Is it Katrina's turn now?
(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

યુવા અભિનેત્રી કેટરિના કૈફના બોલીવૂડમાં ઘણા લોકો સાથે ગાઢ સંબંધ ધરાવે છે.આવા સંબંધોના કારણે કેટરિનાના તમામ પ્રોજેક્ટ્સ મોટા સ્ટાર્સ સાથેના હોય છે.

કેટરિનાએ ગૌરી ખાન સાથે એક સ્પેશિયલ પ્રોજેક્ટની વાત કરી છે. આ પ્રોજેક્ટ અંગે કોઇ વિશેષ માહિતી જાહેર કરવામાં આવી નથી. તેણે શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન સાથે એક ફ્લોરલ ડ્રેસમાં ફોટોશૂટ કરાવીને લોકોને વિચાર કરતા કરી દીધા છે.

કેટરિનાએ સોશિયલ મીડિયા પર ફ્લોરલ પેટર્ન ધરાવતા મલ્ટિકલર ડ્રેસમાં એક પોસ્ટ મુકીને જણાવ્યું છે કે, ડ્રીમી ફ્લોરલ્સ, ગૌરીખાન સાથે કંઈક સ્પેશિયલ આવી રહ્યું છે. આ પોસ્ટ પછી તેમના વિશે અનેક અટકળો વહેતી થઈ છે. કેટરિના કૈફની ફિલ્મ ફોન ભૂત ટૂંક સમયમાં આવવાની છે. જેમાં ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી પણ મુખ્ય ભૂમિકા જોવા મળશે. સલમાન અને ઈમરાન હાશમી સાથેની ટાઈગર 3ની પણ આતુરતાથી રાહ જોવાઈ રહી છે.
અલી અબ્બાસ ઝફરની સુપર હીરો સિરિઝમાં પણ કેટરિનાનું પાત્ર મહત્ત્વનું છે. આ ઉપરાંત ફરહાન અખ્તરના ડ્રીમ પ્રોજેક્ટ જી લે ઝરામાં પણ તે જોવા મળશે. આ ફિલ્મમાં કેટરિના, પ્રિયંકા અને આલિયાના લીડ રોલ કન્મફર્મ છે. જોકે ત્રણેયનું શિડ્યુલ નક્કી નહીં હોવાથી શૂટિંગ થઇ શક્યું નથી.