતો. સિંગાપોર તેની કુલ જરૂરિયાતમાંથી આશરે 40 ટકા ચોખાની ખરીદી ભારતમાંથી કરે છે. સિંગાપોર ફૂડ એજન્સી (SFA)એ શુક્રવારે જણાવ્યું હતું તે નિકાસ પ્રતિબંધમાં મુક્તિ માટે ભારતીય સત્તાવાળાના સંપર્કમાં છે.  

ભારતે નિકાસ પ્રતિબંધની જાહેરાત કર્યા પછી અમેરિકાયુરોપ અને એશિયાના કેટલાંક દેશોમાં ચોખાની ગભરાટભરી ખરીદી થઈ હતી અને લોકોએ લાંબી કતારો લગાવી હતી. તેનાથી દુકાનદારોએ પણ સ્ટોક મર્યાદા લાદી હતી અને ભાવ ત્રણ ગણા થઈ ગયા હતા. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) જણાવ્યું હતું કે તે ચોખાની નિકાસ પરના નિયંત્રણો દૂર કરવા માટે ભારતને પ્રોત્સાહિત કરશે. ભારતના નિયંત્રણોથી વૈશ્વિક ફુગાવાને અસર થશે. ભારત સરકારે 20 જુલાઈના રોજ સ્થાનિક પુરવઠો વધારવા અને આગામી તહેવારોની મોસમ દરમિયાન છૂટક કિંમતોને નિયંત્રણમાં રાખવા માટે બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.  

ભારતની ચોખાની કુલ નિકાસમાંથી બિનબાસમતી ચોખાનો હિસ્સો આશરે 25 ટકા છે. IMFના ચીફ ઇકોનોમિસ્ટ પિયર-ઓલિવિયર ગૌરીનચાસે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે હાલના વાતાવરણમાંઆ પ્રકારના નિયંત્રણો બાકીના વિશ્વમાં ખાદ્યપદાર્થોના ભાવમાં અસ્થિરતામાં વધારો કરે તેવી શક્યતા છે. બીજી દેશો પર વળતા પગલાં લઈ શકે છે. તેથીતે અમે આ પ્રકારના નિકાસ પ્રતિબંધોને દૂર કરવા માટે પ્રોત્સાહિત કરીશું કારણ કે તે વૈશ્વિક સ્તરે નુકસાનકારક હોઈ શકે છે.  

ભારતમાંથી નોન-બાસમતી સફેદ ચોખાની કુલ નિકાસ 2022-23માં USD 4.2 મિલિયન હતી જે અગાઉના વર્ષમાં USD 2.62 મિલિયન હતી. ભારતના બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસના મુખ્ય સ્થળોમાં યુએસથાઇલેન્ડઇટાલીસ્પેન અને શ્રીલંકાનો સમાવેશ થાય છે.   

બાસમતી સિવાયની ચોખાની જાતોની નિકાસ પર પ્રતિબંધ મૂકવાના ભારતના નિર્ણયથી નોર્થ અમેરિકાયુરોપ અને પશ્ચિમ એશિયામાં ચોખાની અછત ઊભી થવાની ચિંતાએ એનઆરઆઇએ ગભરાટભરી ખરીદી કરી હતી. તેનાથી ભારતીય કરિયાણાની દુકાનોની બહાર લાંબી કતારો લાગી હતી.  આગામી મહિનાઓમાં અછતના ડરથી NRIs ચોખાની ડઝનેક થેલીઓ ઘરે લઈ જતા જોવા મળ્યા હતા. કેટલાક સ્થળોએ9 કિલો ચોખાની થેલી 27 ડોલરમાં વેચાઈ હતી.   

ટેક્સાસમિશિગન અને ન્યુ જર્સીમાં ભારતીય સ્ટોર્સ પર સર્પાકાર કતાર જોવા મળી હતી. આ શહેરમાં તેલુગુ સમયુદાયના લોકો મોટાપ્રમાણમાં રહે છે. માત્ર ચોખાની ખરીદી માટે ભારે ઘસારાને કારણે ભારતીય સ્ટોર્સે વેચાણ પર નિયંત્રણો મૂક્યાં હતાં. કેટલાંક સ્ટોર્સમાં સૂચના હતી કે ગ્રાહક દીઠ માત્ર  ચોખાની એક થેલી વેચવામાં આવશે.  

અલાબામા અને ઇલિનોઇસમાં સ્થિતિ થોડી સારી હતી. ટેક્સાસના ડેન્ટન શહેરની સ્નિગ્ધા ગુડાવલ્લીએ જણાવ્યું હતું કે તેમને માત્ર સ્ટોરમાં પ્રવેશ કરવા માટે જ 30 મિનિટથી વધુ કતારમાં રાહ જોવી પડી હતી. અમે દાખલ થયા ત્યાં સુધીમાં સોના મહસૂરી ચોખાનો સ્ટોક ખાલી થઈ ગયો હતો અને અમે પોન્ની બોઇલ્ડ વેરાઇટી ખરીદી હતી.   

ડેટ્રોઇટના કૃષ્ણ મોહન એસને પણ આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. તેમણે કહ્યું કે ગભરાટના બે મુખ્ય કારણો છે. પ્રથમ એ કે સોના મહસૂરી જેવા ઉત્તમ જાતના ચોખાની અછત ઊભી થવાની શક્યતા છે. બીજુ કારણ એ કે ભાવમાં તીવ્ર વધારો થઈ શકે છે. કોરોના મહામારી દરમિયાન ભાવ આસમાને જતા જોયા હતા. તેનાથી લોકો અગાઉથી ચોખાને ખરીદી કરવા ધસારો કરી રહ્યાં છે.  

આયર્લેન્ડના ડબલિનમાં રેસ્ટોરન્ટ ચલાવતા જયંત રેડ્ડી મેટ્ટુએ જણાવ્યું કે યુકેમાં કે આયર્લેન્ડમાં કોઈ ધસારો નથી. જોકે તેલુગુ લોકોને આગામી કેટલાક મહિનામાં ભાવમાં સંભવિત વધારાથી ચિંતિત છે.  

દુબઈના એસ રામકૃષ્ણ પ્રસાદે પણ અવલોકન કર્યું કે સોના મહસૂરીના પુરવઠાની હજુ સુધી કોઈ અછત નથી. જો કેહવે મોટી ચિંતા એ છે કે ચોખાના ભાવમાં વધુ ઉછાળો આવી શકે છે જે કોવિડ-19 પછી પહેલેથી જ ઊંચા સ્તરે છે.  

LEAVE A REPLY

14 + 19 =