Vol. 3 No. 255 About   |   Contact   |   Advertise 1st July 2021


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
એશિયનો ઉપર કોવિડનું જોખમ યથાવત

18 કે તેથી વધુ ઉંમરના ત્રણ દક્ષિણ એશિયનોમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ હજી પણ કોવિડ વાઇરસથી સુરક્ષિત નથી એમ ગરવી ગુજરાત જાહેર કરી શકે છે. લઘુમતી સમુદાયોને રસી લેવા રાજી કરવા સરકારે “સંગઠિત સમુદાયની આગેવાની હેઠળ પ્રયત્નો” કર્યા હોવા છતાં, તાજેતરના આંકડા દર્શાવે છે કે આશરે 67 ટકા એશિયન બ્રિટીશ કે એશિયન લોકોએ પ્રથમ રસી લીધી છે, જ્યારે 43 ટકાથી ઓછી વ્યક્તિઓએ બન્ને રસી લીધી હતી.

Read More...
અમેરિકામાં બે લાખ યુવા માઈગ્રન્ટ્સ માથે એક્સ્ટ્રાડિશનનું જોખમ તોળાય છે

અમેરિકાના વગદાર સંસદ સભ્યોએ ગ્રીનકાર્ડ વેઇટીંગ લિસ્ટમાં રાહ જોઈ રહેલા એચ-1બી વીઝાધારકોના અંદાજે 200,000 જેટલા સંતાનોને એકસ્ટ્રાડિશન (દેશનિકાલ) થી બચાવવા જરૂરી પગલાં લેવા બાઇડેન વહીવટીતંત્રને અનુરોધ કર્યો છે.

Read More...
જમશેદજી ટાટા વિશ્વના સૌથી મોટા દાનવીર, 102 બિલિયન ડોલર્સની સખાવત કરી

ભારતમાં ઉદ્યોગોના ભિષ્મ પિતામહ ગણાતા જમસેતજી ટાટા છેલ્લા 100 વર્ષમાં વિશ્વમાંના સૌથી મોટા દાનવીર રહ્યા છે અને તેમણે કુલ 102 બિલિયન અમેરિકન ડોલર્સ જેટલી જંગી રકમની સખાવત કરી હોવાનું હુરૂન રીપોર્ટ અને એડેલગિવ ફાઉન્ડેશને તૈયાર કરેલી યાદીમાં જણાવાયું છે.

Read More...
પેલેસમાં વંશીય લઘુમતી કર્મચારીઓની સંખ્યા વધારાશે

રાણી વધુ વંશીય લઘુમતી કર્મચારીઓ તરીકે નિમણૂક કરવા ઇચ્છતા હોવાનું જણાવતા બકિંગહામ પેલેસે સ્વીકાર્યું છે કે, રાજવી પરિવારમાં વિવિધતામાં સુધારો કરવા માટે તેમને વધારવા જોઇએ જ.

Read More...
હેન્કોકનું રાજીનામુ, સાજિદ જાવિદ નવા હેલ્થ સેક્રેટરી નિમાયા

કોરોનાવાઇરસ પ્રતિબંધ હોવા છતાં ડીપાર્ટમેન્ટ ફોર હેલ્થ એન્ડ સોસ્યલ કેર વિભાગમાં સહાયક તરીકે કામ કરતા નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જીના કોલાડાન્જેલોને ચુંબન કરતો વીડિયો ફૂટેજ બહાર આવ્યા પછી મેટ હેનકોકે હેલ્થ સેક્રેટરી તરીકે રાજીનામું આપવાની ઘોષણા કરી હતી.

Read More...
ભારતના મિલિટરી બેઝ પર પ્રથમ વખત ડ્રોનથી હુમલો

ભારતના મિલિટરી બેઝ પર સૌ પ્રથમ વખત ડ્રોનનો ઉપયોગ કરીને રવિવારે ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યો હોવાની શક્યતા છે.

Read More...
બદનક્ષી કેસમાં રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં હાજર થયા

બદનક્ષી કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુરુવારે સુરતની મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થયા હતા. રાહુલ ગાંધીના નિવેદન બાદ કોર્ટે આ કેસની સુનાવણી હવે 12 જુલાઈ સુધી મોકૂફ રાખી હતી.

Read More...
સુરતના હીરા ઉદ્યોગપતિ મહેશ સવાણી AAPમાં જોડાયા

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની 2022ની પહેલા સુરતના બિઝનેસમેન અને સમાજસેવક મહેશ સવાણી રવિવારે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

Read More...
ગુજરાતમાં થિએટર, મલ્ટિપ્લેક્સ ખોલવાની મંજૂરી, નાઇટ કરફ્યુના સમયમાં ઘટાડો

કોરોનાના કેસમાં મોટા ઘટાડાને કારણે ગુજરાત સરકારે ગુરુવારે સિનેમાઘર,મલ્ટીપ્લેકસ અને ઓડિટોરિયમ, લાયબ્રેરી ખોલવાની મંજૂરી આપી હતી અને નાઇટ કરફ્યુમાં રાહત આપી હતી.

Read More...
ગુજરાતમાં રસીકરણ મહાઅભિયાનનો ફિયાસ્કોઃ ઠેરઠેર “નો વેક્સીન”ના પાટિયા

ગુજરાતમાં 21 જૂનથી પૂરજોશમાં શરૂ કરવામાં આવેલું વેક્સિન અભિયાન હવે વેક્સીનની અછતને કારણે ધીમું પડ્યું છે. રાજ્યમાં 21 જૂનથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે પણ વોક ઈન વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ હવે રાજ્યમાં વેક્સિનની અછતને પગલે વેક્સિનનેશન મહાઅભિયાનનો ફિયાસ્કો બોલાઈ રહ્યો છે.

Read More...

  Sports
ટી-૨૦ વર્લ્ડ કપ ઓક્ટોબર-નવેમ્બરમાં યુએઈ, ઓમાનમાં રમાશે

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ અને ભારતીય ક્રિકેટ બોર્ડે આ વર્ષે ટી-૨૦ વર્લ્ડ કપ હવે ભારતના બદલે યુએઈમાં યોજવાનો નિર્ણય લીધો છે. ભારતમાં આ વર્ષે આઈપીએલ શરૂ કર્યા પછી કોરોના વાઈરસના રોગચાળાના પગલે અધુરી મુકવી પડી હતી અને હવે તેની બાકીની મેચ પણ ભારતીય ક્રિકેટ બોર્ડે યુએઈમાં યોજવાનું નક્કી કર્યું છે.

Read More...
ભારતનો કારમો પરાજય, ન્યૂઝીલેન્ડ વર્લ્ડ ટેસ્ટ ક્રિકેટ ચેમ્પિયન

ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં છેલ્લા દિવસે કંગાળ બેટિંગ કરી લગભગ બચાવી શકાય તેવી મેચમાં ધબડકો વાળી ન્યૂઝિલેન્ડનો 8 વિકેટે વિજય આસાન બનાવ્યો હતો અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રનર્સ અપનો ખિતાબ લીધો હતો.

Read More...
વિમ્બલ્ડનમાં આ વખતે સાનિયા મિર્ઝા ભારતની એકમાત્ર સ્પર્ધક

વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિનશિપ્સનો લંડનમાં 28 જુનને સોમવારથી આરંભ થઈ ગયો છે. આ વર્ષે આ ગ્રાન્ડ સ્લેમ ટેનિસ સ્પર્ધામાં ભારતની એકમાત્ર સ્પર્ધક તરીકે સાનિયા મિર્ઝા મહિલા ડબલ્સમાં છે.

Read More...
તીરંદાજ દીપિકા કુમારીએ વર્લ્ડ કપમાં એક જ દિવસમાં ત્રણ ગોલ્ડ મેડલ હાંસલ કર્યા

ભારતની ટોચની તીરંદાજ દીપિકા કુમારીએ પેરિસમાં ચાલી રહેલા તીરંદાજીના વર્લ્ડ કપના સ્ટેજ થ્રીમાં ધમાકેદાર દેખાવ કરી એક જ દિવસમા ત્રણ ગોલ્ડ મેડલ મેળવી એક નવો જ રેકોર્ડ સર્જ્યો હતો.

Read More...
અભિષેક વર્માનો બે વર્લ્ડ કપમાં ગોલ્ડનો રેકોર્ડ

ભારતના અભિષેક વર્માએ પેરિસ તીરંદાજી વર્લ્ડ કપ સ્ટેજ થ્રીમાં પુરુષોની કમ્પાઉન્ડ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી ઈતિહાસ સર્જ્યો છે. બે અલગ-અલગ વર્લ્ડ કપમાં કમ્પાઉન્ડ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનારો તે સૌપ્રથમ ભારતીય તીરંદાજ બન્યો છે.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સીની કુલ રૂ.18,170 કરોડની સંપત્તિ જપ્ત, બેન્કોની 40% રકમ રિકવર થઈ

ભારતમાં કૌભાંડ કરીને વિદેશમાં ભાગી ગયેલા બિઝનેસમેન વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સીની અત્યાર સુધી કુલ રૂ.18,170.02 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે, તેમાંથી રૂ. 9,041.5 કરોડની સંપત્તિ જાહેર ક્ષેત્રોની બેન્કોને ટ્રાન્સફર કરવામાં આવી છે. આનાથી બેન્કોને કૌભાંડને કારણે થયેલા નુકસાનની વસૂલ કરવામાં મદદ મળશે, એમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ બુધવારે જણાવ્યું હતું.
આ ત્રિપુટીના બેન્કોમાં કુલ રૂ. 22,000 કરોડનું કૌભાંડ આચર્યું હતું. જેમાંથી 40 ટકા રકમ રિકવર થઈ છે. આ ગતિવિધી અંગે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સિતારામને જણાવ્યું હતું કે ભાગેડુ અને આર્થિક ગુનેગારો સામે કાર્યકારી ચાલુ રહેશે, તેમની સંપત્તિ જપ્ત કરાઈ છે અને બાકી લેણાની વસૂલાત થઈ છે.

Read More...
સાઉદી અરામકોના ચેરમેન રિલાયન્સના બોર્ડમાં સામેલ થશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથેની આશરે 15 બિલિયન ડોલરની ડીલના ભાગરૂપે સાઉદી અરામકોના ચેરમેન અને સાઉદી અરેબિયાના વેલ્થ ફંડ PIFના વડા યાસિર ઓથમન અલ રૂમાય્યન સ્વતંત્ર ડિરેક્ટર તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડમાં સામેલ થશે. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ ગુરુવારે, 24 જૂને કંપનીની 44મી વાર્ષિક સામાન્ય સભામાં આ અંગેની જાહેરાત કરી હતી.

Read More...
યુ.કે.ની કોર્ટે નીરવ મોદીની ભારતમાં પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી

બ્રિટનની હાઇ કોર્ટે ભારતના ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીની પ્રત્યાર્પણ સામેની અરજીને ફગાવી દીધી છે. ભારતમાં પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)માં આશરે 2 બિલિયન ડોલરના કૌભાંડના કેસમાં બ્રિટનના ગૃહપ્રધાન પ્રીતિ પટેલે નીરવ મોદીનું ભારતમાં પ્રત્યાર્પણ કરવાનો એપ્રિલમાં આદેશ આપ્યો હતો.
ગૃહપ્રધાનના આદેશ સામે અથવા વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના ફેબ્રુઆરીના ચુકાદા સામે અપીલ કરવાનો કોઇ દસ્તાવેજી આધાર છે કે નહીં તેનો નિર્ણય કરવા માટે હાઇ કોર્ટમાં અપીલ થઈ હતી.

Read More...
અમેરિકાના પીઇ ફંડે ગુજરાતની વિની કોસ્મેટિક્સનો બહુમતી હિસ્સો ખરીદ્યો

અમેરિકા સ્થિત પ્રાઇવેટ ઇક્વિટી ફંડ KKR ગુજરાત સ્થિત વિની કોસ્મેટિક્સમાં 54 ટકા હિસ્સો ખરીદવા માટે 625 મિલિયન ડોલર (આશરે રૂ. 4,600 કરોડ)નું રોકાણ કરશે. વિની કોસ્મેટિક્સ ભારતની સૌથી મોટી ડિઓડરન્ટ બ્રાન્ડ ફોગની માલિક છે. આ સોદામાં વિની કોસ્મેટિક્સનું મૂલ્ય આશરે રૂ.8,500 કરોડ આંકવામાં આવ્યું છે.
સત્તાવાર નિવેદન અનુસાર પ્રાઇવેટ ઇક્વિટી કંપનીએ આ સોદા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે અંતર્ગત કંપનીના સ્થાપકો દર્શન પટેલ અને દિપમ પટેલ અને સિક્વોયા કેપિટલના તેમનો હિસ્સો વેચશે.

Read More...
બિલ ગેટ્સ ફાઉન્ડેશનના ટ્રસ્ટીપદેથી વોરેન બફેટનું રાજીનામું

બિલિયોનેર ઇન્વેસ્ટર વોરેન બફેટે બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના ટ્રસ્ટી પદેથી રાજીનામું આપ્યું છે. આ ફાઉન્ડેશનો વિશ્વના સૌથી મોટા ખાનગી ચેરિટેબલ ઓર્ગેનાઇઝેશન્સમાં સમાવેશ થાય છે.
બફેટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વર્ષોથી હું મારા ફંડના એકમાત્ર લાભાર્થી બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનો ટ્રસ્ટ હતો. મે બર્કશાયર સિવાયના તમામ કોર્પોરેટ બોર્ડમાં કર્યું છે તેમ આ ફાઉન્ડેશનમાંથી પણ હવે રાજીનામું આપું છું.

Read More...
  Entertainment

અક્ષયની ‘પૃથ્વીરાજ’ વિવાદોમાં ફસાઈ

અક્ષયકુમારની નવી ફિલ્મ ‘પૃથ્વીરાજ’ના નામ અંગે વિવાદ ઊભો થયો છે. તાજેતરમાં ચંદિગઢમાં અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના કાર્યકરોએ પ્રદર્શન કરી દિગ્દર્શક ચંદ્રપ્રકાશ દ્વિવેદી, નિર્માતા આદિત્ય ચોપરા સાથે મુખ્ય અભિનેતા અક્ષયકુમારના પૂતળાં બાળ્યા હતા. અને હવે સંસ્થાના કાર્યકરોએ એવી માગ કરી છે કે ફિલ્મનું નામ માત્ર ‘પૃથ્વીરાજ’ નહીં પરંતુ ‘હિન્દુસમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ’ અથવા ‘મહારાણા પૃથ્વીરાજ ચૌહાણ’ હોવું જોઈએ, કારણ કે પૃથ્વીરાજ ચૌહાણ જ છેલ્લા હિન્દુસમ્રાટ હતા. આથી તેમના નામને સંપૂર્ણ સન્માન મળવું જોઈએ.

Read More...

સલીમ-જાવેદ પર ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનશે

1970ના દાયકામાં ભારતમાં એક-એકથી ચડિયાતી હિન્દી ફિલ્મો બની હતી, તેના કથાનક પણ એટલા જ આકર્ષક હતા. આ ફિલ્મના કથાનક લખનાર સુપરહિટ લેખકોની જોડી સલીમખાન અને જાવેદ અખ્તરની હતી. હવે આ જોડી પર એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવવાનું આયોજન થઇ રહ્યું છે.

Read More...

સની લિયોની LAનો પોતાનો બંગલો વેચશે

આજના બોલીવૂડની હોટ અભિનેત્રી સની લિયોની અમેરિકાના લોસ એન્જલસ (એલએ)માં બંગલો ધરાવે છે. તેણે ભારતમાં મોટા બજેટની ફિલ્મોમાં પોતાના ડાન્સના જલવા દેખાડયા છે અને ઘણા શોમાં પણ કામ કરી રહી છે. સનીએ થોડા સમય અગાઉ મુંબઇમાં રૂ. ૧૬ કરોડનું ઘર ખરીદ્યું છે જેમાં તે ઝડપથી રહેવા જવા ઇચ્છે છે.

Read More...

મોંઘેરી આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટની નવી ફિલ્મ આરઆરઆરનું પોસ્ટર તાજેતરમાં પ્રકાશિક થયું હતું. આ પોસ્ટરમાં આલિયા લીલા રંગની સાડીમાં જોવા મળી હતી. આ દક્ષિણ ભારતીય ફિલ્મ છે, જેના દ્વારા આલિયા પ્રથમ વખત દક્ષિણની ફિલ્મોમાં પદાર્પણ કરી રહી છે.

Read More...

પુત્રની વહારે જેકી શ્રોફ

જેકી શ્રોફનો પુત્ર ટાઇગર અને દિશા પટની પોતાના અંગત સંબંધોને કારણે ચર્ચાના કેન્દ્રમાં છે. તેઓ અનેકવાર જાહેરમાં સાથે જોવા મળે છે. તેમનો સંબંધ કેવો છે તે અંગે ખુદ જેકી શ્રોફે સ્પષ્ટતા કરી છે. આ અંગે તાજેતરમાં જેકીએ જણાવ્યું હતું કે, તેનો પુત્ર ટાઇગર 25 વર્ષનો હતો ત્યારથી ડેટિંગ કરી રહ્યો છે. ટાઇગર અને દિશા બહુ સારા મિત્રો છે. જોકે હું નથી જાણતો કે તેમણે પોતાના ભવિષ્ય માટે શું નિર્ણય લીધો છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store