Vol. 3 No. 281 About   |   Contact   |   Advertise 10th March 2022


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
વન્ડર વુમન : GG2 પાવર લિસ્ટમાં કોર્પોરેટ હાઇ-ફ્લાયર્સનો વધારો

બ્રિટનમાં અગાઉ ન જોઈ હોય તેવી ભૂમિકાઓ તરફ મહિલાઓ ખૂબ આગળ વધી રહી છે અને ગ્લાસ સીલીંગ તોડી રહી છે. યુએન ઇન્ટરનેશનલ વુમન્સ ડે, મંગળવાર તા. 8ના રોજ ગરવી ગુજરાત અને ઇસ્ટર્ન આઇના પબ્લિશર એશિયન મિડીયા ગૃપે હાઇ પ્રોફાઇલ અને ચમકદાર ‘GG2 લીડરશીપ એન્ડ ડાયવર્સિટી એવોર્ડ’ સમારોહમાં વિમોચન થયેલા ‘GG2 પાવર લિસ્ટ’માં તમામ વંશની ઉચ્ચ ઉડાન ભરતી મહિલાઓની ભૂમિકાની સરાહના કરવામાં આવી હતી.

Read More...
અમેરિકાની સેનેટમાં H-1બી વિઝાનો દુરૂપયોગ અટકાવતો ખરડો રજૂ કરાયો

એચ-વનબી વિસા અને એલ-વન વીઝા કાર્યક્રમના સર્વગ્રાહી ઉપયોગની જોગવાઈઓ ધરાવતો ખરડો પ્રભાવશાળી અમેરિકન સેનેટર્સે રજૂ કર્યો છે. તેઓની દલીલ એવી છે કે આવા કાયદાથી અમેરિકન કામદારોના હિતોનું રક્ષણ થશે.

Read More...
ભારતમાં 27 માર્ચથી રેગ્યુલર ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ફરી શરૂ થશે

ભારત સરકારે આશરે બે વર્ષના સમયગાળા પછી 27 માર્ચ 2022થી રેગ્યુલર ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાનો મંગળવારે નિર્ણય કર્યો છે. જોકે તમામ વિદેશી એરાઇવલ અને ડિપાર્ચર માટે ભારતના એરપોર્ટ પર કોરોનાના સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી)નું પાલન કરવાનું રહેશે.

Read More...
Click Full Screen
ભારતના $70 બિલિયનના સંરક્ષણ બજેટ કરતાં ચીનનું બજેટ ત્રણ ગણું મોટું

રશિયા-યુક્રેન યુદ્ધ તથા અમેરિકા અને ભારત સાથેના સંઘર્ષપૂર્ણ સંબંધોની વચ્ચે ચીને તેનું સંરક્ષણ બજેટ 7.1 ટકા વધારીને 230 બિલિયન ડોલરનું કર્યું છે. ચીનનું આ બજેટ ભારતના 2022 માટેના 70 બિલિયન ડોલર (રૂ.5.25 લાખ કરોડ) કરતા આશરે ત્રણ ગણું મોટું છે.

Read More...
ભારત એક સપ્તાહમાં ચોથીવાર યુએનમાં રશિયા વિરુદ્ધ મતદાનમાં ગેરહાજર રહ્યું

સંયુક્ત રાષ્ટ્રસંઘમાં રશિયા વિરુદ્ધના વધુ એક ઠરાવમાં ભારત મતદાનથી દૂર રહ્યું હતું. આ વખતે ભારતે યુએનની માનવ અધિકાર કાઉન્સિલના ઠરાવ વખતે મતદાન કર્યું ન હતું. આ ઠરાવમાં યુક્રેન પર રશિયાની લશ્કરી કાર્યવાહીને પગલે માનવ અધિકારોના કથિત ઉલ્લંઘનની તપાસ માટે તાકીદે સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય તપાસ પંચની રચના કરવાની દરખાસ્ત હતી.

Read More...
દક્ષિણ આફ્રિકાના ભાગેડૂ ગુપ્તા બ્રધર્સ સામે રેડ કોર્નર નોટિસ

ઇન્ટરપોલે દક્ષિણ આફ્રિકાથી કરોડોની ગેરરીતિ કરીને ભાગી ગયેલા ભારતીય મૂળના ત્રણ ગુપ્તા બંધુઓ પૈકી બે ભાઇઓ અતુલ અને રાજેશ ગુપ્તા સામે સોમવારે રેડ કોર્નર નોટીસ જારી કરી છે. ગુપ્તા બંધુઓ પર દક્ષિણ આફ્રિકામાં અબજો રેન્ડની હેરાફેરી કરવાનો આરોપ છે. ત્રણ ગુપ્તા બ્રધર્સ અજય, અતુલ અને રાજેશ મૂળમાં ઉત્તરપ્રદેશના સહારપુરના છે અને હાલમાં દુબઇમાં હોવાનું માનવામાં આવે છે.

Read More...
અમેરિકાના ફર્સ્ટ લેડી જિલ બાઇડને ઇન્ડિયન અમેરિકન કમ્યુનિટી લીડરની પ્રશંસા કરી

અમેરિકાની ફર્સ્ટ લેડી ડો. જિલ બાઇડને સિલિકોન વેલીની મુલાકાત દરમિયાન અગ્રણી ઇન્ડિયન અમેરિકન ટેક આંત્રેપ્રિન્યોર અને કમ્યુનિટી લીડરની પ્રશંસા કરી હતી. બાઇડન સરકારના મેસેજ જાહેર જનતા સુધી પહોંચાડવા બદલ તેમણે આ પ્રશંસા કરી હતી.

Read More...
વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ્સ ભારતમાં ઇન્ટર્નશીપ પૂરી કરી શકશે

યુકેનથી સ્વદેશ પરત આવેલા મેડિકલ વિદ્યાર્થીઓને રાહત મળે તેવી જાહેરાત કરતા નેશનલ મેડિકલ કમિશન (NMC)એ જણાવ્યું છે કે કોરોના મહામારી કે યુદ્ધ જેવી પોતાના અંકુશમાં ન તેવી સ્થિતિને કારણે અધુરી ઇન્ટર્નશીપ સાથેના વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ્સ ભારતમાં તે પૂરી કરી શકે છે.

Read More...
ગુજરાતના નાણાંપ્રધાને નવા કરવેરા વગરનું ચૂંટણીલક્ષી બજેટ રજૂ કર્યું

ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઇએ ગુરુવાર (3 માર્ચ)એ રાજ્યનું વર્ષ 2022-23 માટેનું કોઇ નવા કરવેરા વગરનું અને પુરાંતવાળુ બજેટ રજૂ કર્યું હતું. નાણાપ્રધાને કુલ રૂ.2,43,965 કરોડ બજેટનું રજૂ કર્યું હતું.

Read More...
હાર્દિક પટેલે ખોડલધામના અધ્યક્ષ નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ આપ્યું

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલે પાટીદાર આગેવાન નરેશ પટેલને સક્રિય રાજકારણમા આવવા માટેનું આમંત્રણ આપતો એક ખુલ્લો પત્ર લખતા રાજકીય હલચલ શરૂ થઈ હતી.

Read More...
સુરતમાં માતા-પુત્રી પર રેપ અને હત્યા કેસમાં દોષિતને ફાંસીની સજા

સુરતના પાંડેસરા વિસ્તારમાં માતા અને પુત્રી પર બળાત્કાર અને તેમની હત્યાના કેસમાં પોસ્કો કોર્ટે સોમવારે દોષિત હર્ષ સહાયને ફાંસીની સજા ફટકારી હતી, જ્યારે સહ આરોપી હરિઓમને આજીવન કેદની સજા કરી હતી. આ બંને આરોપીઓ કઝિન બ્રધર્સ છે.

Read More...
સૌરાષ્ટ્રના જાણીતા પાટીદાર અગ્રણી મહેન્દ્ર ફળદુએ આપઘાત કર્યો

સૌરાષ્ટ્રના જાણીતા પાટીદાર અગ્રણી તેમજ ક્લબ યુ વી સંસ્થાના ચેરમેન મહેન્દ્ર ફળદુએ બુધવારે રાજકોટમાં પોતાની ઓફિસમાં આપઘાત કર્યો હતો. તેમણે અંતિમ ચિઠ્ઠીમાં ખૂબ જ ગંભીર આક્ષેપો કરીને આત્મહત્યા કરી લીધી હતી.

Read More...

  Sports
મોહાલી ટેસ્ટમાં ભારતનો એક ઈનિંગ, 222 રને જબરજસ્ત વિજય

શ્રીલંકાની ટીમને ઘરઆંગણે ટી-20 સીરીઝમાં 3-0થી હરાવ્યા પછી રવિવારે (6 માર્ચ) મોહાલી (ચંડીગઢ) માં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં પણ ભારતીય ક્રિકેટ ટીમે ત્રીજા જ દિવસે શ્રીલંકાને એક ઈનિંગ, 222 રનના જંગી માર્જીનથી હરાવી જબરજસ્ત વિજય નોંધાવ્યો હતો.

Read More...
ઓસ્ટ્રેલિયાના સ્પિન વિઝાર્ડ શેન વોર્નનું નિધન

ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિનર શેન વોર્નનું 52 વર્ષની નાની વયે હાર્ટ એટેકથી ગયા સપ્તાહે શુક્રવારે (4 માર્ચ) થાઇલેન્ડમાં અવસાન થયું હતું.

Read More...
મહિલા વર્લ્ડ કપ ક્રિકેટમાં ભારતે 104 રને પાકિસ્તાનને હરાવ્યું

ન્યૂઝીલેન્ડમાં ગયા સપ્તાહથી શરૂ થયેલી મહિલા વન-ડે વર્લ્ડ કપ ક્રિકેટમાં ભારતીય ટીમે તેના પહેલા મુકાબલામાં પાકિસ્તાનને રવિવારે 107 રને હરાવ્યું હતું.

Read More...
આઇપીએલની લીગ મેચોનો કાર્યક્રમ

તારીખ મેચ સ્ટેડિયમ સમય
માર્ચ
26 ચેન્નાઇ વિ. કોલકાતા વાનખેડે સાંજે 7.30થી
27 દિલ્હી વિ. મુંબઇ બ્રેબોર્ન બપોરે 3.30થી

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
Click Full Screen
 
  Business
વિશ્વની સંખ્યાબંધ દિગ્ગજ કંપનીઓએ રશિયામાંથી ઉચાળા ભર્યા

યુક્રેન પર આક્રમણને પગલે પશ્ચિમના દેશોએ રશિયા પર મૂકેલા આર્થિક પ્રતિબંધોને પગલે વિશ્વની સંખ્યાબંધ દિગ્ગજ કંપનીઓએ રશિયાના બજારમાંથી ઉચાળા ભરવાની જાહેરાત કરી દીધી છે. આવી કંપનીઓમાં એનર્જી કંપનીઓ બીપી, શેલ, એક્ઝોમોબિલ, ઓટો કંપનીઓ વોલ્વો, ફોર્ડ, હાર્લી ડેવિડસન, રેનો, શરાબ કંપનીઓ બુડવાર, કાર્લ્સબર્ગ, વિશ્વની સૌથી મોટી શિપિંગ કંપની એ પી મોલર-મર્ક, વિમાન કંપનીઓ બોઇંગ અને એરબસ તથા એન્ટરટેઇનમેન્ટ કંપની વોનર્સ બ્રધર્સ, વોલ્ટ ડિઝની, સોની પિક્ચર, ટેકનોલોજી કંપનીઓ એપલ, ડેલ, ગૂગલ, ટિકટોક, વગેરેનો સમાવેશ થાય છે. યુક્રેન પરના હુમલાને કારણે એપલથી લઇને ફોર્ડ અને બીપી સહિતની વિશ્વની સૌથી વધુ જાણીતી કંપનીઓને રશિયાના બજારમાંથી નીકળી જવાની ફરજ પડી રહી છે. આ કંપનીઓ પોતાના પ્રતિષ્ઠા જાળવી રાખવા અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ધોરણોનું પાલન કરવા માટે આ નિર્ણય કર્યો છે.

Read More...
લિક્વિડિટીની કટોકટીથી રશિયાની સૌથી મોટી બેન્કની યુરોપમાંથી એક્ઝિટ

યુક્રેન પર રશિયાના આક્રમણને પગલે પશ્ચિમી દેશોએ લાદેતા પ્રતિબંધને પગલે રશિયાની સૌથી મોટી બેન્ક સ્બેરબેન્કે યુરોપિયન માર્કેટમાંથી એક્ઝિટ લેવી પડી છે. બેન્કે અસાધારણ કેશ આઉટફ્લો તથા તેના કર્મચારીઓ અને બ્રાન્ચ સામેના જોખમનું કારણ આપીને આ જાહેરાત કરી હતી. રશિયન ન્યૂઝ એજન્સીએ બેન્કના નિવેદનને ટાંકીને જણાવ્યું હતું કે હાલની સ્થિતિમાં સ્બેરબેન્કે યુરોપના બજારમાંથી નીકળી જવાનો નિર્ણય કર્યો છે.બેન્કની યુરોપ ખાતેની પેટાકંપનીઓમાંથી અસાધારણ કેશ આઉટફ્લો જોવા મળી રહ્યો છે. તેના કર્મચારીઓ અને બ્રાન્ચની સુરક્ષા સામે પણ જોખમ છે. રશિયાની બેન્કો માટે મૂડીબજારમાંથી નાણા મેળવવાનું મુશ્કેલ બનાવવાના ઉદ્દેશ સાથે યુરોપિયન યુનિયને આકરા નિયંત્રણો લાદ્યા હોવાથી બેન્ક નાણાકીય સમસ્યાનો સામનો કરી રહી છે.

Read More...
ફોર્ડના ગ્લોબલ પ્રેસિડન્ટ તરીકે કુમાર ગલ્હોત્રાની નિયુક્તિ

અમેરિકાની દિગ્ગજ કંપની ફોર્ડે ભારતમાં તેનો સક્રિય બિઝનેસ બંધ કરી દીધો છે, પરંતુ વૈશ્વિક સ્તરે તેનું ઇન્ડિયા કનેક્ટ વધુ મજબૂત બન્યું છે. ફોર્ડે તેના નોન ઇલેક્ટ્રિક ઓટોમોબાઇલ બિઝનેસના ગ્લોબલ પ્રેસિડન્ટ તરીકે કુમાર ગલ્હોત્રાની નિમણૂકની જાહેરાત કરી છે. ગલ્હોત્રાનો જન્મ પંજાબમાં થયો હતો, તેઓ ફોર્ડના આશરે 100 બિલિયન ડોલરની વાર્ષિક આવક ધરાવતા આ બિઝનેસનું સુકાન સંભાળશે. ફોર્ડની આ જાહેરાત સાથે અમેરિકાની અગ્રણી કંપનીઓમાં ભારતીય મૂળના પ્રોફેશનલ્સની પકડ વધુ મજબૂત બની છે. ગલ્હોત્રાનો જન્મ ડિસેમ્બર 1965માં થયો હતો અને તેઓ ભારતમાં ઉછેર્યા હતા. તેમણે યુનિવર્સિટી ઓફ મિશિનગમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં બેચરલ ઓફ સાયન્સની ડિગ્રી હાંસલ કરી હતી. તેઓ આશરે 34 વર્ષથી ફોર્ડ સાથે જોડાયેલા છે.

Read More...
ભારતમાં બિલિયોનેર્સની સંખ્યા 11% વધી 13,637 થઈ

ભારતમાં 30 મિલિયન ડોલર (આશરે રૂ.226 કરોડ) કે તેનાથી વધુની ચોખ્ખી એસેટ ધરાવતા અલ્ટ્રા-હાઇ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલની સંખ્યા ગયા વર્ષે 11 ટકા વધી છે. શેરબજારમાં તેજી અને ડિજિટલ ક્રાંતિને કારણે દેશમાં ધનિકોની સંખ્યામાં વધારો થયો છે, એમ નાઇટ ફ્રેન્સે જણાવ્યું હતું. ભારતમાં અલ્ટ્રા-હાઇ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલની સંખ્યા 2021માં વધીને 13,637 થઈ છે, જે અગાઉના વર્ષે 12,287 હતી. 2021માં બિલિયોનેર્સની સંખ્યાના સંદર્ભમાં ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને હતું. અમેરિકા 748 બિલિનેર્સ સાથે પ્રથમ ક્રમે છે, જ્યારે ચીન 554 બિલિયોનેર્સ સાથે બીજા ક્રમે છે. ભારતમાં બિલિયોનેર્સની સંખ્યા 145 છે.પ્રોપર્ટી કન્સલ્ટન્સ નાઇક ફ્રેન્સના વેલ્થ રિપોર્ટ 2022માં જણાવ્યા અનુસાર વિશ્વમાં અલ્ટ્રા-હાઇ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલની સંખ્યા 9.3 ટકા વધીને 6,10,569 થઈ હતી, જે અગાઉના વર્ષે આશરે 5.48 લાખ હતી. નાઇટ ફ્રેન્કે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતમાં હાઇ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલની સંખ્યા વાર્ષિક ધોરણે 2021માં 11 ટકા વધી હતી, જે એપીએએસીમાં સૌથી વધુ વધારો છે.

Read More...
  Entertainment

આલિયા ભટ્ટનાં બોલીવૂડમાં 10 વર્ષ પૂર્ણ

યુવા અભિનેત્રી આલિયા ભટ્ટ અત્યારે તેની નવી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે જોરદાર ચર્ચામાં રહી છે. તેની આ ફિલ્મનું બમ્પર ઓપનીંગ થયું છે અને તેની વ્યૂઅરશિપ વધી રહી છે. આ ફિલ્મે પ્રથમ અઠવાડિયામાં 39 કરોડથી વધુની કમાણી કરી હતી. આ ફિલ્મનું નિર્દેશન સંજય લીલા ભણસાલીએ કર્યું છે. આલિયાની સંજય લીલા ભણસાલી સાથે આ પ્રથમ ફિલ્મ છે . આલિયા બાળપણથી તેમની સાથે કામ કરવા ઈચ્છતી હતી અને એટલા માટે જ માત્ર નવ વર્ષની ઉંમરમાં તેમની ફિલ્મ ‘બ્લેક’ માટે પ્રથમ વખત ઓડિશન આપવા માટે પહોંચી ગઈ હતી, પરંતુ તેનું સિલેક્શન નહોતું થયું. આલિયાને જોઈને ભણસાલીએ એક ભવિષ્યવાણી કરી હતી જે હવે સાચી થતી જોવા મળે છે.

Read More...

અક્ષય-ટાઇગર બન્યા બડે મિંયા છોટે મિંયા

અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ નવી ફિલ્મમાં સાથે જોવા મળશે. તેમની નવી ફિલ્મ બડે મિંયા છોટે મિંયાની જાહેરાત કરવામાં આવી છે. આ બન્ને કલાકારો એકશન અને સ્ટંટમાં માહેર હોવાથી આ ફિલ્મમાં ભરપૂર એકશન દ્રશ્યો જોવા મળશે. આ ફિલ્મની હિરોઇન વિશે હજી કોઇ જાહેરાત કરવામાં આવી નથી. ફિલ્મનું ટીઝર રજુ કરવામાં આવ્યું છે. જેમાં અક્ષય અને ટાઇગર સ્ટાઇલિશ રીતે ફાઇટ કરતા જોવા મળે છે. ટીઝરને વિદેશી ફિલ્મોને અનુસરીને બનાવામાં આવ્યું છે. આ ટીઝરમાં જોવા મળે છે કે, થોડી ફાઇટ પછી અક્ષય ટાઇગરને પૂછે છે કે, તુ અહીં શું કરી રહ્યો છે અને તારી કઇ ફિલ્મ આવવાની છે, ત્યારે ટાઇગર કહે છે કે, વર્ષ 2023માં ક્રિસમસમાં છોટે મિયાં. જ્યારે અક્ષય કહે છે કે, મારી બડે મિયાં રિલીઝ થવાની છે.

Read More...

હવે કરીના ટીવી પડદે જોવા મળશે

કરીના કપૂર ખાન ટૂંક સમયમાં જ એક ટીવી સીરિયલમાં દેખાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કરીના કપૂર ટીવી સીરિયલ ‘સ્પાય બહુ’થી નાના પડદા પર પદાર્પણ કરવા જઇ રહી છે. આ સીરિયલમાં એક દિલચસ્પ રોમાન્ટિક વાર્તા દર્શાવવામાં આવશે. સ્પાય બહુમાં સના સૈયદ અને સેહબાન આઝીમ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સીરિયલની વાર્તા એક મહિલા જાસૂસ અને એક સંદિગ્ધ આતંકવાદીની આજુબાજુ ફરતી રહેશે. કહાની એવી રીતે બનાવવામાં આવી છે કે આ લવ સ્ટોરી દર્શકોના દિલમાં વસી જશે. જોકે, કરીના કપૂર પહેલા રેખાએ પણ ટીવી સીરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ અને મિથુન ચક્રવર્તીએ સીરિયલ ‘ચીકુ કી મમ્મી’માં ભૂમિકા ભજવી હતી.ટીવી સીરિયલના પ્રોમોમાં કરીના કપૂર વાર્તા સંભળાવતી દેખાશે. કરીના કપૂર પણ આ પ્રોજેક્ટને લઇને ખૂબ ઉત્સાહિત છે. એક ઇન્ટરવ્યુમાં કરીના કપૂરે કહ્યું હતું કે, તેને લવ સ્ટોરીઝ ખૂબ જ પસંદ છે. લવસ્ટોરીઝ બધાને પસંદ હોય છે.

Read More...

બોલીવૂડનું યુક્રેન સાથે કનેક્શન

24 ફેબ્રુઆરી 2022ના રોજ જ્યારે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો ત્યારે આખું વિશ્વ ચોંકી ગયું હતું.મહિનાઓથી ચાલી રહેલા તણાવની વચ્ચે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન પર સૈન્ય હુમલો કર્યો હતો. પછી સતત એરસ્ટ્રાઈક અને ધમાકાની સતત ખબરોએ દુનિયા હચમચી ગઇ હતી. પરંતુ પોતાના સોંદર્યને કારણે યુક્રેન ભારતીય ફિલ્મોના શૂટિંગ માટે યુક્રેન પ્રથમ પસંદગીનો દેશ રહ્યો છે. સલમાન ખાનથી લઈને અક્ષયકુમાર સુધીની ફિલ્મો યુક્રેનમાં શૂટ કરવામાં આવી હતી. યુક્રેનમાં બોલિવૂડની અનેક ફિલ્મોનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મોમાં યુક્રેનના સુંદર લોકેશનનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો હતો. 2021માં કોવિડ-19 દરમિયાન રશિયા અને યુક્રેને ટૂરિસ્ટોને આવવાની મંજૂરી આપી હતી, જેના કારણે આરઆરઆરના મેકર્સે પણ કેટલાક સીનનું શૂટિંગ યુક્રેનમાં કર્યું હતું. સાવચેતીપૂર્વક સંપૂર્ણ આયોજન કરીને આરઆરઆરની ટીમ યુક્રેન ગઈ હતી અને આઈકોનિક નાટૂ નાટૂ… ગીતનું શૂટિંગ પણ ત્યાં જ કરવામાં આવ્યું હતું.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store