(Photo by INDRANIL MUKHERJEE/AFP via Getty Images)

જંગી ખોટના પગલે બંધ પડેલી જેટ એરવેઝને તેના નવા માલિક મુરારીલાલ જાલને આગામી છ માસમાં ફરી શરૂ કરવા કરવાની યોજના બનાવી છે. પ્રારંભમાં તે ડોમેસ્ટિક સેવા શરૂ કરાશે અને ત્યારબાદ યુરોપના દેશો અને વેસ્ટ એશિયાની ફ્લાઇટ્સ શરૂ કરાશે. નિયમનકારી મંજૂરી મળ્યા બાદ તેને ફૂલ સર્વિસ એરલાઇન્સ તરીકે ચાલુ કરવાની યોજના છે.

આ એરલાઇન્સમાં 51 ટકા હિસ્સો કરીને જાલાને જેટ એરવેઝના માલિકી હક મેળવી લીધા હતા. નાણાકીય મુશ્કેલીમાં મુકાયા બાદ 2019ના એપ્રિલમાં આ એરવેઝ બંધ થતાં હજારો લોકો બેકાર બની ગયા હતા. જાલનના નિકટવર્તી વર્તુળોએ કહ્યા મુજબ 2021ના જૂન માસથી જેટનાં વિમાનો ફરી ઉડતાં થઇ જશે. જાલાન ઉપરાંત લંડનની ફાઇનાન્શિયલ એડવાઇઝરી કંપની કેલરોક કેપિટલ 14 ટકા શેર સાથે આ જેટ એરવેઝમાં ભાગીદાર છે.

મુરારીલાલ જાલન એમ જે ડેવલપર્સના માલિક છે અને ભારત ઉપરાંત યુનાઇટેડ આરબ અમીરાત, રશિયા અને ઉઝબેકિસ્તાનમાં તેમના બિઝનેસ છે. જેટના ખરીદવામાં બિઝનેસમેન મુરાલી લાલ જાલનના વડપણ હેઠળના કોન્સોર્ટિયમને સફળતા મળી હતી. આ કોન્સોર્ટિયમ આશરે 1,000 કરોડનું રોકાણ કરવા માગે છે.