(Photo by Daniel Kalisz/Getty Images)

વિરાહ કોહલીએ વન-ડેમાં સૌથી ઝડપથી 12000 રનનો વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. આ પહેલા સચિન તેંડુલકરના નામે આ રેકોર્ડ હતો.
વિરાટ કોહલીએ બુધવારે ત્રીજી અને છેલ્લી વન-ડેમાં 63 રનની ઈનિંગમાં આ રેકોર્ડ કર્યો હતો.

તેણે 242મી ઈનિંગમાં 12000 રન કર્યા હતા. સચિન તેડુંલકરે 300 વન-ડેમાં આ રેકોર્ડ કર્યો હતો. કોહલી વન-ડેમાં 12000 રન કરનાર વિશ્વનો છઠ્ઠો ખેલાડી છે. તે પહેલા સચિન, રીકી પોન્ટિંગ, કુમાર સંગકારા અને સનત જયસૂર્યા 12000 થી વધારે રન કરી ચૂક્યા છે.
જો કે, સચિન 300 ઈનિંગ, પોન્ટિંગ 314, સંગકારા 336, જયસૂર્યા 379 અને જયવર્ધને 399 ઈનિંગમાં આ મંઝિલે પહોંચ્યા હતા.