Vol. 3 No. 305 About   |   Contact   |   Advertise September 14, 2022


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
મહારાણી એલિઝાબેથનું નિધન: પ્રિન્સ ચાર્લ્સ નવા રાજા

રાજાશાહીના ઇતિહાસમાં બ્રિટન પર સૌથી લાંબો સમય એટલે કે સાત દાયકાઓ સુધી મહારાણી તરીકે શાસન કરનાર રાણી એલિઝાબેથ બીજાનું તા. 8 સપ્ટેમ્બરના રોજ ગુરૂવારે 96 વર્ષની વયે સ્કોટલેન્ડમાં તેમના બાલમોરલ કાસલ ખાતે અવસાન થતાં બ્રિટનના એક જાજરમાન યુગનો અંત આવ્યો છે. મહારાણી એલિઝાબેથના મોટા પુત્ર 73 વર્ષના પ્રિન્સ ચાર્લ્સ આપમેળે યુનાઇટેડ કિંગડમના રાજા અને ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ન્યુઝીલેન્ડ સહિત 14 અન્ય દેશોના વડા બન્યા છે અને હવે તેઓ કિંગ ચાર્લ્સ ત્રીજા તરીકે ઓળખાશે જ્યારે તેમના પત્ની કેમિલા ક્વીન કોન્સોર્ટ બન્યા છે. સોમવાર 19 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યે લંડનના વેસ્ટમિંસ્ટર એબી ખાતે મહારાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે અને તે દિવસે સમગ્ર યુકેમાં બેંક હોલીડે જાહેર કરવામાં આવી છે.

Read More...
‘ગરવી ગુજરાત’ના આધારસ્તંભ શ્રીમતી પાર્વતીબેન સોલંકીની ચિરવિદાય

ગરવી ગુજરાત અને એશિયન મીડિયા ગ્રુપના આધારસ્તંભ શ્રીમતી પાર્વતીબેન રમણિકલાલ સોલંકીનું ગુરૂવાર, 8 સપ્ટેમ્બરે સમી સાંજે લંડન ખાતે અવસાન થયું છે. તેઓ 86 વર્ષના હતા.

Read More...
અમેરિકાએ ભારતમાં વિક્રમજનક 82,000 સ્ટુડન્ટ વિઝા જારી કર્યા

ભારત ખાતેના અમેરિકાના મિશને ગુરુવાર (8 સપ્ટેમ્બર)એ જણાવ્યું હતું કે તેને 2022માં અત્યાર સુધી ભારતમાં વિક્રમજનક 82,000 સ્ટુડન્ટ વિઝા જારી કર્યા છે, આ આંકડા બીજા કોઇ પણ દેશ કરતાં સૌથી ઊંચો છે.

Read More...
દ્વારકા-શારદા પીઠના શંકરાચાર્ય શ્રી સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી બ્રહ્મલીન થયા

દ્રારકા-શારદા પીઠના શંકરાચાર્ય શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજીનું મધ્યપ્રદેશના નરસિંહપુરમાં રવિવાર, 11 સપ્ટેમ્બરે નિધન થયું હતું. તેમની ઉંમર 99 વર્ષ હતી.

Read More...
યુકેનાં હોમ સેક્રેટરીની ગોવામાં પૂર્વજોની જમીન પર ગેરકાયદે કબજો

યુકેનાં નવા હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનની ભારતમાં ગોવામાં આવેલા પૂર્વજોની મિલકત પર કોઇએ ગેરકાયદે કબ્જો જમાવ્યો છે.

Read More...
વેદાંત પટેલ US સ્ટેટ ડીપાર્ટમેન્ટની ડેઇલી બ્રિ‌ફિંગ કરનારા પ્રથમ ઇન્ડિયન અમેરિકન

અમેરિકાના વિદેશ વિભાગના પ્રિન્સિપાલ ડેપ્યુટી સ્પોકપર્સન વેદાંત પટેલે મંગળવારે ઇતિહાસ રચ્યો હતો. તેઓ વિદેશ વિભાગની ડેઇલી ન્યૂઝ કોન્ફરન્સમાં સંબોધન કરનારા પ્રથમ ઇન્ડિયન અમેરિકન બન્યાં છે.

Read More...
દિલ્હીના ઐતિહાસિક રાજપથનું નામ બદલીને કર્તવ્યપથ કરાયું

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નવી દિલ્હીમાં નવનિર્મિત સેન્ટ્રલ વિસ્ટા એવન્યૂના ભાગરૂપે રાષ્ટ્રપતિભવનથી લઇને ઇન્ડિયાગેટ સુધીના નવા નામાભિધાન કરાયેલા કર્તવ્યપથનું ઉદ્ઘાટન કર્યું હતું અને

Read More...
ભાજપ વિરોધી જનસમર્થન ઊભું કરવા કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’

દેશમાં 2024ની લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર વિરૂદ્ધ જનસમર્થન તૈયાર કરવા માટે કોંગ્રેસે બુધવારે કન્યાકુમારીથી ‘ભારત જોડો યાત્રા’નો પ્રારંભ કરાવ્યો હતો.

Read More...
ભારત-ચીને લદાખના પેટ્રોલિંગ પોઇન્ટ પરથી સૈનિકો પાછા બોલાવ્યા

ભારત અને ચીન આર્મીએ ગુરુવારે જાહેરાત કરી હતી કે પૂર્વ લડાખના ગોગરા હોટસ્પ્રિંગ વિસ્તારના પેટ્રોલિંગ પોઇન્ટ-15 પરથી સૈનિકો પરત બોલાવવાનું ચાલુ કર્યું છે.

Read More...
વારાણસી જ્ઞાનવાપી કેસઃ કાનૂની લડાઇમાં હિન્દુ પક્ષનો મોટો વિજય

વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં પૂજાના હકોની માગણી કરતી પાંચ હિન્દુ મહિલાની પિટિશનની કાયદેસરતાને પડકારતી અંજુમન ઇસ્લામિયા મસ્જિદ કમિટીની અરજીને સોમવારે વારાણસી

Read More...
ગુજરાતમાં સીઝનનો ૧૦૬ ટકા વરસાદ, ૭૨ તાલુકામાં ૪૦ ઈંચથી વધુ

ગુજરાતમાં ચોમાસાની આ સીઝનમાં મેઘરાજા મહેરમાન બન્યા છે. રાજ્યમાં 11 સપ્ટેમ્બર સુધીમાં સરેરાશ ૩૫ ઈંચ સાથે સીઝનનો ૧૦૬ ટકા વરસાદ નોંધાયો હતો.

Read More...
અંબાજી મેળામાં 20 દેશોના 27 લાખ શ્રદ્ધાળુઓએ ઓનલાઇન દર્શન-આરતીનો લાભ લીધો

યાત્રાધામ અંબાજી ખાતે 5 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલા મહા મેળામાં સરકારના ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ ડિજિટલ માધ્યમથી ૨૦થી વધુ દેશોના ૨૭ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ

Read More...

  Sports
પાકિસ્તાનને હરાવી શ્રીલંકા એશિયા કપ ચેમ્પિયન

ભાનુકા રાજપક્ષાના ૪૫ બોલમાં ધમાકેદાર, અણનમ ૭૧ રન અને પછી પ્રમોદ મદુશન તથા વનિન્દુ હસારંગાની અસરકારક બોલિંગ સાથે રવિવારે એશિયા કપ ટી-20ની ફાઈનલમાં શ્રીલંકાએ 23

Read More...
ટી-20 વર્લ્ડ કપની ભારતીય ટીમમાં ફિટ બુમરાહની વાપસી

આવતા મહિને ઓસ્ટ્રેલિયામાં રમાનારી ટી-20 વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ માટેની ભારતીય ટીમની સોમવારે (12 સપ્ટેમ્બર) જાહેરાત કરાઈ હતી, જેમાં રોહિત શર્માના સુકાનીપદે 15 સભ્યોની તથા

Read More...
સ્પેનનો આલ્કારાઝ, પોલેન્ડની સ્વીઆટેક યુએસ ઓપન ચેમ્પિયન

સ્પેનનો 19 વર્ષનો કાર્લોસ આલ્કારાઝ રવિવારે ન્યૂયોર્કમાં યુએસ ઓપન ટેનિસની ફાઈનલમાં નોર્વેના કેસ્પર રૂડને 6-4, 2-6, 7-6 (1), 6-3થી હરાવી વિશ્વનો સૌથી નાની વયનો

Read More...
નીરજ ચોપરાનો એક વધુ રેકોર્ડ, ડાયમંડ લીગમાં ગોલ્ડન થ્રો

ભારતીય જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ફરી એકવાર ઈતિહાસ સર્જ્યો છે. તે ડાયમંડ લીગમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી આ સિધ્ધિ મેળવનારો પ્રથમ ભારતીય એથલેટ બન્યો છે.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
ભારતે ચોખાની નિકાસ પર નિયંત્રણો મૂક્યાં, વિશ્વમાં ફૂડ ફુગાવા વધશે

ભારતે ગુરુવારે ટુકડા ચોખા (બ્રોકન રાઉસ)ની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે અને અમુક જાતની ચોખાની નિકાસ પર 20 ટકા ડ્યૂટી લાદી છે. ભારત વિશ્વમાં ચોખાનો સૌથી મોટો નિકાસકાર દેશ છે અને હાલમાં સ્થાનિક ભાવને અંકુશમાં રાખવાનો પ્રયાસ કરી રહ્યો છે. ચોખાના વૈશ્વિક વેપારમાં ભારતનો હિસ્સો 40 ટકા છે. ભારત 150થી વધુ દેશોમાં ચોખાની નિકાસ કરે છે અને નિકાસમાં કોઇપણ ઘટાડાથી ફુડ પ્રાઇસમાં વધારો થશે. વિશ્વમાં હાલમાં યુક્રેન પર રશિયાના આક્રમક, હીટવેવ અને દુકાળને કારણે ખાદ્ય ચીજવસ્તુઓનો સપ્લાય મર્યાદિત છે અને ભાવો ઊંચા સ્તરે છે. આ નવી નિકાસ જકાતથી ખરીદદાર દેશો માટે મુશ્કેલી ઊભી થશે. તેનાથી વિશ્વના દેશો થાઇલેન્ડ અને વિયેતનામથી નિકાસમાં વધારો કરે તેવી શક્યતા છે. સરકારે એક્સપોર્ટ ડ્યૂટીમાં પરબોઇલ્ડ અને બાસમતી ચોખાને બાકાત રાખ્યા છે. નવી ડ્યૂટી 9 સપ્ટેમ્બરથી અમલી બની છે. ભારતની સરકારે આ ખાદ્યાન્ના સંકટને ટાળવા માટે હવે ટુકડા ચોખાની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો છે.

Read More...
એર ઈન્ડિયાને નવી ઊંચાઈએ પહોંચાડવા ટાટા $4 બિલિયન એકત્ર કરશેઃ રીપોર્ટ

ટાટા ગ્રૂપની હોલ્ડિંગ કંપની એર ઇન્ડિયામાં નવું મૂડીરોકાણ કરવા અને ઊંચા ખર્ચને દેવાને ભરપાઈ કરવા માટે આશરે 4 બિલિયન ડોલર એકત્ર કરવાની યોજના બનાવી છે, એમ સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં જણાવાયું હતું. ભારતના સૌથી મોટા એરલાઈન કેરિયર એર ઈન્ડિયાને ખરીદ્યા બાદ હવે ઉંચી આકાશી ઉડાન માટે ટાટા સન્સ યોજના બનાવી છે. મીડિયા અહેવાલ અનુસાર ટાટા સન્સ ઇક્વિટી અને હાઇબ્રિડ ડેટ સાધનો દ્વારા ભંડોળ ઊભું કરશે. એર ઈન્ડિયાના એક્વિઝિશન માટે કંપનીએ આ મોંઘી લોન લીધી હતી. હવે ટાટા આ દેવાની ચૂકવણી કરવા માંગે છે. આ સિવાય એર ઈન્ડિયાને નવા શિખરે પહોંચાડવા માટે નવી મૂડી નાખવા માંગે છે. નવા ફંડ માટે ટાટા ગ્રુપ ટૂંક સમયમાં રોકાણ સલાહકારોની નિમણૂકની પ્રક્રિયા શરૂ કરશે. જોકે કેટલાક વિદેશી ધિરાણકર્તાઓ અને કેટલાક ખાનગી ઇક્વિટી ફંડ્સ સાથે અનૌપચારિક વાટાઘાટો શરૂ થઈ ગઈ છે.ટાટા સન્સે ગયા વર્ષે ઓક્ટોબરમાં ફરી એર ઈન્ડિયાને હસ્તગત કરી હતી. આ સોદો 2.3 બિલિયન ડોલરના

Read More...
ગૌતમ અદાણીનું USIBCના ગ્લોબલ લીડરશિપ એવોર્ડથી સન્માન

ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારીમાં વધારો કરવા માટે નોંધપાત્ર યોગદાન આપવા બદલ બુધવારે, 7 સપ્ટેમ્બરે બિલિયોનેર બિઝનેસમેન ગૌતમ અદાણીનું USIBCના 2022ના ગ્લોબલ લીડરશીપ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. યુએસ-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ ((USIBC)ની ઇન્ડિયા આઇડિઝ સમીટ દરમિયાન દિલ્હીમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ 2007થી આ પુરસ્કાર ભારત અને અમેરિકાના ટોચના ઉદ્યોગસાહસિકોને દ્વિપક્ષીય વેપાર સંબંધોને સશક્ત બનાવવાની દિશામાં કરવામાં આવેલા પ્રયત્નો બદલ આપવામાં આવે છે. યુએસ-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલના પ્રેસિડન્ટ અતુલ કેશપે અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીને 2022નો ગ્લોબલ લીડરશીપ એવોર્ડ એનાયત કર્યો હતો.

Read More...
ભારતમાં ડીમેટ એકાઉન્ટની સંખ્યા પ્રથમ વાર 100 મિલિયનને આંબી ગઈ

કોરોના મહામારી પછી ભારતમાં શેરબજારમાં લોકોના રસમાં અસાધારણ વધારો થયો છે અને છેલ્લા અઢી વર્ષમાં દેશમાં ડિમેટ એકાઉન્ટની સંખ્યામાં અઢી ગણો ઉછાળો આવ્યો છે. દેશમાં ઓગસ્ટ 2022 દરમિયાન ડિમેટ એકાઉન્ટની સંખ્યા પ્રથમ વખત 100 મિલિયનના આંકને વટાવી ગઈ હતી. ઓગસ્ટ મહિનામાં 2.2 મિલિયન નવા એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા, જે ચાર મહિનામાં સૌથી વધુ છે. એમ, નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NDSL) અને સેન્ટ્રલ ડિપોઝિટરી ડિપોઝિટરી સર્વિસિસ (CDSL)ના ડેટામાં મંગળવારે જણાવાયું હતું.

Read More...
  Entertainment

હવે કરીના કપૂર પણ નિર્માત્રી બની

કરીના કપૂરે અભિનેત્રી તરીકેની પોતાની આવડતને પૂરવાર કર્યા પછી તે નિર્માત્રી તરીકે બોલીવૂડમાં પોતાની ડેબ્યુ કરવા જઇ રહી છે. જોકે, તેણે આ અંગે ગત વર્ષે જાહેરાત કરી હતી કે તે એક્તા કપૂર સાથે એક ફિલ્મ બનાવવાની છે. હવે તેણે તેના અંગે વધુ થોડી માહિતી જાહેર કરી છે. આ ફિલ્મનો વિષય મર્ડર થ્રીલર પર આધારિત હશે. તેનું દિગ્દર્શન હંસલ મહેતા કરશે. ફિલ્મનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ તેણે ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર હોવાનો ફોટો શેર કર્યો છે તેમાં ટાઈટલમાં ધી અને મર્ડર શબ્દો જોવા મળે છે, તેથી તે ફિલ્મ અંગે જુદા જુદા અનુમાનો લગાવવામાં આવે છે. કરીનાના પિતા રણધીર કપૂર અને દાદા રાજ કપૂર બંને અભિનેતા અને નિર્માતા પણ હતા. તેથી તે પણ હવે ફિલ્મ પ્રોડક્શનમાં આગળ વધારી રહી છે.

Read More...

અનુપમ ખેરે કર્યું વિવાદસ્પદ નિવેદન

જાણીતા પીઢ અભિનેતા અનુપમ ખેરે એક મહત્વનું પણ વિવાદસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ‘ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ માટે જો તેમને એવોર્ડ ન મળે તો એ ફંક્શન જ ફ્રોડ છે.’ આ બહુચર્ચિત ફિલ્મમાં અનુપમ ખેર, પલ્લવી જોશી, દર્શન કુમાર અને મિથુન ચક્રવર્તી જેવા ઘણાં અભિનેતા હતા. 2022ની આ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મો પૈકીની એક છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અંડર ડોગ કહી શકાય એવી આ ફિલ્મ બોલીવૂડમાં મોટા બજેટની ઘણી ફિલ્મોથી આગળ હતી. આ ફિલ્મનો પ્રચાર પણ ખૂબ જ થયો હતો. અનુપમ ખેરે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં અનુપમ ખેરને પૂછાયું હતું કે શું તેમની ફિલ્મને એવોર્ડ્સ મળશે? ત્યારે તેમણે જણાવ્યું હતું કે, આ ફિલ્મ માટે જે ફંક્શનમાં મને એવોર્ડ ન મળ્યો એ ફંક્શન જ ફ્રોડ હશે.

Read More...

કાર્તિકે નિભાવી નૈતિક જવાબદારી

યુવા અભિનેતા કાર્તિક આર્યન બોલીવૂડમાં પોતાનું સ્થાન મજબૂત રીતે જમાવી રહ્યો છે. કાર્તિકે તાજેતરમાં પાનમસાલાની 8 કરોડથી વધુ કિંમતની એક જાહેરાતને ફગાવી હોવાનું કહેવાય છે. થોડા સમય અગાઉ શાહરુખ ખાન, અજય દેવગન અને અક્ષયકુમાર પાન-મસાલાની એક જાહેરાતમાં દેખાતાં લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. આથી અત્યારે ઘણા અભિનેતાઓ આવા આરોગ્યને નુકસાન કરે તેવા ઉત્પાદનોની જાહેરાત સ્વીકારતા અનેક વિચાર કરે છે. કાર્તિકે આવી જાહેરાતમાં કામ કરવાની ના કહી હોવાના સમાચારની પુષ્ટી કરતા જાહેરાત ક્ષેત્રના એક જાણીતા એક્સપર્ટે જણાવ્યું હતું કે, એ વાત સાચી વાત છે કે કાર્તિકે આઠ કરોડથી વધુની પાન-મસાલાની જાહેરાત કરવાનો ઇન્કાર કર્યો છે.

Read More...

અમિતાભથી પ્રભાવિત છે રશ્મિકા મંદાના

પોતાની એક જ ફિલ્મથી રશ્મિકા મંદાનાનો સિતારો રાતોરાત ચમકી ગયો છે. રશ્મિકાએ ફિલ્મ ‘પુષ્પા’ માં કરેલા અભિનય અને ડાન્સની ખૂબ જ પ્રશંસા થઈ હતી અને તેના ફિલ્મ નિર્માતાઓએ પોતાની ફિલ્મો માટે તેના પ્રત્યે ધ્યાન પણ કેન્દ્રિત કર્યું હતું. રશ્મિકાને ‘ગુડબાય’ ફિલ્મમાં બોલીવૂડના મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની અનોખી તક મળી હતી. આથી રશ્મિકા ખૂબ જ ખુશ છે અને ફિલ્મના ટ્રેલર લોન્ચિંગમાં તેણે સીનિયર બચ્ચન સાથેની તેની મુલાકાતના દિવસની યાદો જણાવી હતી. અમિતાભ સાથેની પ્રથમ મુલાકાતને યાદ કરતા રશ્મિકાએ કહ્યું હતું કે, હું પ્રથમવાર અમિતાભ સરને મારી બર્થ ડે પર મળી હતી.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store