ભારતીય ક્રિકેટ રવિન્દ્ર જાડેજા (Photo by Hagen Hopkins/Getty Images)

ચેન્નાઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર ખેલાડી રવિંદ્ર જાડેજાએ IPLમાં 2000 રન અને 110 વિકેટનો એક વિશિષ્ટ રેકોર્ડ કર્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં જાડેજાએ 35 બોલમાં 50 રન કર્યા હતા. એ ઇનિંગમાં તેણે 2 છગ્ગા અને 5 ચોગ્ગા માર્યા હતા.

આ સિવાય, આઈપીએલમાં 2000 રન 50 થી વધુ વિકેટ લેનારો તે ચોથો ક્રિકેટર છે. શેન વોટસન, કૈરોન પોલાર્ડ, જેક કાલિસ પછી જાડેજા ચોથો ખેલાડી છે. જાડેજાએ કહ્યું, હતું કે, ‘આઈપીએલના ઇતિહાસમાં આ બેવડી સિદ્ધિ હાંસલ કરનારો પ્રથમ ક્રિકેટર હોવાનો મને આનંદ છે. તે આઈપીએલમાં અત્યાર સુધીમાં 176 મેચ રમ્યો છે.
તે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી 106, ગુજરાત લાયન્સ તરફથી 27, કોચી ટસ્કર્સ તરફથી 14 અને રાજસ્થાન રોયલ્સ તરફથી 27 મેચ રમ્યો છે.