(Photo by JOHANNES EISELE/AFP via Getty Images)

બિલિયોનેર ઇન્વેસ્ટર વોરેન બફેટે બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના ટ્રસ્ટી પદેથી રાજીનામું આપ્યું છે. આ ફાઉન્ડેશનો વિશ્વના સૌથી મોટા ખાનગી ચેરિટેબલ ઓર્ગેનાઇઝેશન્સમાં સમાવેશ થાય છે.

બફેટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વર્ષોથી હું મારા ફંડના એકમાત્ર લાભાર્થી બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનો ટ્રસ્ટ હતો. મે બર્કશાયર સિવાયના તમામ કોર્પોરેટ બોર્ડમાં કર્યું છે તેમ આ ફાઉન્ડેશનમાંથી પણ હવે રાજીનામું આપું છું.
આ ફાઉન્ડેશનના સહ-સ્થાપકો બિલ ગેટ્સ અને તેમની પત્ની મેલિન્ડાએ 27 વર્ષના લગ્નજીવન બાદ મે મહિનામાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી, જોકે બંનેએ સખાવતી કાર્ય સાથે મળીને કરવાની પ્રતિબદ્ધતા આપી હતી.

છેલ્લાં બે દાયકામાં આશરે 50 બિલિયન ડોલરના ખર્ચ સાથે 21 વર્ષ જુનું આ ફાઉન્ડેશન વૈશ્વિક જાહેર આરોગ્યમાં પ્રભાવશાળી અને શક્તિશાળી પરિબળ બન્યું છે. બફેટે પોતાના મોત પહેલા તમામ સંપત્તિ દાન કરવાની યોજનાના ભાગરૂપે ગયા વર્ષે ગેટ્સ ફાઇન્ડેશનને બે બિલિયન ડોલરનું દાન કર્યું હતું. 90 વર્ષીય બફેટે માનવતાવાદી કાર્ય માટે 4.1 બિલિયન ડોલરનું દાન આપવાની જાહેરાત કરેલી છે.