Who does Sunil Shetty consider ideal?
(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

બોલીવૂડમાંથી ઘણા કલાકારોએ નવા જમાના ઓટીટી પ્લેટફોર્મ પર નસીબ અજમાવ્યું છે. હવે યાદીમાં સુનિલ શેટ્ટીનું નામ પણ જોડાયું છે. તે ‘ઇનવિઝિબલ વૂમન’થી વેબસીરિઝના ક્ષેત્રે પદાર્પણ કરી રહ્યો છે. આ એક એકશન થ્રીલર સીરિઝ હશે જેમાં તેની સાથે ઇશા ગુપ્તા પણ દેખાશે. આ અંગે સુનિલે જણાવ્યું હતું કે, મને એવી વેબસીરિઝમાં કામ કરવાની ઇચ્છા હતી જેની વાર્તા અને વિષય અન્ય કરતા અલગ હોય.

ઇનવિઝિબલ વૂમનની વાર્તાએ મારું તરત જ ધ્યાન ખેંચ્યુ હતું અને હું કામ કરવા તૈયાર થયો હતો. તેણે વધુમાં કહ્યું હતું કે, યાડલી સાથે કામ કરવામાં હું ખુશી અનુભવી રહ્યો છું. મને પોતાની સીરિઝનો હિસ્સો બનાવ્યો અને આ રીતે મને ડિજિટલ પ્લેટફોર્મ પર કામ કરવાની તક મળી. સુનિલ શેટ્ટીની આ વેબવેસીરિઝનું નિર્માણ યોડલી ફિલ્મસ દ્વારા થઇ રહ્યું છે અને તેના દિગ્દર્શક રાજેશ સાલવા છે. આ સીરિઝમાં સુનિલ શેટ્ટી અને ઇશા ગુપ્તા રોમાન્સ કરતા જોવા મળશે.