ગત મહિને કાન ફેસ્ટિવલ દરમિયાન રૂ. 276 કરોડનો નેકલેસ પહેરીને છવાઈ ગયેલી ઉર્વશી રાઉતેલાએ થોડા સમય પહેલા મુંબઈ ખાતે રૂ.190 કરોડનો બંગલો ખરીદ્યો હતો. જીવનમાં સફળતાના શિખરો સર કરી રહેલી ઉર્વશીને બોલિવૂડમાંથી પણ સારા સમાચાર મળ્યા હતા. એક સમયની આકર્ષક અભિનેત્રી પરવીન બાબીની બાયોપિક બનવાની છે, જેમાં મુખ્ય ભૂમિકા માટે ઉર્વશીની પસંદગી કરવામાં આવી છે.

ઉર્વશીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતે ગર્વ અનુભવતી હોવાનું જણાવ્યું છે. તેણે સોશિયલ મીડિયામાં પરવીન બાબીનો અને પોતાનો ફોટોગ્રાફ પોસ્ટ કર્યો છે. બોલિવૂડમાં પાછલા કેટલાક સમયથી બાયોપિકનો પવન ચાલી રહ્યો છે. અત્યાર સુધી ઘણાં સ્ટાર્સ બાયોપિકમાં કામ કરી ચૂક્યા છે.

હવે આ યાદીમાં  ઉર્વશીનું નામ પણ જોડાયું છે. ઉર્વશીએ પોસ્ટમાં જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં પરવીન બાબીની ફિલ્મી કરિયરની સાથે પર્સનલ લાઈફ અંગે પણ વાત કરવામાં આવશે. તેમના સોનેરી સમયને રૂપેરી પડદે રજૂ કરવામાં આવશે. ઉર્વશીએ પોતાની પોસ્ટમાં સ્વીકાર્યું હતું કે, પરવાની બાબીના કિસ્સામાં બોલીવૂડ નિષ્ફળ રહ્યું છે, પરંતુ હું આપને (પરવીન બાબીને) ગર્વ અનુભવ કરાવીશ. ઓમ નમઃ શિવાય. ખરેખર આ નવી સફર જાદુઈ છે.

LEAVE A REPLY

18 − sixteen =