(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

આજના બોલીવૂડની હોટ અભિનેત્રી સની લિયોની અમેરિકાના લોસ એન્જલસ (એલએ)માં બંગલો ધરાવે છે. તેણે ભારતમાં મોટા બજેટની ફિલ્મોમાં પોતાના ડાન્સના જલવા દેખાડયા છે અને ઘણા શોમાં પણ કામ કરી રહી છે. સનીએ થોડા સમય અગાઉ મુંબઇમાં રૂ. ૧૬ કરોડનું ઘર ખરીદ્યું છે જેમાં તે ઝડપથી રહેવા જવા ઇચ્છે છે. આ દરમિયના હવે જાણવા મળ્યું છે કે તે લોસ એન્જલસનો પોતાનો બંગલો વેચી રહી છે.

તેણે આ બંગલો છેલ્લા ઘણા મહિનાથી ભાડે આપ્યો છે. સનીના પતિએ પોતાના જ એક ઓળખીતા વ્યક્તિને જ આ બંગલો ભાડે આપ્યો છે, જેની કિંમત અત્યારે અંદાજે રૂ. 34 કરોડ આંકવામાં આવે છે. સનીએ પોતાના 36મા જન્મ દિને જ આ ઘર ખરીદ્યું હતું. સનીનો આ વિલા શરમન ઓક્સમાં છે અને એક નાના પર્વત પર છે. આજુબાજુ જંગલની વચ્ચે તેમનો રાજમહેલ જેવો વિલા છે.

શર્મન ઓક્સ બેવર્લી હિલ્સ ફક્ત સનીના બંગલાની ૩૦ મિનીટના અંતરે જ છે. સનીના આ વિલામાં છ બેડરૂમ, પાંચ બાથરૂમ, એક સ્વિમિંગ પુલ, હોમ થિયેટર, એક ગાર્ડન અને એક આઉટડોર ડાઇનિંગ એરિયા છે. તેનો આ બંગલો 5705 સ્ક્વેર ફૂટ જમીન વિસ્તારમાં પથરાયેલો છે. તેના ઘરના આગળના ભાગમાં એક ગાર્ડન બનાવ્યું છે અને વિવિધ વૃક્ષ અને છોડ છે. સનીના આ ઘરની વિવિધ તસવીરો સોશિયલ મીડિયા પર ફરી રહી છે.