(ANI Photo/ ANI Pic Service)

ભારત સરકારે ગુજરાતમાં નવા ફાઇનાન્શિયલ હબમાં કંપનીઓના શેરના લિસ્ટિંગને મંજૂરી આપી છે. તેનાથી ભારતીય કંપનીઓ સસ્તુ વિદેશી ફંડ સરળતાથી એકત્ર કરી શકશે, એમ કેન્દ્રીય કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું. અત્યાર સુધી ભારતની કંપનીઓ માત્ર ડિપોઝિટરી રિસિટ્સ મારફત વિદેશી શેરબજારોમાં લિસ્ટિંગ કરાવી શકતી હતી.

લિસ્ટેડ અને અનલિસ્ટેડ કંપનીઓ ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સિટી (GIFT)માં સ્થિત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર (IFSC)માં તેમના શેરનું લિસ્ટિંગ કરાવી શકશે. ગિફ્ટી સિટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે અને તેઓ ગિફ્ટ સિટીને વિશ્વનું ફાઇનાન્શિયલ સેન્ટર બનાવા માગે છે.સીતારામને જણાવ્યું હતું કે “મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે સરકારે IFSC એક્સચેન્જો પર લિસ્ટેડ અને અનલિસ્ટેડ કંપનીઓના સીધા લિસ્ટિંગની મંજૂરી આપી છે.

GIFT-IFSCનો  હેતુ સિંગાપોર જેવા ફાઇનાન્શિયલ હબ સાથે સ્પર્ધા કરવાનો છે. IFSCમાં બે સ્ટોક એક્સચેન્જ છે, તેમાં કોમોડિટી બુર્સ અને બુલિયન એક્સચેન્જનો સમાવેશ થાય છે. ભારતીય કંપનીઓ હાલમાં માત્ર ડિપોઝિટરી રિસિટ્સ જેવા સાધનો દ્વારા વિદેશી એક્સચેન્જમાં લિસ્ટિંગ કરાવી શકે છે.

LEAVE A REPLY

3 × one =