(Photo by PUNIT PARANJPE/AFP via Getty Images)

સલમાન ખાનની આગામી ફિલ્મ રાધે: ધ મોસ્ટ વોન્ટેડ ફિલ્મનું શૂટિંગ ૨ ઓકટોબરથી શરૂ થઇ ગયું છે. કોરોના રોગચાળાને કારણે સલમાન સેટ પરના તમામ લોકોના સ્વાસ્થયની સુરક્ષાની કાળજીને ધ્યાનમાં રાખી રહ્યો છે.

તેણે ફિલ્મના નિર્માતા સોહેલ ખાન અગ્નિહોત્રીને કોરોનાને લગતી તમામ ગાઇડલાઇન્સનું પાલન કરવાનું ફરમાન આપી દીધું છે. સલમાન ખાને ફિલ્મના નિર્માતાને સેટ પર એક ડોકટર અને એક વિશેષ ટીમને હાજર રાખવાનું કહ્યું છે. તેમજ સેટની બહાર એક એન્બ્યુલન્સની સગવડ પર રાખવામાં આવશે. શૂટિંગમાં જોડાનારા તમામ લોકોની કોરોના ટેસ્ટ કરવામાં આવશે દરેક સાધન ્અન ેવાહનને સેનેટાઇઝ કરવામાં આવશે.

તેમજ શૂટિંગના સ્થળની નજીક એક હોટલ બુક કરવામાં આવી છે જેમાં શૂટિંગમાં ભાગ લેનારા તમામ લોકોને રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વિભાજન માટે વિવિધ સાઇન્સ અને રંગીન બેડ બનાવામાં આવશે અને તેનું પાલન કરવામાં આવશે.

અતુલ અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે, ફિલ્મનું શૂટિંગ બે હિસ્સામાં થવાનું છે. જેમાં એક કર્જતમાં અને બીજુ મુંબઇના સ્ટુડિયોમાં કરવામાં આવશે આવતા ૧૫-૨૦ દિવસ દરમિયાન શૂટિંગ આટોપી લેવામાં આવશે. ફિલ્મમાંના એકશન દર્શયોને શેડયુલ દરમિયાન પૂરા કરવામાં આવશે. તેમજ એકશન પેચવર્ક સાથે થોડા શેષ દ્રશ્યોનું શૂટિંગ પણ પુરુ કરવામાં આવશે.