Bumrah returns to Indian team for T20 World Cup
(ANI Photo/ IPL twitter)

આવતા મહિને ઓસ્ટ્રેલિયામાં રમાનારી ટી-20 વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ માટેની ભારતીય ટીમની સોમવારે (12 સપ્ટેમ્બર) જાહેરાત કરાઈ હતી, જેમાં રોહિત શર્માના સુકાનીપદે 15 સભ્યોની તથા ચાર સ્ટેન્ડ બાય ખેલાડીઓની જાહેરાત કરવામાં આવી હતી. ફિટનેસ ટેસ્ટમાં પાસ થયેલો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલ આ 15માં પસંદ થયા છે, તો મોહમ્મદ શમીનો સ્ટેન્ડ બાયમાં સમાવેશ કરાયો છે. 

તાજેતરમાં એશિયા કપમાં રમેલા નવોદિત ઝડપી બોલર આવેશ ખાન તેમજ સ્પિનર રવિ બિશ્નોઈનો વર્લ્ડ કપ માટની ટીમમાં સમાવેશ કરાયો નથી. રવિન્દ્ર જાડેજા સર્જરીના કારણે રમી શકે તેમ નહીં હોવાથી તેના સ્થાને અક્ષર પટેલનો સમાવેશ કરાયો છે, તો પીઢ સ્પિનર રવિચન્દ્રન અશ્વિનને પણ તક અપાઈ છે. 

ભારતીય ટીમ આ મુજબ છેઃ રોહિત શર્મા (સુકાની), કે. એલ. રાહુલ (ઉપસુકાની), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ તથા અર્શદીપ સિંહ.

ચાર ખેલાડીઓ – મોહમ્મદ શમીશ્રેયસ અય્યરરવિ બિશ્નોઈ અને દીપક ચહરને સ્ટેન્ડ બાય જાહેર કરાયા છે.

LEAVE A REPLY

twelve + 16 =