Vol. 3 No. 220 About   |   Contact   |   Advertise 08th Oct 2020


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
દેશને ફરીથી બેઠો કરવાનું વચન આપતા જ્હોન્સન

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને વર્ચુઅલ કન્ઝર્વેટિવ કોન્ફરન્સમાં ચેતવણી આપતાં જણાવ્યું હતું કે ‘’યુકે રોગચાળા પછી સામાન્ય સ્થિતિમાં પાછુ આવી ન શકે, તેના માટે મોટા પરિવર્તનની જરૂર પડશે. હું દેશને ફરી પ્રગતિશીલ જોવા માંગુ છું. અંધકારમય ક્ષણોમાં પણ આપણે આગળનું ઉજ્જવળ ભવિષ્ય જોઈ શકીએ છીએ અને આપણે સાથે મળીને તેને બનાવીશું.” તેમણે ભાષણમાં કોવિડને હરાવવાની અને એક વધુ સારા દેશનું નિર્માણ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

Read More...
બાબરી ધ્વંસ કેસમાં કોર્ટે અડવાણી સહિત તમામને નિર્દોષ જાહેર કર્યાઃ આ ઘટના પૂર્વઆયોજિત નહોતી

બાબરી મસ્જિદ ધ્વંસ કેસમાં સીબીઆઇની વિશેષ અદાલતે તેના ચુકાદામાં ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિતના તમામ 32 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. તમામ આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. કોર્ટે ચુકાદો આપ્યો ત્યારે 26 આરોપીએ કોર્ટમાં હાજર હતા.

Read More...
નાસાનું કલ્પના ચાવલા અવકાશયાન અંતરિક્ષમાં રવાના

અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ પહેલી મહિલા અવકાશ યાત્રી ઇન્ડિયન અમેરિકન કલ્પના ચાવલાના નામે સિગ્નસ અવકાશયાનને અંતરીક્ષમાં રવાના કર્યું હતું. નોર્થરોપ ગ્રુમેનનું આ અવકાશયાન એક માલવાહક યાન છે જે અંતરીક્ષમાં કામ કરી રહેલા અવકાશ મથકને જરૂરી ચીજો પહોંચતી કરશે.

Read More...
ગુજરાતમાં સપ્ટેમ્બરમાં કોરોનાનો રિકવરી રેટ 99.69 ટકા રહ્યો

રાજ્યમાં કોરાના વાઇરસનું સંક્રમણ સતત વધતું જાય છે ત્યારે નાગરિકો માટે થોડા રાહતભર્યા સમાચાર એ છે કે, સપ્ટેમ્બર મહિનામાં રિકવરી રેટ ટોચ પર રહ્યો છે. સપ્ટેમ્બરમાં નોંધાયેલ કુલ કેસની સામે સાજા થનાર દર્દીનો દર ૯૯.૬૯ ટકા રહ્યો છે જ્યારે મૃત્યુદર ઘટીને માત્ર ૧.૦૮ ટકા રહ્યો છે.

Read More...
ઇસ્ટર સુધીમાં કોવિડ-19ની રસી માટે વધેલી આશા

કોરોનાવાયરસ રસીના નિર્માણ માટેનું મોટા ભાગનું કામકાજ આગામી ત્રણ મહિનામાં પૂર્ણ થઈ શકે છે અને દેશના દરેક પુખ્ત વયના લોકોને ઇસ્ટર એટલે કે તા. 4 એપ્રિલ પહેલા રસી આપી શકાય તેવી વધારે સંભાવનાઓ જણાઇ રહી છે. સરકારી વૈજ્ઞાનિકો કહે છે કે કોવિડ-19 રસીકરણ કાર્યક્રમ ઝડપી થઈ શકે છે અને એસ્ટ્રાઝેનેકા અને ઑક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલી રસીને આ વર્ષે રેગ્યુલેટર્સ દ્વારા મંજૂરી મળી શકે છે.

Read More...
બ્લેક હોલ અંગેના સંશોધન બદલ ત્રણ વિજ્ઞાનીઓને ફિઝિક્સ માટે નોબેલ પુરસ્કાર

બ્લેક હોલ અંગેના સંસોધન માટે ત્રણ વિજ્ઞાનીઓને ફિઝિક્સ માટેના નોબેલ પ્રાઇઝની જાહેરાત કરવામાં આવી છે. બ્રિટનના રોજર પેનરોઝ, જર્મનીના રિનહાર્ડ ગેન્જેલ અને અમેરિકાના એન્ડ્રી ગેઝને આ પુરસ્કારની આપવામાં આવશે. બ્રિટનના પેનરોઝ યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડમાં પ્રોફેસર છે.

Read More...
આપણે બ્રેક્ઝિટ ડીલ વિના જીવી શકીએ છીએ: બોરિસ જ્હોન્સન

‘’કોરોનાવાયરસના કારણે પ્રતિબંધો વચ્ચે “શિયાળો અતિશય આકરો” હોવા છતાં બ્રિટન બ્રેક્ઝિટ ડીલ વિના સમૃદ્ધ થઈ શકે છે. બ્રેક્ઝિટ સોદો “થવાનો જ છે”. રસી માટે લોકોને આશા આપવા માંગતો નથી પણ આ વર્ષે શક્ય તેટલી પ્રગતિ થઈ શકે તે સંભવ છે’’ એમ વડાપ્રધાન બોરિસ જ્હોન્સને ભારપૂર્વક જણાવ્યું હતું.

Read More...
કોરોનાની રસી આવતા વર્ષના અંત પહેલાં નહીં આવેઃ નિષ્ણાતો

કેનેડાની મેકગીલ યુનિવર્સિટીએ એક સર્વેક્ષણ કર્યું હતું. અમેરિકા-કેનેડાના જાણીતા રસી વિશેષજ્ઞાોનો અભિપ્રાય મેળવીને યુનિવર્સિટીના અભ્યાસમાં દાવો કરાયો હતો કે ૨૦૨૧ની શરૃઆતે કોરોનાની રસી આવી જાય એવી શક્યતા બહુ જ ઓછી છે. રસી આવતા આવતા ૨૦૨૧નું વર્ષ પૂરું થઈ જશે! કેનેડાની યુનિવર્સિટીએ હાથ ધરેલા સર્વેક્ષણમાં ૨૮ નિષ્ણાતોનો મત લેવાયો હતો.

Read More...
પોતે રેસિઝમ નહીં સમજ્યાની પ્રિન્સ હેરીની નિખાલસ કબૂલાત

સસેક્સના ડ્યુક પ્રિન્સ હેરી વંશીય જાગૃતિના રોલ મોડલ ક્યારેય રહ્યા નથી ત્યારે બ્લેક માતા અને વ્હાઈટ પિતાની પુત્રી અને પત્નીના સ્મિત વદન વચ્ચે પ્રિન્સ હેરીએ એથનિક માઈનોરિટીઝ, બ્લેક તથા એશિયન સમુદાયના લોકોને તકના અભાવ પ્રત્યે તેમની જાગૃતિની વાત કરી હતી.

Read More...
હાથરસ ગેંગરેપ પીડિતાના પરિવારને મળવા જઈ રહેલા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અટકાયત

ઉત્તરપ્રદેશની ગેંગરેપ પીડિતાના પરિવારજનોને મળવા જઈ રહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડરાને ગ્રેટર નોઇડામાં પોલીસે અટકાયતમાં લીધા હતા અને થોડા સમય પછી છોડી મૂક્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે બંનેને પોલીસ જીપમાં એક ગેસ્ટમાં થોડો સમય રાખવામાં આવ્યા હતા અને પછી છોડી મૂકવામાં આવ્યા હતા. જોકે કોંગ્રેસે ટ્વીટ કરી હતી કે બંનેને પોલીસે ધરપકડ કરી હતી.

Read More...

  Sports
બેંગલોરને હરાવી દિલ્હી આઈપીએલમાં ટોપ સ્પોટ પર

આઈપીએલ 2020 શરૂ થયાને લગભગ અઢી વીક થઈ ગયા છે અને મોટાભાગની ટીમ્સ પાંચ-પાંચ મેચ રમી ચૂકી છે ત્યારે સોમવારે દિલ્હી કેપિટલ્સ શાનદાર બેટિંગ અને પછી વેધક બોલિંગના જોરે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 59 રનના જંગી માર્જીનથી હરાવી ચાર વિજય સાથે ટોપ સ્પોટ ઉપર પહોંચી ગઈ હતી.
ટોસ જીતી બેંગલોરના સુકાની કોહલીએ દિલ્હીને બેટિંગ લેવા આમંત્રણ આપ્યું હતું, પણ તેનો એ જુગાર સફળ થયો નહોતો. દિલ્હીએ ચાર વિકેટે 196 રનનો પડકારજનક સ્કોર ખડકી દીધો હતો. એ પછી બેંગલોરની ટીમ 9 વિકેટે ફક્ત 137 રન કરી શકી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સના બંન્ને ઓપનર – શિખર ધવન અને પૃથ્વી શોએ દમદાર શરૂઆત કરી હતી. બંન્નેએ પાવરપ્લેમાં 63 રન કર્યા હતા. પૃથ્વી શોએ 42 અને શિખર ધવને 32 રન કર્યા હતા. સુકાની શ્રેયસ ઐયર ફક્ત 11 રન કરી શક્યો હતો, પણ એ પછી રીષભ પંત અને માર્ક્સ સ્ટોઈનિસે ધમાકેદાર બેટિંગ કરી હતી. પંતે 37 કર્યા હતા, જ્યારે સ્ટોઈનિસે અણનમ 53 કર્યા હતા.

Read More...
રવિંદ્ર જાડેજાનો IPLમાં 2000 રન – 110 વિકેટનો વિશિષ્ટ રેકોર્ડ

ચેન્નાઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર ખેલાડી રવિંદ્ર જાડેજાએ IPLમાં 2000 રન અને 110 વિકેટનો એક વિશિષ્ટ રેકોર્ડ કર્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં જાડેજાએ 35 બોલમાં 50 રન કર્યા હતા. એ ઇનિંગમાં તેણે 2 છગ્ગા અને 5 ચોગ્ગા માર્યા હતા.આ સિવાય, આઈપીએલમાં 2000 રન 50 થી વધુ વિકેટ લેનારો તે ચોથો ક્રિકેટર છે. શેન વોટસન, કૈરોન પોલાર્ડ, જેક કાલિસ પછી જાડેજા ચોથો ખેલાડી છે.

Read More...
ચેન્નાઈની ધમાકેદાર બેટિંગ, પંજાબ સામે 10 વિકેટે વિજય

બે સપ્તાહ કરતાં વધુ સમય વિત્યા પછી આઈપીએલમાં હવે કોઈક મુકાબલામાં જબરજસ્ત રસાકસી જામતી દેખાય છે, તો કેટલાક જંગ સાવ એક તરફી પણ રહેતા હોવાનું જણાય છે. રવિવારે રમાયેલી બન્ને મેચ તદ્દન એક તરફી રહી હતી, જેમાં પહેલી મેચમાં મુંબઈનો અને બીજી મેચમાં ચેન્નાઈનો વિજય થયો હતો.ચેન્નાઈ માટે આ વિજય વધારે મહત્ત્વનો હતો કારણ કે કેપ્ટન કુલ ગણાતા ધોનીની ટીમ અગાઉ સતત ત્રણ મેચ હારી ચૂકી હતી.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
જર્મનીની એરલાઇન્સ લુફ્થાન્સાએ ભારત તરફ આવતી ફ્લાઇટ્સ રદ કરી

ફ્લાઇટની સંખ્યાના મુદ્દે ભારત સરકાર સાથે વિવાદને પગલે જર્મનીની એરલાઇન લુફથાન્સાએ 30 સપ્ટેમ્બરથી 20 ઓક્ટોબર વચ્ચેની ભારત આવતી તમામ ફ્લાઇટ રદ કરી દીધી છે.
દર અઠવાડિયે મર્યાદિત ફ્લાઇટ્સની પરવાનગી આપવાના ડાયરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિયેશન (DGCA)ના નિર્ણયના વિરોધમાં જર્મનીની સૌથી મોટી એરલાઇન્સે 20 ઓક્ટોબર સુધી ભારત તરફ આવતી પોતાની તમામ ફ્લાઇટ્સ રદ કરવાની જાહેરાત કરી હતી. નહીં કરે.

Read More...
ચાલુ નાણાકીય વર્ષમાં ભારતના જીડીપીમાં 11 ટકા ઘટાડાનો અંદાજઃ ઇકરા

રેટિંગ એજન્સી ઇકરાએ 2020-21ના નાણાકીય વર્ષ માટેના ભારતના જીડીપીમાં ઘટાડાના અંદાજને ઘટાડીને 11 ટકા કર્યો છે. દેશમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારાને કારણે રેટિંગ એજન્સીએ તેના અંદાજમાં વધુ ઘટાડો કર્યો છે. અગાઉ ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપીમાં 9.5 ટકા ઘટાડો થવાનો અંદાજ આપ્યો હતો.

Read More...
રિલાયન્સ રિટેલમાં GIC રૂ.5512 કરોડ અને TPG રૂ.1837 કરોડનું રોકાણ કરશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટા કંપની રિલાયન્સ રિટેલમાં સિંગાપોરનું સોવેરિન વેલ્થ ફંડ જીઆઇસી 5512.50 કરોડ રૂપિયામાં 1.22 ટકા હિસ્સો અને ગ્લોબલ પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ ટીપીજી કેપિટલ 1837.50 કરોડ રૂપિયામાં 0.41 ટકા હિસ્સો ખરીદશે તેમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે એક નિવેદનમાં જણાવ્યું છે.

Read More...
એમેઝોનના 20,000 કર્મચારીઓને કોરોનાનો ચેપ

અમેરિકાની મલ્ટીનેશનલ ઇ-કોમર્સ કંપની એમેઝોને જણાવ્યું છે કે અમેરિકામાં કંપનીના લગભગ 20,000 કર્મચારીઓને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે અથવા તેમના સંક્રમિત હોવાની આશંકા છે. એમેઝોને પહેલીવાર સંક્રમિતોની સંખ્યા બતાવતાં કહ્યું કે તેના કરમચારીઓના સંક્રમણનો દર પ્રમાણમાં ઓછો છે.

Read More...
આસ્ડાને £6.8 બિલીયનમાં ખરીદતા ગુજરાતી ભાઇઓ

યુકેના મહત્વના રીટેઇલર સુપરમાર્કેટ અને અમેરિકાના વોલમાર્ટની યુકેની પાંખ આસ્ડા સપરમાર્કેટને મૂળ ગુજરાતના ભરૂચ જીલ્લાના મનુબર ગામના વતની અને બ્લેકબર્ન ખાતે રહેતા ઇસા બ્રધર્સે £6.8 બિલીયનમાં ખરીદી લીધુ છે. મોહસીન અને ઝુબેર ઇસા અને ટીડીઆર કેપિટલે સુપરમાર્કેટ ચેઇનમાં માલિકીનો બહુમતી હિસ્સો મેળવી લીધો છે.

Read More...
  Entertainment

અમિતાભ બચ્ચને અંગદાન કરવાની જાહેરાત કરી

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન દેશમાં પ્રાકૃતિક મુશ્કેલીઓ અથવા કોઈ અન્ય મુશ્કેલીઓના સમયે અનેકવાર ડોનેશન આપતા રહ્યા છે. અમિતાભે દૂષ્કાળ અથવા પૂર પ્રભાવિત વિસ્તારો માટે કરોડો રૂપિયા રીલીફ ફંડમાં ડોનેટ કર્યા છે. તો હવે અનેક પગલા આગળ વધીને અમિતાભ બચ્ચને ઑર્ગન ડોનેટ એટલે અંગદાન કરવાની જાહેરાત કરી છે.
અમિતાભ બચ્ચને પોતાના ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીને આ વાતની જાહેરાત કરી છે. તેમણે પોતાની એક તસવીર પોસ્ટ કરી છે જેમાં તેમના કોટ પર એક નાની ગ્રીન કલરની રીબીન પણ છે. આ તસવીરને શેર કરતા અમિતાભે લખ્યું કે, ‘હું એ પ્રતિજ્ઞા લઇ ચુકેલો ઑર્ગન ડૉનર છું. મે આ ગ્રીન રીબીન આની પવિત્રતા માટે પહેરી છે.’

Read More...

સુશાંતની બેવફાઇના કારણે બ્રેકઅપ થયુઃ સારા અલી ખાન

સારા અલી ખાનના જણાવ્યા મુજબ તેણે સુશાંત સાથે બ્રેકઅપ તેની બેવફાઈને કારણે કર્યું હતું. રિપોર્ટ્સ મુજબ એક્ટ્રેસે આ દાવો તાજેતરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ની પૂછપરછ દરમ્યાન કર્યો હતો. સારાએ જણાવ્યું કે તે પોતાની પ્રથમ ફિલ્મ ‘કેદારનાથ’ના શૂટિંગ દરમ્યાન સુશાંત સાથે રિલેશનમાં આવી હતી. જોકે અમુક મહિના પછી તેઓ જાન્યુઆરી 2019માં અલગ થઇ ગયા હતા.

Read More...

સલમાનની ફિલ્મ રાધે: ધ મોસ્ટ વોન્ટેડનું શૂટિંગ શરૂ

સલમાન ખાનની આગામી ફિલ્મ રાધે: ધ મોસ્ટ વોન્ટેડ ફિલ્મનું શૂટિંગ ૨ ઓકટોબરથી શરૂ થઇ ગયું છે. કોરોના રોગચાળાને કારણે સલમાન સેટ પરના તમામ લોકોના સ્વાસ્થયની સુરક્ષાની કાળજીને ધ્યાનમાં રાખી રહ્યો છે.
તેણે ફિલ્મના નિર્માતા સોહેલ ખાન અગ્નિહોત્રીને કોરોનાને લગતી તમામ ગાઇડલાઇન્સનું પાલન કરવાનું ફરમાન આપી દીધું છે. સલમાન ખાને ફિલ્મના નિર્માતાને સેટ પર એક ડોકટર અને એક વિશેષ ટીમને હાજર રાખવાનું કહ્યું છે. તેમજ સેટની બહાર એક એન્બ્યુલન્સની સગવડ પર રાખવામાં આવશે. શૂટિંગમાં જોડાનારા તમામ લોકોની કોરોના ટેસ્ટ કરવામાં આવશે દરેક સાધન ્અન ેવાહનને સેનેટાઇઝ કરવામાં આવશે.

Read More...

વરૂણ ધવન-કિયારા રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં દેખાશે

વરુણ ધવન કિયારા અડવાણી સાથે એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ કરી રહ્યો છે. આ ફિલ્મની સ્ટારકાસ્ટ અને સ્ક્રિપ્ટ તૈયાર થઇ ગઇ છે અને ફિલ્મના શૂટિંગની યોજના પણ બની ગઇ છે.
સૂત્રની વાત સાચી માનીએ તો, વરુણ અને કિયારા અડવાણીની ફિલ્મનું શૂટિંગ ૨૪ ઓકટબોરથી ચંદીગઢમાં શરૂ કરવાના છે. તેથી આ પહેલા સ્ટાર્સ અને સંપૂર્ણ ટીમ ચંદીગઢ પહોંચી જશે. આ ફિલ્મમાં અનિલ કપૂર અને નીતુ કપૂર વરુણના પેરન્ટસની ભૂમિકામાં જોવા મળવાના છે. જેઓ શૂટિંગ શરૂ થયાના થોડા દિવસો પછી જોડાશે.

Read More...

બોલિવૂડની એવરગ્રીન એક્ટ્રેસ રેખા ટૂંક સમયમાં નાના પડદે જોવા મળશે

બોલિવૂડની પીઢ અભિનેત્રી રેખા ટૂંક સમયમાં નાના પડદે જોવા મળશે. સ્ટાર પ્લસના આગામી શો ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ માં રેખા પ્રેઝન્ટર તરીકે દેખાશે. હાલમાં જ મુંબઈની બાંદ્રાસ્થિત ફાઈવ સ્ટાર હોટલમાં રેખાએ આ પ્રોમો માટે શૂટિંગ કર્યું હતું.

Read More...
gg2
 
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store