Spain's Alcaraz, Poland's Swiatek US Open champion
(Photo by Julian Finney/Getty Images)

સ્પેનનો 19 વર્ષનો કાર્લોસ આલ્કારાઝ રવિવારે ન્યૂયોર્કમાં યુએસ ઓપન ટેનિસની ફાઈનલમાં નોર્વેના કેસ્પર રૂડને 6-4, 2-6, 7-6 (1), 6-3થી હરાવી વિશ્વનો સૌથી નાની વયનો ગ્રાંડ સ્લેમ ચેમ્પિયન બન્યો હતો. બન્ને ખેલાડીઓ વચ્ચે આ મુકાબલો 3 કલાક 20 મિનિટ ચાલ્યો હતો. આ વિજય સાથે જ આલ્કારેજ એટીપી રેન્કિંગમાં પણ નંબર 1 બન્યો છે અને સાથે સાથે તેણે ટોપ રેન્કિંગ મેળવનારા સૌથી નાની વયના ખેલાડી તરીકેની સિદ્ધિ પણ પોતાના નામે કરી છે. આ સિદ્ધિ પણ હાલના કોઈ ટોચના ખેલાડી – ચાહે તો રાફેલ નાડાલ હોય કે જોકોવિચ, રોજર ફેડરર હોય કે પીટ સામ્પ્રાસ – હાંસલ કરી શક્યા નહોતા. 

તો શનિવારે મહિલા સિંગલ્સમાં પણ પોલેન્ડની સ્વીઆટેકે ટ્યુનિસિયાની જાબેરને સિધા સેટ્સમાં 6-2, 7-6 (7-5) હરાવી ચેમ્પિયન બની હતી. યુએસ ઓપનનો તાજ હાંસલ કરનારી સ્વીઆટેક પોલેન્ડની પ્રથમ ટેનિસ ખેલાડી બની હતી, તો જાબેર માટે વિમ્બલ્ડન પછી આ બીજી ગ્રાંડ સ્લેમમાં ફાઈનલમાં પરાજયનો કિસ્સો બન્યો હતો. સ્વીઆટેક માટે જો એક એકંદરે આ ત્રીજું ગ્રાંડ સ્લેમ ટાઈટલ છે અને એ સાથે તે મહિલા ટેનિસમાં એટીપી રેન્કિંગમાં નં. 1 પણ બની છે. તે આ અગાઉ 2020 અને પછી આ વર્ષે ફ્રેન્ચ ઓપનમાં ચેમ્પિયન બની ચૂકી છે. 

LEAVE A REPLY

ten − 5 =