(Photo by STR/AFP via Getty Images)

બોલીવૂડના શોમેન-ફિલ્મકાર સુભાષ ઘાઇ ઓકટોબરમાં પોતાની નવી ફિલ્મ સલાખેનું શૂટિંગ શરૂ કરવાના છે. જેમાં જેકી શ્રોફ મહત્વના રોલમાં કામ કરતો જોવા મળશે. આ ફિલ્મની જાહેરાત થતાં જ લોકો માનવા લાગ્યા હતા કે, આ ફિલ્મ ખલનાયકની સિકવલ બની રહી છે. જેમાં જેકીએ રામકુમાર નામના એક ઇમાનદાર પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી હતી.

જોકે, જેકીએ આ ફિલ્મ ખલનાયકની સીકવલ છે કે નહીં તે વિશે જણાવ્યું હતું કે, મને નથી લાગતું કે આટલા લાંબા સમય પછી ખલનાયકની સીકવલ ફિલ્મ બનવી શક્ય છે. અગાઉ સુભાષ ઘાઇની ફિલ્મોમાં જેકી શ્રોફે મુખ્ય અને યાદગારી ભૂમિકાઓ ભજવી છે. જોકે, તેણે એ સ્પષ્ટતા કરી હતી કે, તે ટૂંક સમયમાં જ સુભાષ ઘાઇ સાથે સલાખે નામની એક ફિલ્મની શરૂઆત કરી રહ્યો છે. જેકીએ એમ પણ કહ્યું હતું કે, સુભાષ ઘાઇ સાથે કામ કરવું એ ઘરે આવવા સમાન છે. જેકી શ્રોફ, રોહિત શેટ્ટીની સિંઘમ અગેઇનમાં પણ જોવા મળશે.

LEAVE A REPLY

four × 3 =