(Photo by FRANCOIS XAVIER MARIT/AFP via Getty Images)

વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિનશિપ્સનો લંડનમાં 28 જુનને સોમવારથી આરંભ થઈ ગયો છે. આ વર્ષે આ ગ્રાન્ડ સ્લેમ ટેનિસ સ્પર્ધામાં ભારતની એકમાત્ર સ્પર્ધક તરીકે સાનિયા મિર્ઝા મહિલા ડબલ્સમાં છે. પુરૂષોની કે મહિલાઓની સિંગલ્સમાં એકપણ ભારતીય ખેલાડી મુખ્ય ડ્રો માટે ક્વોલિફાઈ થઈ શક્યા નથી. અંકિતા રૈના અને રામકુમાર રામનાથન ક્વોલિફાઈંગ સ્ટેજમાં જ પરાજયના પગલે બહાર નિકળી ગયા છે.