Vol. 3 No. 269 About   |   Contact   |   Advertise 14th October 2021


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
યુ.કે.માં કોરોનાનો ચેપ રોકવામાં વિલંબ આરોગ્ય મોરચે મોટી નિષ્ફળતાઃ સાંસદો

યુ.કે.ના સાંસદોએ કોરોના મહામારી અને તેને નિવારવામાં સરકારની કામગીરી અંગે રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું છે કે, કોરોના અટકાવવામાં થયેલો વિલંબ સૌથી ખરાબ જનઆરોગ્ય નિષ્ફળતા હતી. કોરોનાની સ્થિતિનો સામનો કરવા અને ચેપ દ્વારા હર્ડ ઇમ્યુનિટી હાંસલ કરવા જતા પ્રથમ લોકડાઉન જાહેર કરવામાં મોડું થયું હતું. એના કારણે પહેલો લોકડાઉન અમલમાં મુકવામાં વિલંબ થયો હતો અને તેના પગલે સંભવત્ હજ્જારો લોકોના મોત નિપજયા હતા.

Read More...
બ્રિટને ટ્રાવેલ એડવાઇઝરી અપડેટ કરીઃ 32 દેશોમાં આવશ્યક ટ્રાવેલના નિયંત્રણો દૂર કર્યા

જાહેર આરોગ્યના કારણોસર આવશ્યક ટ્રાવેલ માટે યુકે સરકારે ટ્રાવેલ એડવાઇઝરી બુધવારે (6 ઓક્ટોબર) અપડેટ કરી છે અને તેમાં બાંગ્લાદેશ, મલેશિયા સહિતના 32 દેશો માટે કોરોના સંબંધિત નિયંત્રણો હટાવી દેવામાં આવ્યા છે.

Read More...
ભારત 15 ઓક્ટોબરથી વિદેશી ટુરિસ્ટને પ્રવેશની છૂટ આપશે

ભારતે 15 ઓક્ટોબરથી વિદેશી પ્રવાસીઓને દેશમાં પ્રવેશવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. 15 ઓક્ટોબરથી ચાર્ટર્ડ ફ્લાઇટમાં આવતા પ્રવાસીઓને ભારતના ટુરિસ્ટ વિઝા આપવાનું ચાલુ કરાશે.

Read More...
ગૃહપ્રધાન પ્રીતિ પટેલે ગુનામાં ઘટાડો કરવા શ્રેણીબદ્ધ પગલાં જાહેર કર્યા

બ્રિટનના હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે ગુરુવારે ગુનાઓમાં ઘટાડો કરવા શ્રેણીબદ્ધ પગલાંની જાહેરાત કરી છે. હાઇવે પરના વાહનવ્યવહારને ખોરવી નાંખતા દેખાવકારો સામે આકરી પેનલ્ટી, મહિલાઓ સામેના ગુના માટે આકરા પગલાં અને ગુનેગારોના ડ્રગ્સ ટેસ્ટિંગમાં વધારો સહિતના પગલાંની જાહેરાત કરવામાં આવી છે.

Read More...
60,000 લોકોના મૃત્યુના ડરથી યુકેમાં ફલૂની રસી લેવા લોકોને અપીલ

આકરા શિયાળાના કારણે 60,000 લોકોના મોત થઈ શકે તેવી શક્યતાના કારણે આરોગ્ય અધિકારીઓએ ફલૂની રસી લેવા લોકોને અપીલ કરી છે. ગયા વર્ષે ફલૂના કેટલાક કેસ નોંધાયા બાદ ડોક્ટરોએ ચેતવણી આપી હતી.

Read More...
ડો. નિક કોટેચા ટોપ 50 મોસ્ટ એમ્બિશિયસ બિઝનેસ લીડર્સમાં સામેલ થયા

મોર્નિંગસાઇડ ફાર્માસ્યુટિકલ્સ અને રેન્ડલ ચેરિટેબલ ફાઉન્ડેશનના ચેરમેન ડો. નિક કોટેચા OBEએ LDCની 2021ની ટોપ 50 મોસ્ટ એમ્બિશિયસ બિઝનેસ લીડર્સની યાદીમાં સ્થાન હાંસલ કર્યું છે.

Read More...
જોન્સન-મોદી વચ્ચે ટેલિફોનિક વાતચીતઃ વેક્સિન સર્ટિફિકેટ, ક્લાઇમેટ, ટ્રેડ મુદ્દ ચર્ચા

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન વચ્ચે સોમવારે ટેલિફોન પર વાતચીત થઈ હતી. બંને નેતાએ યુકે દ્વારા ભારતના વેક્સિન સર્ટિફિકેટને માન્યતાને આવકારી હતી

Read More...
બ્રિટન ઝુક્યુંઃ ભારતીયોએ 11 ઓક્ટોબરથી યુકેમાં ક્વોરેન્ટાઇન નહીં થવું પડે

યુકેની માન્ય વેક્સિનના બંને ડોઝ લીધેલા ભારતના લોકો માટે બ્રિટને ટ્રાવેલ નિયંત્રણો હળવા કર્યા છે. 11 ઓક્ટોબરથી ફુલી વેક્સિનેટેડ ભારતીય નાગરિકોએ યુકેમાં આગમન સમયે સેલ્ફ આઇસોલેટ થવું પડશે નહીં. તેમનો કોરોના ટેસ્ટ પણ નહીં થાય.

Read More...
બ્રેક્ઝિટ પછી અર્થતંત્રમાં ધરખમ સુધારા માટે જોન્સન પ્રતિબદ્ધ

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને બ્રેક્ઝિટ પછી અર્થતંત્રને સોંઘા વિદેશી શ્રમિકોની આદતથી છોડાવવા તથા દીર્ઘકાલિન સુધારાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.

Read More...
ગુજરાતમાં ચૂંટણી નિર્ધારિત સમયે યોજાશેઃ પાટિલ

વિધાનસભાની ચૂંટણી વહેલી આવવાની અટકળો વચ્ચે શનિવારે સોમનાથ,જુનાગઢ,પોરબંદરની મુલાકાતે આવેલા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટિલે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે વિધાનસભા ચૂંટણી તેના નિયત સમયે જ યોજાશે

Read More...
રામાયણ સિરિયલના ‘રાવણ’ અરવિંદ ત્રિવેદીનું નિધન

રામાનંદ સાગરની 1986માં આવેલી લોકપ્રિય ટીવી સિરિયલ ‘રામાયણ’માં રાવણનું પાત્ર ભજવનારા પીઢ ગુજરાતી અભિનેતા અરવિંદ ત્રિવેદીનું મંગળવારની રાત્રે મુંબઈમાં અવસાન થયું હતું. તેઓ 82 વર્ષના હતા.અરવિંદ ત્રિવેદી છેલ્લા થોડા સમયથી બીમાર હતા. મંગળવારે રાત્રે હાર્ટ અટેક અને મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરના કારણે તેમનું અવસાન થયું હતું.

Read More...
ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં રૂપાણી, નીતિન પટેલ સહિત ગુજરાતીઓનો દબદબો

ભારતીય જનતા પાર્ટીએ ગત ગુરૂવારે, 7 ઓક્ટોબરે પક્ષની ​​રાષ્ટ્રીય કારોબારીના સભ્યોના નામની યાદી જાહેર કરી હતી જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આમ ગુજરાતનો દબદબો છે.

Read More...
સત્તામાં નરેન્દ્ર મોદીના 20 વર્ષઃ વડાપ્રધાન બનીશ તેવી કલ્પના કરી નહોતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર, 2021ના રોજ જાહેર જીવનમાં 20 વર્ષ પૂર્ણ કર્યા છે. મોદીએ ઋષિકેશમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે “મે ક્યારેય કલ્પના કરી ન હતી કે હું મુખ્યપ્રધાનના હોદ્દામાંથી વડાપ્રધાનના હોદ્દા પર પહોંચીશ.

Read More...
ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યનને જામીન ન મળ્યાંઃ જેલમાં મોકલાયો

મુંબઈના કોર્ટના મેજિસ્ટ્રેટે શુક્રવારે ક્રૂઝ પાર્ટીમાં ડ્રગ્સના કેસમાં બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન તથા બીજા બે આરોપી અરબાઝ મરચન્ટ અને મુનમુન ધમેચાની જામીન અરજી ફગાવી દીધી છે.

Read More...

  Sports
આઈપીએલ 2021ની શુક્રવારે ફાઈનલ, ચેન્નાઈને જબરજસ્ત તક

સોમવારે શાહજાહમાં રમાયેલી આઈપીએલ 2021ની પહેલી એલિમિનેટરમાં વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલોરને ચાર વિકેટે હરાવતા કોલકાતા નાઈટ રાઈડર્સની આગેકૂજ નિશ્ચિત બની હતી.

Read More...
૨૦૩૬ ઓલિમ્પિક્સના યજમાનપદ માટે ભારત મેદાનમાં

ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન પ્રમુખ નરેન્દ્ર બત્રાએ જણાવ્યું હતું કે તેઓ ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી સાથે ૨૦૩૬ની ઓલિમ્પિક્સની યજમાનપદ માટે વાતચીત કરી રહ્યા છે. ભારત યજમાનપદ માટે તેની બીડ મૂકશે ત્યારે કેન્દ્ર સ્થાને અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ હશે.

Read More...
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ભારતના નાણાંથી ચાલે છેઃ રમીઝ રાજા

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રાજાએ ટી-20 વિશ્વ કપ પહેલાના એક નિવેદનમાં કહ્યું છે કે, આગામી વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમ ભારતને હરાવે તો પ્રોત્સાહન માટે ખેલાડીઓને એક બિઝનેસમેન બ્લેન્ક ચેક આપવા તૈયાર છે.

Read More...
પાકિસ્તાને ટી-20 વર્લ્ડ કપની ટીમના ટી શર્ટના લોગો પરથી ભારતનું નામ કાઢી નાખ્યું

ટી-20 વર્લ્ડ કપ ક્રિકેટ થોડા સમયમાં શરૂ થવાનો છે ત્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને પાકિસ્તાની ટીમે એક એવી હરકત કરી છે, જે વિવાદાસ્પદ જણાય છે અને પાકિસ્તાની ટીમને તે મોંઘી પડે તેવી પણ શક્યતા છે. મૂળભૂત રીતે આ વર્લ્ડ કપ ભારતમાં યોજાવાનો હતો,

Read More...
ટી-૨૦ વર્લ્ડ કપમાં વિજેતાને 16 લાખ ડોલર્સનું ઈનામ

યુએઈ તથા ઓમાનમાં આ મહિનાથી શરૂ થનારી આઇસીસીની ટી-૨૦ વર્લ્ડ કપ ક્રિકેટ સ્પર્ધામાં પુરૂષોની વિજેતા ટીમને અંદાજે ૧૬ લાખ ડોલર ઈનામ (રૂપિયા ૧૨ કરોડ) નું ઈનામ મળશે. રનર્સ અપ ટીમને તેનાથી અડધી રકમ થશે.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
ટાટા ગ્રુપ 68 વર્ષ બાદ ફરી એર ઇન્ડિયાનું માલિકઃ સૌથી ઊંચી બોલી લગાવી એરલાઇન ખરીદી

ટાટા ગ્રૂપ 68 વર્ષ બાદ ફરી એર ઇન્ડિયાનું માલિક બન્યું છે.ભારત સરકારે શુક્રવારે જણાવ્યું છે કે સરકારની દેવાગ્રસ્ત એરલાઇન એર ઇન્ડિયા માટે રૂ.18,000 કરોડની બોલી લગાવી ટાટા ગ્રુપે આ કંપની ખરીદી લીધી છે. એર ઇન્ડિયા અને તેના લો કોસ્ટ એકમ એર ઇન્ડિયા એક્સપ્રેસના 100 ટકા ઇક્વિટી હિસ્સા ઉપરાંત ટાટા સન્સને ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની એર ઇન્ડિયા SATS એરપોર્ટ પ્રાઇવેટ લિમિટેડનો 50 ટકા હિસ્સો મળશે.
નાણા મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (ડીઆઈપીએએમ) સચિવ તુહિન કાંત પાંડેએ જણાવ્યું હતું કે, જુલાઈ 2017થી એર ઈન્ડિયાના વેચાણની પ્રક્રિયા શરૂ થઈ હતી અને સરકારને ડિસેમ્બર 2020 સુધીમાં સાત બિડર્સ મળ્યા હતા.તેમાંથી એર ઈન્ડિયા દ્વારા બેની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ટાટા ગ્રુપની બોલી સૌથી વધુ હોવાથી એર ઈન્ડિયા ટાટા ગ્રુપના હસ્તક કરવામાં આવી છે.ટાટા ગ્રુપે 18,000 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી.

Read More...
ટાટા મોટર્સની ફોર્ડના ઈન્ડિયાના પ્લાન્ટ ખરીદવાની મંત્રણા

ટાટા મોટર્સે ફોર્ડ ઇન્ડિયાના તામિલનાડુ અને ગુજરાતના પ્લાન્ટની ખરીદી કરવા મંત્રણા ચાલુ કરી છે, એમ સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં જણાવાયું હતું. જો આ સોદો સફળતાપૂર્વક પાર પડશે તો આ અમેરિકાની કંપની પાસેથી તેની આ બીજી મોટી ખરીદી હશે. અગાઉ 2008માં ફોર્ડ પાસેથી જ 2.3 બિલિયન ડોલરમાં જેગુઆર લેન્ડ રોવર ખરીરી હતી.
ટાટા મોટર્સ પોતાના વ્હિકલ મેન્યુફેક્ચરિંગમાં એક મોટું પરિવર્તન કરવા જઈ રહી છે અને ઈકો ફ્રેન્ડલી કાર્સનું ઉત્પાદન કરવા જઈ રહી છે તેમાં જો ફોર્ડના ગુજરાત અને તામિલનાડુ પ્લાન્ટ ભળી જશે તો દેશની ઓટો ઇન્ડસ્ટ્રીમાં ટાટા મોટર્સની પ્રોડક્શન કેપેસીટીમાં મોટો વધારો થશે.

Read More...
રિલાયન્સ USની જાણીતી ફૂડ ચેઇન 7-ઇલેવન ભારતમાં લાવશે

એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણી ભારતમાં અમેરિકાની પ્રખ્યાત રિટેલ ફૂડ ચેઇન 7 ઇલેવનના કન્વેનિયન્સ સ્ટોર્સ ભારતમાં લાવશે. રિલાયન્સ ગ્રૂપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે (RRVL) અમેરિકાના ટેક્સાસની કંપની 7-ઇલેવન સાથે ભારતમાં 7-ઇલેવન કન્વિનિયન્સ સ્ટોર્સ ભારતમાં શરૂ કરવા માટે માસ્ટર ફ્રેન્ચાઇઝી કરાર કર્યા છે.પહેલો 7-ઇલેવન સ્ટોર 9 ઓક્ટોબરે મુંબઈમાં શરૂ કરવામાં આવશે.
ફ્યુચર રિટેલે 7 ઇવેલન સાથે સમજૂતીનો અંત આણ્યા પછી રિલાયન્સે આ અમેરિકી કંપની સાથે સમજૂતી કરી છે. અગાઉ ફ્યુચર રિટેલની એસેટ ખરીદવા માટે મુકેશ અંબાણીએ એમેઝોન સાથે કોર્ટમાં લડાઈ લડવી પડી હતી. વિશ્વના 18 દેશોમાં 7-ઇલેવનના 77,000થી વધારે સ્ટોર્સ આવેલા છે. 7-ઇલેવનના પ્રેસિડેન્ટ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જોએ ડીપિન્ટોએ કહ્યું કે, ભારત વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે

Read More...
“મે ક્યારેય વેતન વધારો માંગ્યો નથી” ઇન્દ્રા નૂયી

અમેરિકાની દિગ્ગજ કંપની પેપ્સિકોના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) ઇન્દ્રા નૂયીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમણે ક્યારેય વેતન વધારો માગ્યો નથી અને નાણાકીય કટોકટી વખતે પગાર વધારો લેવાનો ઇનકાર કર્યો હતો.
ન્યૂ યોર્ક ટાઇમ્સ મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે “મે ક્યારેય વધારો માંગ્યો નથી. મને તે મુંઝવણભર્યું લાગે છે. કોઇના માટે કામ કરવું અને મારો પગાર પૂરતો નથી તેવું કહેવાની મે ક્યારેય કલ્પના કરી નથી.” અમેરિકાના શેરબજારના બેન્ચમાર્ક ઇન્ડેક્સ એસ એન્ડ પી 500માં સામેલ કુલ કંપનીઓમાંથી માત્ર 31 કંપનીઓના વડા મહિલા છે. પેપ્સિકોના વડા તરીકે 2018માં ન્યૂએ હોદ્દો છોડ્યો ત્યારે મહિલાઓનું પ્રમાણ ઘણું નીચું હતું. સીઇઓ તરીકેના છેલ્લાં વર્ષમાં પણ નૂયીનું વેતન અમેરિકાની ટોચની કંપનીઓના એક્ઝિક્યુટિવ્ય કરતાં ઘણું ઓછું હતું.

Read More...
ગુજરાતમાં પેટ્રોલના ભાવ પ્રથમવાર રૂા.100ના આંકને પાર

ગુજરાતમાં ગુરુવારે પેટ્રોલના ભાવ પ્રથમ વખત લિટર દીઠ રૂા.100ને વટાવી ગયા હતા. પેટ્રોલના ભાવમાં ગુરૂવારે 29 પૈસાનો વધારો થયો બાદ અમદાવાદ સહિત રાજ્યના 15 શહેરમાં પેટ્રોલના ભાવે સદી ફટકારી છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રથમ વખત રૂ. 100 પર પહોંચ્યો છે જ્યારે અમદાવાદ ઉપરાંત રાજ્યના અન્ય શહેરોમાં પણ પેટ્રોલ રૂ. 100 કે તેના કરતા વધુ ભાવે વેચાઈ રહ્યું છે. ભારતમાં છેલ્લાં એક વર્ષમાં પેટ્રોલના ભાવમાં આશરે 30 ટકાનો ઉછાળો આવ્યો છે.
અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલના ભાવ રૂ. 98ની આસપાસ રહેતા હતા. લગભગ એક મહિના કરતા વધુ સમય સુધી આ ભાવ સ્થિત રહ્યાં બાદ છેલ્લા દશેક દિવસથી પેટ્રોલના ભાવોમાં થઈ રહેલા સતત વધારાના પગલે ઈતિહાસમાં પહેલીવાર અમદાવાદમાં પેટ્રોલના ભાવ રૂ. 100 પર પહોંચી ગયા છે.

Read More...
  Entertainment

દીપિકા પદુકોણને ગ્લોબલ અચીવર્સ એવોર્ડ

દીપિકા પદુકોણની સફળતામાં વધુ એક છોગું ઉમેરાયું છે. દીપિકા પદુકોણને એક ઇન્ટરનેશનલ સંસ્થા દ્વારા બોલીવૂડમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ગ્લોબલ અચીવર્સ એવોર્ડ 2021 જાહેર કરવામાં આવ્યો છે.
આ યાદીમાં બરાક ઓબામા, જેક બેજોસ, ક્રિસ્ટિયાનો રોનાલ્ડ જેવી વૈશ્વિક લોકપ્રિય હસ્તીઓના નામ સામેલ છે. ગ્લોબલ એવોર્ડ 2021 માટે આ વર્ષે ત્રણ હજારથી વધુ નોમિનેશન મળ્યા હતા. જ્યૂરી માટે વિજેતાઓની પસંદગી કરવાનું કામ મુશ્કેલ હતું.દરેક વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં સફળ જ હતી. દીપિકા એક વર્લ્ડ આઇકોન છે, જે પોતાના ફેશન સ્ટેટમેન્ટથી જ નહીં પણ પોતાની ફિલ્મો અને પરફોર્મન્સ સ્કિલ માટે જાણીતી છે. તેણે મનોરંજન વિશ્વમાં પોતાનું આગવું સ્થાન ઊભું કર્યું છે.

Read More...

અંતે ‘ગંગુબાઈ…’ની રીલીઝની તારીખ જાહેર થઈ

સંજય લીલા ભણશાળીની બહુચર્ચિ ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ની રિલીઝ નવી તારીખ જાહેર થઇ ગઇ છે. અગાઉ આ ફિલ્મને આ વર્ષે રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આલિયા ભટ્ટ અને અજય દેવગણ અભિનિત આ ફિલ્મ આવતા વર્ષે 6 જાન્યુઆરીએ રિલીઝ કરાશે.
કોરોના મહામારીના કારણે ફિલ્મના મેકર્સે નવી રિલીઝ તારીખ જાહેર કરી છે. આલિયા ભટ્ટે પણ નવી તારીખ સાથેનું પોસ્ટર શેર કરતાં લખ્યું, ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ મારા દિલ અને આત્માનો ટુકડો છે. તેને 6 જાન્યુઆરી 2022ના રોજ તમારી નજીકના સિનેમાઘરોમાં લાવી રહ્યા છીએ.’ ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં 22 ઓક્ટોબરથી થિયેટરો ખુલવાની જાહેરાત રાજ્ય સરકારે કરી હતી. મહારાષ્ટ્ર સરકારની આ જાહેરાત બાદ ફિલ્મકારોએ અત્યાર સુધી રોકી રાખેલી ફિલ્મોની રિલીઝ ડેટની જાહેરાત કરવાનું શરૂ કર્યું હતું. છેલ્લા દોઢ વર્ષમાં કોરોનાના કારણે ઘણી ફિલ્મો રિલીઝ નહોતી થઈ શકી, જે હવે આ વર્ષના બાકીના મહિનાઓ અને 2022માં રિલીઝ થશે.

Read More...

સૈફઅલી ખાનને મળ્યો પોલીસ અધિકારીનો રોલ

કરીના કપૂરના પતિ સૈફઅલી ખાન અને રિતિક રોશન નવી ફિલ્મમાં સાથે દેખાશે. વિક્રમ વેધા ફિલ્મમાં સૈફ વિક્રમ નામના પોલીસ અધિકારીની ભૂમિકા ભજવશે. અગાઉ પણ એક વેબસીરિઝમાં સૈફે આવો રોલ કર્યો હતો તેથી તેણે બંને ભૂમિકા અંગે સ્પષ્ટતા કરી હતી. સૈફ અને રિતિકની આ ફિલ્મ સાઉથની સુપરહિટ ફિલ્મ વિક્રમ વેધાની હિન્દી રીમેક છે. આ તમિલ ફિલ્મમાં વિજય સેતુપતિ અને આર.માધવને અભિનય કર્યો હતો.

Read More...

સુનિલ શેટ્ટીનું પણ વેબસીરિઝમાં પદાર્પણ

બોલીવૂડમાંથી ઘણા કલાકારોએ નવા જમાના ઓટીટી પ્લેટફોર્મ પર નસીબ અજમાવ્યું છે. હવે યાદીમાં સુનિલ શેટ્ટીનું નામ પણ જોડાયું છે. તે ‘ઇનવિઝિબલ વૂમન’થી વેબસીરિઝના ક્ષેત્રે પદાર્પણ કરી રહ્યો છે. આ એક એકશન થ્રીલર સીરિઝ હશે જેમાં તેની સાથે ઇશા ગુપ્તા પણ દેખાશે. આ અંગે સુનિલે જણાવ્યું હતું કે, મને એવી વેબસીરિઝમાં કામ કરવાની ઇચ્છા હતી જેની વાર્તા અને વિષય અન્ય કરતા અલગ હોય.ઇનવિઝિબલ વૂમનની વાર્તાએ મારું તરત જ ધ્યાન ખેંચ્યુ હતું અને હું કામ કરવા તૈયાર થયો હતો. તેણે વધુમાં કહ્યું હતું કે, યાડલી સાથે કામ કરવામાં હું ખુશી અનુભવી રહ્યો છું. મને પોતાની સીરિઝનો હિસ્સો બનાવ્યો અને આ રીતે મને ડિજિટલ પ્લેટફોર્મ પર કામ કરવાની તક મળી.

Read More...

સોનાક્ષી કેમ નારાજ છે?

શત્રુઘ્ન સિંહાની પુત્રી સોનાક્ષી બોલીવૂડમાં સ્પષ્ટ વક્તા તરીકે જાણીતી છે. તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્ટાર કિડસ પ્રત્યેની સતત ચર્ચા અને પ્રશ્રોનો ઉત્તર આપીને આઉટસાઇડર્સ પર નિશાન સાધ્યું છે.
તેણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતુ કે, સ્ટાર કિડસને પણ ફિલ્મોમાંથી બહાર કાઢવામાં આવતા હોય છે. મનોરંજન વિશ્વમાં પણ એવું જોવા મળે છે કે કોઇ સ્ટાર કિડને અન્ય સ્ટાર કિડને કારણે પ્રોજેક્ટમાંથી દૂર કરવામાં આવ્યા છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store