Vol. 3 No. 228 About   |   Contact   |   Advertise 10th December 2020


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
સદીની ઐતિહાસીક ક્ષણ : પ્રથમ દર્દીને કોવિડ-19 રસી અપાઇ

બ્રિટનમાં 61,434 અને વિશ્વભરમાં 1.5 મિલીયન લોકો કોરોનાવાયરસના કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે અને 67 મિલીયન લોકોને કોરોનાવાયરસથી બીમાર થઇ ચૂક્યા છે ત્યારે એનએચએસના ઇતિહાસની સૌથી મોટી રસી ઝુંબેશ આજે મંગળવારે તા.8ના રોજ સવારે શરૂ થઈ હતી.

Read More...
ડો. હરિ શુક્લા, CBE અને તેમના પત્ની રંજનબેન રસી લેનારા પ્રથમ ભારતીય યુગલ બન્યા

યુકેના પ્રથમ રસી લેનારા લોકો પૈકીના એક ડો. હરિ શુક્લા, CBE અને તેમના પત્ની રંજનબેન (ઉ.વ. 83)ને પણ આજે સવારે ન્યુ કાસલ ખાતે આવેલી રોયલ વિક્ટોરિયા ઇન્ફર્મરી ખાતે ફાઇઝર / બાયોએનટેક રસીનાં પ્રથમ ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા.

Read More...
ભારતના ખેડૂત આંદોલનને યુકે, અમેરિકા, કેનેડામાં સમર્થન, યુએનમાં પણ પડઘો

ભારતમાં મોદી સરકાર અને ખેડૂતો વચ્ચેનો નવા કૃષિ કાયદાઓનો વિવાદ લાંબા સમયથી અણઉકેલ રહ્યો છે ત્યારે એક તરફ તો ખેડૂતોના આંદોલનને યુકે, અમેરિકા, કેનેડા સહિતના મોખરાના પશ્ચિમી દેશોમાંથી સમર્થન મળી રહ્યું છે,

Read More...
મહારાણીને પણ અઠવાડિયાની અંદર રસી મળવાની ધારણા

બ્રિટનના મહારાણીને પણ કોવિડ-19 સામે સુરક્ષા આપતી રસી “અઠવાડિયાની અંદર” મળવાની ધારણા છે. મહારાણી પણ લોકો રસી લે તે માટે લોકોને પ્રોત્સાહન આપવા રસી લઇ રહ્યા છે.

Read More...
અમેરિકામાં વિઝા અંગેના નવા બિલથી સેંકડો ભારતીય પ્રોફેશનલ્સને લાભ

અમેરિકન સેનેટમાં રોજગાર આધારિત ઈમિગ્રન્ટ વિઝા માટે દેશ માટેની મર્યાદા દૂર કરતું એક બિલ સર્વાનુમતે પાસ થઈ ગયું છે. વધુમાં આ બિલ મારફત પરિવાર આધારિત વિઝા માટેની મર્યાદા પણ વધારવામાં આવી છે.

Read More...
ગુજરાતના ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ અનિશ્ચિત મુદત સુધી લંબાવાયો

રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, બીજી બાજુ, હજુ રસી આવતાં પણ એકાદ મહિનો થાય એમ હોવાથી કોરોના વધારે પ્રસરે નહીં તેટલા માટે અમદાવાદ સહિત રાજ્યના 4 મુખ્ય શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે.ે.

Read More...
ભારત બંધના એલાનની દેશમાં આંશિક અસરઃ કેટલાંક સ્થળોએ દેખાવો, ચક્કાજામ

કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ આઠમી ડિસેમ્બરે આપેલા ભારત બંધના એલાનની દેશમાં આંશિક અસર થઈ હતી. મોટા ભાગના રાજ્યોમાં જનજીવન અને વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ રહ્યો હતો. અમુક વિસ્તારોમાં ખેડૂતો અને વિરોક્ષ પક્ષના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

Read More...
વેક્સિન થોડા સપ્તાહમાં તૈયાર થઈ જવાની ધારણાઃ નરેન્દ્ર મોદી

કોરોના મહામારી અંગે શુક્રવારે વિડિયો કોન્ફરન્સ મારફત તમામ રાજકીય પક્ષોની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કોરોના વેક્સિન માટે હવે રાહ જોવાની જરૂર નથી, થોડાંક સપ્તાહમાં રસી તૈયાર થઈ થઈ જવાની ધારણા છે.

Read More...
અમેરિકામાં એક દિવસમાં કોરોનાના વિક્રમજનક 2.1 લાખ કેસઃ 2,907 લોકોના મોત

અમેરિકામાં ગુરુવારે કોરોના વાઇરસના 210,000થી વધુ કેસ નોંધાયા હતા, જે કોરોના મહામારીના ફેલાવા બાદ અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાથી 2,907 લોકોના મોત પણ થયા હતા, એમ જ્હોન હોપકિન્સે યુનિવર્સિટીએ જણાવ્યું હતું

Read More...
માસ્ક ન પહેરનારને કોમ્યુનિટી સેવા કરાવવાના ગુજરાત હાઇ કોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટનો સ્ટે

ફેસ માસ્ક સહિતના કોવિડ નિયમોનું પાલન ન કરતાં લોકોને કોવિડ સેન્ટરમાં કોમ્યુનિટી સર્વિસ કરાવવાના ગુજરાતના હાઇ કોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટે ગુરુવારે મનાઇહુકમ આપ્યો હતો. ગુજરાત હાઈકોર્ટના આદેશ સામે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

Read More...

  Sports
ભારતનો ટી-20 સીરીઝમાં 2-1થી વિજય

સિડનીમાં ત્રીજા ટી-20 મુકાબલામાં ભારતને 12 રને હરાવી સીરીઝમાં વ્હાઈટ વોશ નિવાર્યો હતો. ભારતે જો કે રવિવારે જ સીરીઝ તો જીતી લીધી હતી. ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટે 186 રન કર્યા હતા. એમાં સુકાની મેથ્યુ વેડના 80 અને ગ્લેન મેક્સવેલના 54 રન મુખ્ય હતા.

Read More...
કોવિડ કેસીઝના પગલે ઈંગ્લેન્ડનો સા. આફ્રિકાનો ક્રિકેટ પ્રવાસ અધવચ્ચેથી સસ્પેન્ડ

ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમનો સાઉથ આફ્રિકાનો પ્રવાસ કોવિડ કેસિઝના કારણે અધવચ્ચેથી સસ્પેન્ડ કરાયાની જાહેરાત સોમવારે ઈસીબી અને સીએસએ દ્વારા કરાઈ હતી. આ પ્રવાસમાં ત્રણ ટી-20 મેચની સીરીઝ પુરી થઈ ગઈ હતી અને તેમાં ઈંગ્લેન્ડનો 3-0થી વિજય થયો હતો.

Read More...
ચહલ ટી-20માં ભારત તરફથી સૌથી વધુ વિકેટમાં બુમરાહની બરોબરીમાં

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે બીજી ટી-20માં સ્પિનર યુઝવેન્દ્ર ચહલે એક મોટી સિદ્ધિ મેળવી છે. તેણે ટી-20માં ભારત તરફથી સૌથી વધારે વિકેટના બુમરાહના રેકોર્ડની બરોબરી કરી છે.

Read More...
કોહલીનો સૌથી ઝડપી 12,000 રનનો વર્લ્ડ રેકોર્ડ

વિરાહ કોહલીએ વન-ડેમાં સૌથી ઝડપથી 12000 રનનો વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. આ પહેલા સચિન તેંડુલકરના નામે આ રેકોર્ડ હતો.
વિરાટ કોહલીએ બુધવારે ત્રીજી અને છેલ્લી વન-ડેમાં 63 રનની ઈનિંગમાં આ રેકોર્ડ કર્યો હતો.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
જેટ એરવેઝ છ મહિનામાં ફરી શરૂ કરવાની નવા માલિક જાલનની યોજના

જંગી ખોટના પગલે બંધ પડેલી જેટ એરવેઝને તેના નવા માલિક મુરારીલાલ જાલને આગામી છ માસમાં ફરી શરૂ કરવા કરવાની યોજના બનાવી છે. પ્રારંભમાં તે ડોમેસ્ટિક સેવા શરૂ કરાશે અને ત્યારબાદ યુરોપના દેશો અને વેસ્ટ એશિયાની ફ્લાઇટ્સ શરૂ કરાશે.

Read More...
ભારતની મોટા ભાગની હની બ્રાન્ડમાં ભેળસેળ થતો હોવાનો ઘટસ્ફોટઃ કંપનીઓએ આરોપ નકાર્યા

ભારતમાં મધની મોટા ભાગની બ્રાન્ડમાં ભેળસેળ થતું હોવાનો સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાર્યમેન્ટ (CSE) ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. સેન્ટરના જનરલ ડિરેક્ટર સુનીતા નારાયણે બુધવારે દાવો કર્યો હતો કે ભારતના બજારોમાં વેચાતા લગભગ તમામ હની બ્રાન્ડોમાં મોટા પ્રમાણમાં ભેળસેળ કરવામાં આવે છે.

Read More...
ભારત ખાતેના ભૂતપૂર્વ અમેરિકી એમ્બેસેડર રિચાર્ડ વર્મા માસ્ટરકાર્ડમાં જોડાયા

ભારત ખાતેના ભૂતપૂર્વ અમેરિકી એમ્બેસેડર રિચાર્ડ વર્મા અગ્રણી ફાઇનાન્શિયલ સર્વિસ કંપની માસ્ટરકાર્ડમાં જોડાયા છે. તેઓ ગ્લોબલ પબ્લિક પોલિસી એન્ડ રેગ્યુલેટરી અફેર્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટનો હોદ્દો સંભાળશે. રિચાર્ડ વર્મા કેનેડામાં જન્મેલા ઇન્ડિયન અમેરિકન છે.

Read More...
ઓરોબિંદો ફાર્માએ 550 મિલિયન ડોલરમાં અમેરિકા ખાતેની પેટાકંપની નેટ્રોલનું વેચાણ કર્યું

ભારતની અગ્રણી ફાર્મા કંપની ઓરોબિંદો ફાર્માએ તેની અમેરિકા ખાતેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની નેટ્રોલ એલએલસીનું પ્રાઇવેટ ઇક્વિટી કંપની ન્યૂ માઉન્ટેન કેપિટલને વેચાણ કરવાની પ્રક્રિયા પૂરી કરી છે. આ વર્ષના ઓક્ટોબરમાં ઓરોબિંદો ફાર્માએ જાહેરાત કરી હતી કે તેને આશરે 550 મિલિયન ડોલરમાં ન્યૂ માઉન્ટેન કેપિટલને નેટ્રોલ એલએલસીનું વેચાણ કરવાની સમજૂતી કરી છે.

Read More...
અમેરિકાની ફાસ્ટ ફૂડ ચેઇન વેન્ડિઝ ભારતમાં 250 ક્લાઉડ કિચન ખોલશે

અમેરિકાની ફાસ્ટ-ફૂડ ચેઇન વેન્ડિઝ કંપનીએ ભારતમાં 250 સુધીના ક્લાઉડ કિચન સ્થાપવા માટે રિબેલ ફૂડ્સ સાથે સમજૂતી કરી છે. આ સમજૂતીના ભાગરૂપે રિબેલ ફૂડ્સ વેન્ડિઝની ભારત ખાતેની માસ્ટર ફ્રેન્ચાઇઝી સીયેરા નેવાડા રેસ્ટોરાં સાથે ભાગીદારી કરશે.

Read More...
  Entertainment

અજય દેવગણની ફિલ્મ ‘નામ’ 16 વર્ષ બાદ હવે રીલીઝ થશે

તાજેતરમાં જ અનીસ બાઝમીની દસ વર્ષ જૂની ફિલ્મ ઇટ્સ માય લાઇફ ટીવી પર રિલીઝ કરાઈ હતી. જેમાં હરનામ બાવેજા અને જેનેલિયા ડીસોઝાએ લીડ રોલ કર્યો હતો. હવે અનીસ બાઝમીને વધુ એક ફિલ્મ રિલીઝ થઈ રહી છે.
2004માં એટલે કે 16 વર્ષ અગાઉ અનીસે એક ફિલ્મ બનાવી હતી. અજય દેવગણને લઈને તેણે ફિલ્મ ‘નામ’ બનાવી હતી. આ ‘નામ’ ફિલ્મનું શૂટિંગ થઈ ગયું હતું. તે એક સસ્પેન્સ થ્રિલર છે. આ ફિલ્મનું શરૂઆતમાં નામ હતું ‘બેનામ’ પણ પાછળથી તેને બદલીને ‘નામ’ રાખવામાં આવ્યું.

Read More...

રામગોપાલ વર્માની નવી ફિલ્મ ‘કોરોના વાયરસ’

વિશ્વભરમાં કોરોનાનો આતંક છવાયેલો છે. આ દરમિયાન બોલિવૂડના પ્રસિદ્ધ નિર્દેશક રામગોપાલ વર્મા એક નવી સાઉથ ઇન્ડિયન ફિલ્મ ‘કોરોના વાયરસ’ લઇને આવ્યા છે. આ ફિલ્મનું ટ્રેલર તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યું છે. રામગોપાલે આ ફિલ્મમાં કોરોના વાયરસનો ડર રિયલ લાઇફમાં કેવો છે, તે બતાવવાનો પ્રયાસ કર્યો છે. ટ્રેલર આવતાં જ સોશિયલ મીડિયામાં છવાઇ ગયો છે.

Read More...

સારા અલી ખાન સાથી કલાકારો સાથે સરખામણી કરતી નથી

અભિનેત્રી સારા અલી ખાને તાજેતરમાં જણાવ્યું હતું કે, તે ફિલ્મોમાં તેના સાથી કલાકારોની સાથે તેની સરખામણી કરતી નથી. આ અભિનેત્રીને એક ઇન્ટરવ્યૂમાં ‘કુલી નંબર ૧’ અને રોહિત શેટ્ટીની ‘સિમ્બા’માં તેનાં પાત્રો ટૂંકા હોવા વિશે સવાલ કરાયો હતો તો તેણે કહ્યું હતું કે, ‘જ્યારે તમે રણવીર સિંઘ અને વરુણ ધવન જેવા કલાકારોની સાથે કામ કરી રહ્યા હોય ત્યારે તમારી કોઈ હેસિયત નથી હોતી કે, તમે પાત્રોની લંબાઈના મામલે તેમની સાથે સરખામણી કરો.

Read More...

નિક જોનાસ સવારના પહોરમાં પ્રિયંકાનો ચહેરો નિરખ્યા કરે છે

પ્રિયંકા ચોપડા અને નિક જોનાસની જોડીએ આજથી બરાબર 2 વર્ષ પહેલાં 1 ડિસેમ્બર 2018ના રોજ લગ્ન કર્યા હતા. આ કપલનું ફેન-ફોલોઇંગ સમગ્ર વિશ્વમાં છે. પ્રિયંકા ચોપડા અને નિક જોનાસની મુલાકાત 2017માં યુએસમાં એક ફંક્શન દરમિયાન થઈ હતી. આ પછી, બંનેએ ડેટિંગ શરૂ કરી અને થોડા મહિના પછી લગ્ન કરી લીધા.

Read More...

બાળપણમાં મેથ્સ ટીચરે કવિતા કૌશિક સાથે અડપલાં કર્યા હતા

બિગબોસમાં મજબૂતી સાથે પ્રતિસ્પર્ધા પૂરી પાડી રહેલી ટીવી અભિનેત્રી કવિતા કૌશિકે તાજેતરમાં પોતાની જિંદગીને કેટલાક વણઉકલ્યા રહસ્યો ઉપરથી પડદો ઉપાડયો હતો. બિગબોસની આ ગેમ દરમિયાન દરેક કન્ટેસ્ટન્ટને એક ઈમ્યુનિટી સ્ટોન આપવામાં આવતો હતો. આ સ્ટોન મેળવવા માટે દરેકે પોતાની જિંદગીનું એક ડાર્ક સિક્રેટ કહેવાનું હતું.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store