What is 'Operation London Bridge'?

બ્રિટનના મહારાણીને પણ કોવિડ-19 સામે સુરક્ષા આપતી રસી “અઠવાડિયાની અંદર” મળવાની ધારણા છે. મહારાણી પણ લોકો રસી લે તે માટે લોકોને પ્રોત્સાહન આપવા રસી લઇ રહ્યા છે. સંભવત: વડા પ્રધાન તરફથી મહારાણી સાથેની તેમની નિયમિત સાપ્તાહિક વર્ચ્યુઅલ બેઠક દરમિયાન રસી લેવા માટે વિનંતી થઇ શકે છે. મહારાણી હાલમાં વિન્ડસર કાસલ ખાતે આઇસોલેશન પર રહે છે.

જો કે વરિષ્ઠ સૂત્રો જણાવે છે કે 94 વર્ષના મહારાણી અને 99 વર્ષના તેમના પતિ, ડ્યુક ઑફ ઑડિનબરા કોઇ “પ્રેફરન્શિયલ ટ્રીટમેન્ટ” મેળવશે નહીં અને રસી મેળવવા માટે પ્રથમ તબક્કામાં પોતાનો વારો આવે તે માટે લાઇનમાં રાહ જોશે.

94 વર્ષના  મહારાણીની વય જોતા તેઓ સૌથી વધુ જોખમ ધરાવતા લોકોના વય જૂથમાં આવે છે જેમને સૌ પ્રથમ કોવિડ રસી આપવામાં આવનાર છે. પરંતુ બકિંગહામ પેલેસે હજી સુધી રાણીના નિર્ણય અંગે જાહેરાત કરી નથી.

સરકારના મિનીસ્ટર્સ ખાસ કરીને મહારાણી વેક્સીન લેવાની જાહેરાત કરે તે માટે આતુર હોવાનું કહેવામાં આવે છે. જો તેઓ રસીનું ઈંજેક્શન લેશે તો આ નવી રસી સુરક્ષિત છે તેવો દેશને એક શક્તિશાળી સંદેશ મોકલશે.

શાહી પરિવારના સભ્યો માટેની તબીબી બાબતો નિયમિત રૂપે ખૂબ જ ખાનગી રાખવામાં આવે છે અને શાહી અધિકારીઓ મહારાણીના રસી બાબતના નિર્ણયને “ખૂબ જ વ્યક્તિગત” ગણી રહ્યા છે. તેમણે રસી લગાવી છે કે નહીં તે જાહેર કરવું કે નહીં તેનો નિર્ણય રાણી પર રહેશે. પરંતુ કદાચ રાણી આ કિસ્સામાં પ્રોટોકોલથી તોડવાનું નક્કી કરી શકે છે અને તેમના વિશે કેટલીક માહિતી પ્રકાશિત કરશે.

તેમણે પ્રિન્સ ચાર્લ્સ અને પ્રિન્સેસ એન બાળકો હતા ત્યારે પોલિયો સામે સુરક્ષિત કરાયા હતા તેની જાહેરાત કરી હતી.