Vol. 3 No. 302 About   |   Contact   |   Advertise August 25, 2022


  News :       ગરવી ગુજરાત વિશેષ
હેરોમાં ઋષિ સુનક હીરો, શાનદાર સ્વાગત

નોર્થ લંડનના સાઉથ હેરોના ધામેચા લોહાણા કેન્દ્રમાં કન્ઝર્વેટિવ્સ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા (CFIN) દ્વારા સોમવાર તા. 22ના રોજ યોજવામાં આવેલા એક હસ્ટિંગમાં ભૂતપૂર્વ ચાન્સેલર અને વડા પ્રધાન પદના ઉમેદવાર ઋષિ સુનકને સાંભળવા સમગ્ર દેશમાંથી એકત્ર થયેલા બ્રિટિશ એશિયન્સે તેમનું ઉત્સાહભેર અભિવાદન કર્યું હતું. અહીંનો માહોલ તો એવો ધમાકેદાર હતો કે જાણે સુનક વડાપ્રધાનપદ માટે નિશ્ચિત હોય. એકત્રિત લોકોમાંથી વડીલોએ આ ભારતીય બ્રિટિશર નેતાને વિજયના આશિર્વાદ આપ્યા હતા, તો સમવયસ્કો અને યુવાનોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યં હતું. ઋષિ સુનકે પણ સૌનું વિનમ્રતાથી અને છતાં આત્મવિશ્વાસપૂર્વક અભિવાદન કર્યું હતું. કોમ્યુનિટીમાં લોકપ્રિય નેતાનું ઢોલ વગાડી, હર્ષભેર સીટીઓ મારી એક હીરોની જેમ સ્વાગત કરાયું હતું.

Read More...
લીઝ ટ્રસના ‘મેજિક મની ટ્રી’ વચનો પર ટીમ સુનકનો હુમલો

વડા પ્રધાન બનવાની રેસના દાવેદાર ઋષી સુનકની ટીમે સોમવારે તેમના હરીફ ઉમેદવાર અને ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસ પર બ્રિટિશ જનતાને કનડી રહેલા કોસ્ટ-ઓફ-લીવિંગ કટોકટીનો સામનો કરવા માટેના “મેજિક મની ટ્રી” જેવા વચનો બાબતે નવો હુમલો કર્યો હતો.

Read More...
યુકેમાં રેકોર્ડ ફુગાવાના કારણે ખાદ્યપદાર્થોના ભાવ આસમાને

રેકોર્ડ ફુગાવાના કારણે ખાદ્યપદાર્થો ભાવ આસમાને પહોંચ્યા છે. રોજબરોજની ચીજવસ્તુઓના ભાવોમાં 40 વર્ષમાં પહેલી વખત સૌથી ઝડપી દરે વધારો થઇ રહ્યો છે.

Read More...
કેનેડામાં પંજાબીઓની સંખ્યામાં ઉછાળો, સૌથી વધુ બોલાતી ભાષામાં પંજાબી ચોથા ક્રમે

કેનેડામાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાં પંજાબી ચોથા સ્થાને પહોંચી ગઈ છે, તો અન્ય ભારતીય ભાષાઓનો પણ ઉપયોગ ઝડપથી વધી રહ્યો હોવાનું તાજેતરના આંકડાઓમાં જણાયું છે.

Read More...
જમ્મુ કાશ્મીરમાં બિન સ્થાનિકોને મતાધિકારનો વિવાદ

જમ્મુ અને કાશ્મીરમાં બિન સ્થાનિક લોકોને મતાધિકાર આપવાની કથિત હિલચાલને પણ વિવાદ ઊભો થયો હતો. જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે શનિવારે સ્પષ્ટતા કરી છે કે મતદાર યાદીમાં સુધારણા બાદ 25

Read More...
રોહિંગ્યાને ફ્લેટમાં વસાવવાની જાહેરાત બાદ સરકારનો યુ-ટર્ન

રોહિંગ્યા મુસ્લિમોના મુદ્દે કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીની બુધવારની જાહેરાતથી કેન્દ્રની મોદી સરકાર મુશ્કેલીમાં મુકાઈ હતી અને સરકારે તાકીદે આ મુદ્દે યુ-ટર્ન લેવો પડ્યો હતો.

Read More...
ગુજરાતમાં ચૂંટણી પહેલા AAPએ વધુ 9 ઉમેદવારોની યાદી જાહેર કરી

ગુજરાતમાં ચાલુ વર્ષના અંત ભાગમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ ગુરુવારે નવ ઉમેદવારોની બીજી યાદી પણ જાહેર કરી હતી.

Read More...
ગુજરાતમાં ચૂંટણી પહેલા પ્રધાનમંડળમાં મોટા ફેરફાર

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શનિવારની મોડી સાંજે તેમના પ્રધાનમંડળમાં ધરખમ ફેરફાર કર્યા હતા.

Read More...
ગુજરાતમાં સીઝનનો સરેરાશ 97.70 ટકા વરસાદ

ગુજરાતમાં ચોમાસાની સીઝનમાં 21 ઓગસ્ટ સુધીમાં સરેરાશ 97.70 ટકા વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ કચ્છમાં સીઝનનો 151.94 ટકા વરસાદ ખાબક્યો હતો. ઉત્તર ગુજરાતમાં 97.51 ટકા વરસાદ નોંધાયો હતો.

Read More...
ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા માંગણી

ગુજરાતમાં હાઇકોર્ટની કાર્યવાહીમાં પણ ગુજરાત ભાષાને મંજૂરી આપવા માટે માગણી કરવામાં આવી છે. કોર્ટ કાર્યવાહી માટે અંગ્રેજી ભાષાની સાથે સાથે ગુજરાતી ભાષાનો પણ સમાવેશ

Read More...

  Sports
ઝિમ્બાબ્વે સામે વન-ડે સીરીઝમાં પણ ભારતની 3-0થી ક્લીન સ્વીપ

ભારતીય ક્રિકેટ ટીમે તેના ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ્સના ઝિમ્બાબ્વેના ટુંકા પ્રવાસમાં પણ સોમવારે ત્રીજી અને છેલ્લી વન-ડેમાં 13 રને વિજય સાથે સીરીઝની ત્રણે મેચમાં વિજય સાથે 3-0થી ક્લીન સ્વીપ કરી હતી.

Read More...
ભારત-ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા આગામી ચાર વર્ષમાં પાંચ-પાંચ ટેસ્ટની સીરીઝ રમશે

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ગયા સપ્તાહે ટેસ્ટ ક્રિકેટ રમતા દેશો માટેનો ચાર વર્ષનો ફયુચર ટુર પ્રોગ્રામ (એફટીપી) જાહેર કર્યો છે, જે મુજબ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ્સ (ડબ્લ્યુટીસી) ની બે સાઈકલની જાહેરાત કરવામાં આવી છે.

Read More...
પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન આફ્રીદી ઈજાગ્રસ્ત, એશિયા કપમાં નહી રમી શકે

ભારતનો મુખ્ય સ્ટ્રાઈક બોલર, પેસર જસપ્રીત બુમરાહ પીઠની તકલીફના કારણે એશિયા કપ નહીં રમે તેવા દુખદ સમાચાર પછી ભારત માટે હવે સારા સમાચાર એ છે કે પાકિસ્તાનનો મુખ્ય ફાસ્ટ બોલર શાહીન આફ્રીદી પણ ઈજાગ્રસ્ત હોવાના કારણે એશિયા કપમાં રમી શકશે નહીં.

Read More...
ભારતની મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીએ પણ નિવૃત્તિ જાહેર કરી

ભારતીય મહિલા ક્રિકેટમાં પણ હવે ધરખમ ફેરફાર થઈ રહ્યાં છે. ટોચના સિનિયર ખેલાડીઓ હવે નિવૃત્તિના માર્ગે આગળ ધપી રહ્યા છે. મિતાલી રાજ પછી વધુ એક મહિલા ક્રિકેટર – ઝુલન ગોસ્વામીએ તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
Click Full Screen
 
  Business
ભારતમાં મકાનોની કિંમતો કોરોના પહેલાના સ્તરને કુદાવી ગઇ

ભારતના મુખ્ય આઠ શહેરો – દિલ્હી, મુંબઇ, ચેન્નઇ, કલકત્તા, બેંગ્લોર અમદાવાદ, હૈદરાબાદ, પુનામાં મકાન-ફ્લેટોની કિંમત જૂન ક્વાર્ટરમાં સરેરાશ પાંચ ટકા વધી છે, એમ ક્રેડાઇ -રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ કોલિયર્સ ઇન્ડિયા અને ડેટા એનાલિટિક ફર્મ લિયાસેસ ફોરાસના એક રિપોર્ટમાં જણાવાયુ હતું. આ સાથે મકાનોની કિંમતો કોરોના પૂર્વેના સ્તરને કુદાવી ગઇ છે, જે નવા મકાનોની સપ્લાય સાથે ઘરોની વધી રહેલી મજબૂત માંગને દર્શાવે છે. આ અહેવાલ અનુસાર જૂન ક્વાર્ટરમાં અમદાવાદમાં મકાનોની કિંમત વાર્ષિક તુલનાએ ૯ ટકા વધીને રૂ. ૫૯૨૭ સ્ક્વેર ફૂટ થઇ હતી.

Read More...
રશિયા પાસેથી ઈંધણની ખરીદી ભારત માટે ફાયદાકારકઃ જયશંકર

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અમેરિકા સહિત યુરોપના ઘણા દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા હતા, પરંતુ ભારતે રશિયા પાસેથી ઈંધણ ખરીદવાનું ચાલુ રાખ્યું છે. ઘણા મંચો પર ભારત વતી વિદેશપ્રધાન એસ જયશંકરે વિદેશી મીડિયાના પ્રશ્નનો સચોટ જવાબ આપ્યો હતો. આ મુદ્દે જયશંકરે ફરી એક વખત જડબેસલાક જવાબ આપ્યો હતો અને જણાવ્યું હતું કે ભારત રશિયા પાસેથી શા માટે ઈંધણ ખરીદી રહ્યું છે. એસ જયશંકરે જણાવ્યું હતું કે ભારત 2000 ડોલર પ્રતિ વ્યક્તિ આવક ધરાવતો દેશ છે. અહીંના લોકો એવા નથી કે જેમને ઊર્જાના વધેલા ભાવો પરવડી શકે.

Read More...
રિલાયન્સ જિયોએ 1000 શહેરોમાં 5Gની તૈયારી પૂર્ણ કરી

ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ ટોચના 1,000 શહેરોમાં 5G કવરેજનું આયોજન પૂર્ણ કરી લીધું છે અને દેશમાં જ વિકસાવવામાં આવેલા 5G ટેલીકોમ સાધનોની ફિલ્ડ ટ્રાયલ હાથ ધરવામાં આવી છે, તેમ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે. અહેવાલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે (RIL) જણાવ્યું હતું કે જિયોએ તેની 100 ટકા સ્વદેશી ટેક્નોલોજી સાથે 5G લોન્ચ કરવા માટે તૈયાર થવામાં વર્ષ 2021-22 દરમિયાન વિશાળ સ્તરનાં પગલાં લીધાં હતાં

Read More...
ભારતીય રેલવેની સ્પીડ ટૂંકમાં જ વધશે

ઇન્ડિયન રેલવે સપ્ટેમ્બરના પ્રારંભ અથવા ઓક્ટોબરથી રેલવે ઘણી ટ્રેનોની ઝડપ વધારવાની તૈયારીમાં છે. રેલવે ઝડપ વધારવાનો નિર્ણય લેશે તો ઘણી ટ્રેનોની ઝડપ વધીને પ્રતિ કલાક ૧૮૦ કિમી થશે. તેનાથી લાંબા અંતરની મુસાફરી કરતા લોકોના સમયમાં ઘટાડો થશે. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રથમ તબક્કામાં ૨૩ ટ્રેનની ઝડપ વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જેમની ઝડપ પ્રતિ કલાક ૧૬૦થી ૧૮૦ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેનાથી દિલ્હીથી પટનાની મુસાફરીનો સમય ૧૨-૧૩ કલાક થશે.

Read More...
  Entertainment

હવે ‘ધ ડર્ટી પિક્ચર’ની રીમેક બનશે

વિદ્યા બાલને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન મજબૂત રીતે જમાવ્યું છે. તેણે ઘણી યાદગાર ફિલ્મો આપી છે.જોકે, છેલ્લા ઘણાં સમયથી તે ફિલ્મોમાં જોવા મળી નથી.થોડા સમય અગાઉ તે ડિજિટલ પ્લેટફોર્મ પર જોવા મળી હતી. તેણે વર્ષ 2012માં ‘ડર્ટી પિક્ચર’ જેવી યાદગાર ફિલ્મ આપી હતી. જેમાં તેની સાથે નસીરૂદ્દીન શાહ અને ઈમરાન હાશમી પણ હતા. શરૂઆતમાં તેની સામે વિરોધ પછી દર્શકોએ તે ફિલ્મને પસંદ કરી હતી.

Read More...

અર્જુન કપૂરે કરી મનની વાત…

ફિલ્મ નિર્માતા બોની કપૂરનો પુત્ર ફિલ્મો કરતા મલાઇકા અરોરા સાથેના ગાઢ સંબંધોના કારણે વધુ ચર્ચામાં રહે છે. અર્જુન કહે છે કે તે, અત્યારે લગ્નનું વિચારતો નથી, પરંતુ કારકિર્દી બનાવવાઇચ્છે છે. મલાઇકા અરોરા સાથેના તેના નજીકનાસંબંધો જગજાહેર છે. તેઓ અનેકવાર સાથે જોવા મળે છે. સોશિયલ મીડિયામાં પણ તેઓ પોતાના પ્રેમનો સ્વીકાર કરે છે. તાજેતરમાં કરણ જોહરના શો- ‘કોફી વિથ કરન’માં અર્જુને જણાવ્યું હતું કે મલાઇકાએ તેની નાની સાથે પણ મુલાકાત કરી છે.

Read More...

લંડનમાં વિવેક ઓબેરોયની દેશભક્તિ

ભારતમાં 76મો સ્વાતંત્ર્ય દિવસ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાઇ ગયો. દેશભરમાં શરૂ કરવામાં આવેલા ‘હર ઘર તિરંગા’ કેમ્પેઇનને ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો હતો. આ ઉજવણીમાં બોલીવૂડ સ્ટાર્સ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.વિવેક ઓબેરોયે લંડનમાં બ્રિટિશ પાર્લામેન્ટની સામે ત્રિરંગો લહેરાવીને પોતાની દેશભક્તિ દર્શાવી હતી. વિવેક ઓબેરોયે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે લંડનમાં પાર્લામેન્ટની બહાર ઊભો જોવા મળી રહ્યો છે.

Read More...

વ્યસ્ત કેટરીનાની ગૌરીખાન સાથે અનોખી કેમિસ્ટ્રી

યુવા અભિનેત્રી કેટરિના કૈફના બોલીવૂડમાં ઘણા લોકો સાથે ગાઢ સંબંધ ધરાવે છે.આવા સંબંધોના કારણે કેટરિનાના તમામ પ્રોજેક્ટ્સ મોટા સ્ટાર્સ સાથેના હોય છે. કેટરિનાએ ગૌરી ખાન સાથે એક સ્પેશિયલ પ્રોજેક્ટની વાત કરી છે. આ પ્રોજેક્ટ અંગે કોઇ વિશેષ માહિતી જાહેર કરવામાં આવી નથી. તેણે શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન સાથે એક ફ્લોરલ ડ્રેસમાં ફોટોશૂટ કરાવીને લોકોને વિચાર કરતા કરી દીધા છે. કેટરિનાએ સોશિયલ મીડિયા પર ફ્લોરલ પેટર્ન ધરાવતા મલ્ટિકલર ડ્રેસમાં એક પોસ્ટ મુકીને જણાવ્યું છે કે, ડ્રીમી ફ્લોરલ્સ, ગૌરીખાન સાથે કંઈક સ્પેશિયલ આવી રહ્યું છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store