. (Photo by Sujit Jaiswal / AFP) (Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)
કરીના કપૂર ખાન ટૂંક સમયમાં જ એક ટીવી સીરિયલમાં દેખાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કરીના કપૂર ટીવી સીરિયલ ‘સ્પાય બહુ’થી નાના પડદા પર પદાર્પણ કરવા જઇ રહી છે. આ સીરિયલમાં એક દિલચસ્પ રોમાન્ટિક વાર્તા દર્શાવવામાં આવશે. સ્પાય બહુમાં સના સૈયદ અને સેહબાન આઝીમ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સીરિયલની વાર્તા એક મહિલા જાસૂસ અને એક સંદિગ્ધ આતંકવાદીની આજુબાજુ ફરતી રહેશે. કહાની એવી રીતે બનાવવામાં આવી છે કે આ લવ સ્ટોરી દર્શકોના દિલમાં વસી જશે.
જોકે, કરીના કપૂર પહેલા રેખાએ પણ ટીવી સીરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ અને મિથુન ચક્રવર્તીએ સીરિયલ ‘ચીકુ કી મમ્મી’માં ભૂમિકા ભજવી હતી.ટીવી સીરિયલના પ્રોમોમાં કરીના કપૂર વાર્તા સંભળાવતી દેખાશે. કરીના કપૂર પણ આ પ્રોજેક્ટને લઇને ખૂબ ઉત્સાહિત છે. એક ઇન્ટરવ્યુમાં કરીના કપૂરે કહ્યું હતું કે, તેને લવ સ્ટોરીઝ ખૂબ જ પસંદ છે. લવસ્ટોરીઝ બધાને પસંદ હોય છે. કેટલીય લવ સ્ટોરી એવી હોય છે જે દિલમાં વસી જાય છે, વળી કેટલીક સ્ટોરીઓ એવી પણ હોય છે જે રહસ્યથી ભરેલી હોય છે. કલર્સનો આ શો પણ એક જાસૂસ અને આતંકવાદીની લવસ્ટોરી છે.