બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન ફાઇલ ફોટો (Photo by Christopher Furlong - WPA Pool /Getty Images)

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને બ્રેક્ઝિટ પછી અર્થતંત્રને સોંઘા વિદેશી શ્રમિકોની આદતથી છોડાવવા તથા દીર્ઘકાલિન સુધારાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. પેટ્રોલ સ્ટેશનો ઉપર ઉશ્કેરાટ અને ઉચાટ ભરી ખરીદી, સુપરમાર્કેટ્સની ખાલી છાજલીઓ તથા નબળી ક્રિસ્મસની રીટેઇલરોની ચેતવણીનું ટુંકા ગાળાનું દુઃખ સહન થઇ શકે તેવું છે.

જોન્સને જણાવ્યું હતું કે, બ્રિટિશ અર્થતંત્રમાં લાંબા સમયથી બહુજરૂરી થઇ પડેલા દિશા પરિવર્તન તરફ આપણે આગળ વધી રહ્યા હોઇ હવે અનિયંત્રિત ઇમિગ્રેશનના બ્રેક્ઝિટ પૂર્વેના મોડલ તરફ પાછા ફરવાનો પ્રશ્ન જ ઉદભવતો નથી. બ્રિટિશ વેપાર ધંધાએ તેમના કર્મચારીગણ તથા ટેકનોલોજીમાં વધુ વેતન, વધુ કુશળતા, વધુ ઉત્પાદકતા તરફ આગળ વધાય તે રીતે આગળ વધવું રહ્યું. આવા પરિવર્તનના વચગાળાના સમયમાં સરકાર પણ પૂર્વ યુરોપના ટ્રકરો અને પોલ્ટ્રી કામદારોને ટૂંકા ગાળાના વીઝા આપવા સંમત થઈ છે.

બ્રિટિશ સરકારે કામદારોની અછત માટે બ્રેક્ઝિટ તરફનો આકરો અભિગમ નહીં પણ મહામારીને દોષિત ગણાવી છે. નાણાં પ્રધાન સુનાકે જણાવ્યું હતું કે, મહામારીના પગલે ઉભી થયેલી દેવાની સ્થિતિ આપણે ભાવિ પેઢીને આપીએ તે અનૈતિક ગણાશે. દરમિયાનમાં વિદેશ પ્રધાન લીઝ ટ્રુસે વિકાસશીલ દેશોમાં ગ્રીન ગ્રોથ અને સ્વચ્છ માળખાકીય સમર્થનની પ્રતિબદ્ધતા દર્શાવતા ક્લાઇમેટ શબ્દનો ઉલ્લેખ કર્યો નહતો.

જોન્સનની ટોરી પાર્ટીમાં જોકે ‘બ્રેક્ઝિટ’ શબ્દ અવારનવારનું ઉચ્ચારણ બની ગયેલ છે. બ્રેક્ઝિટ પ્રધાન ફોર્સ્ટે ટ્રાન્સપોર્ટ અને કાર વિરોધી લોબીના વિકાસવિરોધી અભિગમ અંગે નારાજગી દર્શાવી હતી. વડાપ્રધાને પણ દેખાવકારોની માર્મિક મજાક ઉડાવી હતી.

વડાપ્રધાનના ‘કોપ-26’ પ્રમુખ આલોક શર્માએ ક્લાઇમેટ ચેન્જ મામલે સરકારનું વલણ નરમ હોવાનો ઇન્કાર કર્યો હતો. શર્માએ રોજગાર વિકાસ, સ્વસ્થ રાષ્ટ્ર અને સ્વસ્થ જગત માટે સોનેરી તક હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું.