istockphoto

રેટિંગ એજન્સી ઇકરાએ 2020-21ના નાણાકીય વર્ષ માટેના ભારતના જીડીપીમાં ઘટાડાના અંદાજને ઘટાડીને 11 ટકા કર્યો છે. દેશમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારાને કારણે રેટિંગ એજન્સીએ તેના અંદાજમાં વધુ ઘટાડો કર્યો છે. અગાઉ ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપીમાં 9.5 ટકા ઘટાડો થવાનો અંદાજ આપ્યો હતો.

નાણાકીય વર્ષ ૨૦૨૧માં ભારતના જીડીપીમાં ૧૧ ટકા ઘટાડાનો નવો અંદાજ સ્થાનિક રેટિંગ એજન્સી ઇક્રાએ જાહેર કર્યો હતો. નાણાકીય વર્ષ ૨૦૨૧ના પહેલા ત્રિમાસિક ગાળાના સત્તાવાર જીડીપી ડેટાની જાહેરાતમાં જીડીપીમાં ૨૩.૯ ટકાનો ઘટાડો હોવાનો અંદાજ દર્શાવાયા બાદ કેટલાક નિષ્ણાતોએ જીડીપીમાં ૧૪ ટકા સુધીનો ઘટાડો થવાનો અંદાજ આપ્યો હતો.

રિઝર્વ બૅન્કે હજુ પોતાનો જીડીપી માટેનો અંદાજ જાહેર કર્યો નથી, પણ એ ઘટશે તેવો અંદાજ આપ્યો હતો. આ સાથે ઇકરાએ જણાવ્યું છે કે નાના વ્યવસાયો અને અનૌપચારિક ક્ષેત્રોના ડેટા આવ્યા બાદ જો નાણાકીય વર્ષ ૨૦૨૧ના પહેલા ત્રિમાસિક ગાળાના સત્તાવાર જીડીપી ડેટામાં ફેરફાર થશે તો નાણાકીય વર્ષ ૨૦૨૧ માટેનો જીડીપીનો અંદાજ ૧૧ ટકા ઘટવાની શક્યતા છે.