Air India airlines
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ટાટા ગ્રૂપની હોલ્ડિંગ કંપની એર ઇન્ડિયામાં નવું મૂડીરોકાણ કરવા અને ઊંચા ખર્ચને દેવાને ભરપાઈ કરવા માટે આશરે 4 બિલિયન ડોલર એકત્ર કરવાની યોજના બનાવી છે, એમ સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.
ભારતના સૌથી મોટા એરલાઈન કેરિયર એર ઈન્ડિયાને ખરીદ્યા બાદ હવે ઉંચી આકાશી ઉડાન માટે ટાટા સન્સ યોજના બનાવી છે. મીડિયા અહેવાલ અનુસાર ટાટા સન્સ ઇક્વિટી અને હાઇબ્રિડ ડેટ સાધનો દ્વારા ભંડોળ ઊભું કરશે. એર ઈન્ડિયાના એક્વિઝિશન માટે કંપનીએ આ મોંઘી લોન લીધી હતી. હવે ટાટા આ દેવાની ચૂકવણી કરવા માંગે છે. આ સિવાય એર ઈન્ડિયાને નવા શિખરે પહોંચાડવા માટે નવી મૂડી નાખવા માંગે છે.

નવા ફંડ માટે ટાટા ગ્રુપ ટૂંક સમયમાં રોકાણ સલાહકારોની નિમણૂકની પ્રક્રિયા શરૂ કરશે. જોકે કેટલાક વિદેશી ધિરાણકર્તાઓ અને કેટલાક ખાનગી ઇક્વિટી ફંડ્સ સાથે અનૌપચારિક વાટાઘાટો શરૂ થઈ ગઈ છે.ટાટા સન્સે ગયા વર્ષે ઓક્ટોબરમાં ફરી એર ઈન્ડિયાને હસ્તગત કરી હતી. આ સોદો 2.3 બિલિયન ડોલરના

એન્ટરપ્રાઇઝ વેલ્યુ સાથે કરવામાં આવ્યો હતો.ગત મહિનાના એક અહેવાલ અનુસાર એરએશિયા ઇન્ડિયા એરલાઇન્સના કુલ નુકસાન માટે રૂ. 2600 કરોડની જોગવાઈ ટાટા સમૂહ કરી શકે છે. આ વર્ષે જૂનમાં સીસીઆઈએ એર એશિયા ઈન્ડિયાના ઈક્વિટી શેર હસ્તગત કરવાના એર ઈન્ડિયાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

તાજેતરના ડેટા અનુસાર જાન્યુઆરી 2021માં સ્થાનિક બજારમાં એર ઈન્ડિયાનો હિસ્સો ઘટીને 10.2 ટકા થઈ ગયો હતો. જાન્યુઆરી 2020માં તે 11.6 ટકા હતો. જુલાઈમાં એર ઈન્ડિયાનો બજાર હિસ્સો વધુ ઘટીને 8.4 ટકા થયો હતો. ટાટા ગ્રૂપની અન્ય બે એરલાઇન્સ – વિસ્તારા અને એરએશિયાનો બજારહિસ્સો અનુક્રમે 10.4 ટકા અને 4.6 ટકા હતો. ગો ફર્સ્ટનો બજારહિસ્સો 8.2 ટકા અને સ્પાઇસજેટનો 8 ટકા હતો.

LEAVE A REPLY

3 × 3 =