પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતમાં મધની મોટા ભાગની બ્રાન્ડમાં ભેળસેળ થતું હોવાનો સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાર્યમેન્ટ (CSE) ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. સેન્ટરના જનરલ ડિરેક્ટર સુનીતા નારાયણે બુધવારે દાવો કર્યો હતો કે ભારતના બજારોમાં વેચાતા લગભગ તમામ હની બ્રાન્ડોમાં મોટા પ્રમાણમાં ભેળસેળ કરવામાં આવે છે. મધમાં મિલાવટ માટે શુગર સિરપનો ઉપયોગ કરાય છે.

CSEના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ડાબર, પતંજલી અને ઇમામી સહિતની મોટા ભાગની અગણી બ્રાન્ડ ભેળસેળવાળું મધ વેચે છે. આ બ્રાન્ડ વિદેશી લેબોરેટરીમાં શુદ્ધતાના ટેસ્ટમાં નિષ્ફળ રહી છે. 13માંથી 10 બ્રાન્ડ આ ટેસ્ટમાં નિષ્ફળ રહી હતી. જોકે આ કંપનીઓએ આ આક્ષેપનો ઇનકાર કર્યો હતો. ડાબરે જણાવ્યું હતું કે તાજેતરના અહેવાલો અમારી બ્રાન્ડને છાપને ખરડવાનો ખરાબ હેતુ ધરાવે છે. પતંજલીના આચાર્ચ બાલક્રિષ્નને પણ આ અહેવાલને ભારતની નેચરલ હની ઇન્ડસ્ટ્રીઝને છબી ખરડવાનું કાવતરુ ગણાવ્યું હતું.
ઉલ્લેખનિય છે કે, આ સંસ્થાએ વર્ષ 2003થી 2006 દરમિયાન સોફ્ટ ડ્રિંકમાં કિટનાશકની હાજરી હોવાનો ખુલાસો કર્યો હતો. સુનીતા નારાયણે કહ્યુ કે, શહેરોમાં શુગર સિરપની મિલાવટ ફ્રૂડ ફ્રોડ છે છે. તે 2003 અને 2006માં CSE દ્વારા સોફ્ટ ડ્રિંકમાં કરાયેલ મિલાવટની સરખામણીમાં વધારે વધારે જટિલ છે. હાલના સમયે લોકો જીવલેણ કોરોના વાયરસ સામે લડી રહ્યા છે અને રોગપ્રતિકાર ક્ષમતામાં વધારો કરવા માટે મઘનું સેવન કરી રહ્યા છે. CSEએ કહ્યું કે, આ રિપોર્ટ અને ભારત અને જર્મનની પ્રયોગશાળામાં થયેલ સંશોધનો પર આધારિત છે. 77 ટકા સેમ્પલમાં સુગર સિરપની ભેળસેળ મળી આવી છે.