Does not consider Britain a racist country: Rishi Sunak
(Photo by Hannah McKay-Pool/Getty Images)

વડા પ્રધાન બનવાની રેસના દાવેદાર ઋષી સુનકની ટીમે સોમવારે તેમના હરીફ ઉમેદવાર અને ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસ પર બ્રિટિશ જનતાને કનડી રહેલા કોસ્ટ-ઓફ-લીવિંગ કટોકટીનો સામનો કરવા માટેના “મેજિક મની ટ્રી” જેવા વચનો બાબતે નવો હુમલો કર્યો હતો.

પૂર્વ ચાન્સેલર સુનકની ટીમે ચેતવણી આપી હાઇલાઇટ કર્યું હતું કે ‘’અંદાજિત £50 બિલિયનના ટેક્સ કટની પ્રતિજ્ઞા અને સૌથી વધુ જરૂરિયાતવાળા લોકોને સહાય પેકેજો પૂરા પાડવા કેબિનેટ પ્રધાન લીઝ ટ્રસે દેશના દેવાને ખતરનાક સ્તરે ધકેલવો પડશે. ટ્રસની નીતિ મુજબના વચનો યુકેના અર્થતંત્રને ફુગાવાના ખપ્પરમાં હોમી દેશે. વાસ્તવિકતા એ છે કે ટ્રસ સપોર્ટ પેકેજ ડિલિવર કરી શકશે નહિં તેમજ એક જ વારમાં £50 બિલિયન મૂલ્યના અનફન્ડેડ, કાયમી ટેક્સ કટ કરી શકે તેમ નથી. આમ કરવાનો અર્થ એ છે કે ઐતિહાસિક અને ખતરનાક સ્તરે ઉધારી વધશે, જાહેર નાણાંને ગંભીર જોખમમાં મૂકાશે.’’

ઝુંબેશમાં દાવો કરાયો હતો કે “હેન્ડઆઉટ્સ” તરીકે સીધી સહાયની ચૂકવણીને નકારી કાઢવાના અઠવાડિયા પછી, ટ્રસના સમર્થકો વાસ્તવિકતા જોઇને “ધીમે ધીમે જાગી ગયા છે” અને કહે છે કે તેઓ લોકોને મદદ પૂરી પાડશે. “પરંતુ કઈ મદદ, કોને, ક્યારે અને કેવી રીતે ચૂકવવામાં આવશે તે એક રહસ્ય રહે છે. ” સુનકના પૂર્વ સાથી, ટોરી એમપી કેવિન હોલીનરેકે સૂચવ્યું હતું કે ‘’આ શિયાળામાં એનર્જી બિલ ચૂકવવા માટે વધુ મદદ વિના લોકો બેઘર થઈ જશે. ઋષીએ લોકોને ટેકો પૂરો પાડ્યો છે, તેમણે લાખો નોકરીઓ બચાવી છે, તેઓ કોસ્ટ-ઓફ-લિવિંગ કટોકટીના સંદર્ભમાં પગલાંને ફરીથી લક્ષ્ય બનાવશે. અમારે યોગ્ય ટેકો પૂરો પાડવાનો છે પણ તેને કરદાતાઓ માટે લક્ષિત અને પોસાય તેવું પણ બનાવવું છે.” ટ્રસની ટીમે દલીલ કરી હતી કે ‘’ટેક્સ કાપ યુકેની અર્થવ્યવસ્થાના વિકાસ અને સમૃદ્ધિને વેગ આપવા માટે મદદ કરશે.

કોસ્ટ-ઓફ-લિવિંગ કટોકટીનો અર્થ એ છે કે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. ટ્રસ સરકાર ટેક્સમાં ઘટાડો કરીને અને એનર્જી લેવી પર કામચલાઉ મોરેટોરિયમ રજૂ કરીને, યુકેમાં લોકોને મદદ કરવા માટે શક્ય તેટલી વહેલી તકે પગલાં લેવા માંગશે. 2 સપ્ટેમ્બરના રોજ ટોરી સભ્યો માટે નવા લીડર માટેનું મતદાન બંધ થશે અને તા. 5ના રોજ વિજેતાની જાહેરાત થશે.