બોલિવૂડની પીઢ અભિનેત્રી રેખાનો ફાઇલ ફોટો (STR/AFP via Getty Images)

બોલિવૂડની પીઢ અભિનેત્રી રેખા ટૂંક સમયમાં નાના પડદે જોવા મળશે. સ્ટાર પ્લસના આગામી શો ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ માં રેખા પ્રેઝન્ટર તરીકે દેખાશે. હાલમાં જ મુંબઈની બાંદ્રાસ્થિત ફાઈવ સ્ટાર હોટલમાં રેખાએ આ પ્રોમો માટે શૂટિંગ કર્યું હતું.

શો સાથે જોડાયેલાં સૂત્રોનું કહેવું છે કે ‘આ શોનું ટાઇટલ રેખાની ફિલ્મ રામપુર કા લક્ષ્મણ (1875)માંથી જ લેવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ‘કોરોનાને ધ્યાનમાં રાખીને શોની ટીમે બાંદ્રાની એક ફાઈવ સ્ટાર હોટલમાં તેમના શૂટિંગનું આયોજન કર્યું હતું, જ્યાં તેમણે લગભગ 10 કલાક આપ્યા. જોકે આ પ્રોમો માટે ચેનલને એક મોટી રકમ ચૂકવવી પડી હતી. રેખાની ચર્ચિત લવસ્ટોરીની જેમ જ શોમાં ટ્રાયેંગલ લવસ્ટોરી દેખાશે. ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ એક IPS ઓફિસર સ્ટોરી છે જે પોતાનાં પ્રેમ અને કર્તવ્ય વચ્ચે ફસાઈ જાય છે.