એચ-વનબી વિસા અને એલ-વન વીઝા કાર્યક્રમના સર્વગ્રાહી ઉપયોગની જોગવાઈઓ ધરાવતો ખરડો પ્રભાવશાળી અમેરિકન સેનેટર્સે રજૂ કર્યો છે.  તેઓની દલીલ એવી છે કે આવા કાયદાથી અમેરિકન કામદારોના હિતોનું રક્ષણ થશે. અને લોકપ્રિય વીઝા કાર્યક્રમનો દૂરુપયોગ કરનારી તથા ક્વોલિફાઇડ અમેરિકન લોકોને હાઇ-સ્કીલ્ડ જોબ્સથી વંચિત રાખતી વિદેશી આઉટસોર્સિંગ કંપનીઓ ઉપર પણ તેનાથી અંકુશ લાવી શકાશે. એચ-વનબી અને એલ-વન વીઝા રીફોર્મ એક્ટ દ્વારા અમેરિકન કામદારો અને વીઝાધારકો સાથે છેતરપિંડી અને વીઝાનો દૂરુપયોગ થતો અટકાવી શકાશે.
તેની સાથે વિદેશી કામદારોની ભરતીને બાબતે વધારે પારદર્શકતા આવશે.એચ-વનબી અને એલ-વન વીઝા રીફોર્મ એક્ટ માટે યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ સૌપ્રથમ વખત એચ-વનબી વીઝા  વાર્ષિક ફાળવણીને અગ્રતા આપે તે જરૂરી છે.તેના લીધે અમેરિકામાં શિક્ષણ લીધું હોય તેવા શ્રેષ્ઠ અને શ્રેષ્ઠતમ એડવાન્સ્ડ ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓને એચ-વનબી વીઝામાં પ્રેફરન્સ મળશે.  તેની સાથે ઊંચું વેતન મેળવતા અને ઉચ્ચ કૌશલ્ય ધરાવતા એડવાન્સ્ડ અમેરિકન ડિગ્રી ધારકોને પણ અગ્રતા મળશે.
એસટીઇએમ – અર્થાત સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ. આ કાયદામાં એચ-વનબી કે એલ-વન વીઝાધારકો અમેરિકાના કામદારનું સ્થાન લઈ શકે નહીં તેમ જણાવાયું છે.આ જ રીતે એચ-વનબી વીઝાધારકની ભરતીથી અમેરિકન કામદારને પર કોઈપણ રીતે વિપરીત અસર ન થવી જોઈએ તેવું પણ કહેવાયું છે.