અમેરિકાની મલ્ટીનેશનલ ઇ-કોમર્સ કંપની એમેઝોને જણાવ્યું છે કે અમેરિકામાં કંપનીના લગભગ 20,000 કર્મચારીઓને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે અથવા તેમના સંક્રમિત હોવાની આશંકા છે. એમેઝોને પહેલીવાર સંક્રમિતોની સંખ્યા બતાવતાં કહ્યું કે તેના કરમચારીઓના સંક્રમણનો દર પ્રમાણમાં ઓછો છે.  
કંપનીએ પોતાના બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે 1 માર્ચ થી 19 સપ્ટેમ્બર દરમિયાન તેના માટે કામ કરનાર કુલ 1,372,000 અમેરિકી ફ્રન્ટલાઇન કર્મચારીઓમાં 19,816 કર્મચારી કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. કંપનીમાં સંક્રમણનો દર 1.44 ટકા છે.