(Photo by Dean Alberga/Handout/World Archery Federation via Getty Images )

ભારતના અભિષેક વર્માએ પેરિસ તીરંદાજી વર્લ્ડ કપ સ્ટેજ થ્રીમાં પુરુષોની કમ્પાઉન્ડ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી ઈતિહાસ સર્જ્યો છે. બે અલગ-અલગ વર્લ્ડ કપમાં કમ્પાઉન્ડ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનારો તે સૌપ્રથમ ભારતીય તીરંદાજ બન્યો છે.

અભિષેક વર્મા અને અમેરિકાના ક્રિસ સ્ચેર્ફનો સ્કોર ૧૪૮-૧૪૮થી બરોબરી પર રહેતા ટાઈ પડી હતી. તે પછી ગોલ્ડ મેડલ વિજેતાનો નિર્ણય શૂટ-ઓફથી લેવામાં આવ્યો હતો. અભિષેક વર્માએ તેમાં ૧૦નો સ્કોર કર્યો હતો. તેનો અમેરિકન હરિફ ૯નો સ્કોર મેળવી શક્યો હતો. અભિષેકે આ અગાઉ વર્ષ ૨૦૧૫માં પોલેન્ડમાં યોજાયેલા તીરંદાજીના વર્લ્ડ કપમાં આ જ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.