રાણી વધુ વંશીય લઘુમતી કર્મચારીઓ તરીકે નિમણૂક કરવા ઇચ્છતા હોવાનું જણાવતા બકિંગહામ પેલેસે સ્વીકાર્યું છે કે, રાજવી પરિવારમાં વિવિધતામાં સુધારો કરવા માટે તેમને વધારવા જોઇએ જ.
માર્ચ મહિનામાં ટેલિવિઝન પર ઓપ્રા વિનફ્રે સાથેના ઇન્ટર્વ્યૂમાં ડ્યૂક અને ડચેઝ ઓફ સસેક્સે રંગભેદના આરોપો કર્યા પછી પેલેસ દ્વારા તાજેતરમાં પ્રથમવાર લઘુમતી કર્મચારીઓ અંગેના આંકડા જાહેર કર્યા છે.
રાજવી પરિવારના વર્ષ 2020-21ના આંકડાઓ દર્શાવે છે કે, તેમના કર્મચારીઓમાં વંશીય લઘુમતીઓની સંખ્યા 8.5 ટકા હતી. આવતા વર્ષના અંત સુધીમાં તેમનો લક્ષ્યાંક આ સંખ્યા વધારીને 10 ટકા કરવાનો છે. વર્ષ 2011ની વસતી ગણતરી મુજબ યુકેની વસતીમાં અંદાજે 13 ટકા લોકો વંશીય લઘુમતી સમૂદાયના છે.
રાણી પરિવારે પણ ગત વર્ષની શરૂઆતમાં પોતાની વૈવિધ્યતાની વ્યૂહરચનામાં ફેરફાર કરીને એક કરી હતી, જેમાં સક્રિય રીતે સમાવેશક મહત્ત્વ પર ભાર મુકવામાં આવ્યો હતો.
પેલેસના વરિષ્ઠ સૂત્રોએ જણાવ્યું હતું કે, પરિવાર દ્વારા જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે તેમાં છૂપાવવાનું કંઇ નથી, અને ભવિષ્યમાં જો તેમાં કોઇ પ્રગતિ નહીં થાય તો તેને જવાબદાર બનાવવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારા પ્રયત્નો હોવા છતાં અમારે જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચ્યા નથી. એવું નથી કે, અમે આ સમય દરમિયાન વિવિધતા અને સમાવેશકની પહેલને આગળ નથી વધારતા, પરંતુ અમે જે પરિણામ ઇચ્છતા હતા તે મળ્યું નથી.
પેલેસ ખાતે પત્રકારોને માહિતી આપતા સૂત્રએ વધુમાં જણાવ્યું હતું કે, અમે સંપૂર્ણ અપેક્ષા રાખીએ છીએ કે તમે પાછા આવો અને અમે કરેલી પ્રગતિ માટે અમને જવાબદાર બનીશું. અને જો અમે પ્રગતિ નહીં કરીએ, તો અમારે શા માટે તે નથી થઇ શક્યું તે સમજાવવું પડશે.
પેલેસ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું હતું કે, આરોપ અંગે એક સ્વતંત્ર લો ફર્મ દ્વારા સમીક્ષા કરવામાં આવી રહી છે, જે અખબારમાં જાહેર થયું છે, કે ડચેઝ ઓફ સસેક્સના કર્મચારીઓને ખાનગી રીતે નાણા આપવામાં આવતા હતા.
પેલેસે રાણી વતી જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું છે કે, જે બાબતો સામે આવી છે તેનું એક પરિવારની જેમ ખાનગીમાં નિરાકરણ લાવવામાં આવશે, પરંતુ કેટલીક બાબતો જુદી હોઇ શકે છે. ડ્યૂક ઓફ કેમ્બ્રિજ, એવા પ્રથમ રાજવી હતા, જેમણે આ આરોપને સક્રિયતાથી ફગાવીને કહ્યું હતું કે, અમે જરા પણ વંશવાદી પરિવાર નથી.’