Prasad of Chikki will be given in Ambaji Temple: State Government Clarification

યાત્રાધામ અંબાજી ખાતે 5 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલા મહા મેળામાં સરકારના ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ ડિજિટલ માધ્યમથી ૨૦થી વધુ દેશોના ૨૭ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ઓનલાઈન દર્શન-આરતીનો લાભ લીધો હતો.

અંબાજી ન આવી શકનાર માઇ ભક્તો ઘેર બેઠા માતાજીના દર્શન આરતી અને મેળાનો આનંદ માણી શકે એ માટે સમગ્ર મેળાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત વિશ્વભરના 20 જેટલા દેશમાં 27 લાખ શ્રદ્ધાળુઓએ ડિજિટલ માધ્યમ ફેસબુક, યુ ટ્યુબ , ટ્વિટર, વેબસાઈટના માધ્યમથી મેળાનું લાઈવ ટેલિકાસ્ટ નિહાળી ધન્યતા અનુભવી હતી. આ વર્ષથી અંબાજી દેવસ્થાનનું ઇન્સ્ટગ્રામ પેજ પણ શરૂ કરાયું છે. તેનો બહોળી સંખ્યામાં યુવાવર્ગે લાભ લીધો હતો.

રાજ્ય સરકારના સીધા માર્ગદર્શન હેઠળ આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા દ્વારા ભાદરવી પૂનમના મેળામાં પદયાત્રીઓ અને દર્શનાર્થીઓની તમામ પ્રકારની સવલતો સુવિધાઓ ઊભી કરાઈ હતી.

જિલ્લા કલેક્શન હેઠળ ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ સૌ પ્રથમ વાર ઓનલાઇન રજીસ્ટ્રેશન, વાહન પાસ અને શ્રધ્ધાળુ ભાવિક ભક્તો ઘેર બેઠા માં અંબાના દર્શન કરી શકે તેનું આયોજન કરવામાં આવ્યું હતું સોશિયલ મીડિયાનો અસરકારક ઉપયોગ કરી દર્શનાર્થીઓને વિશેષ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની સાથે સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી.

મેળા દરમિયાન જુદી જુદી જગ્યાએ જ્યાં યાત્રિકોનો મોટો ઘસારો રહેતો હોય એવા સ્થળોએ 12 જેટલી મોટી એલ.ઇ.ડી સ્ક્રીન અને 35 જેટલા ટીવી સ્ક્રીન માં દર્શન, આરતી, અગત્યની માહિતી , સરકારની લોકકલ્યાણ માહિતીનું પ્રદર્શન કરાયું હતું.

શક્તિપીઠ અંબાજી દેશભર અને વિશ્વમાં વસતા માઇભક્તો માટે શ્રદ્ધા આસ્થાનું પ્રતીક છે. ભાદરવી પૂનમના મેળાનો વિશેષ મહિમા હોવાથી લાખો યાત્રાળુઓ માં અંબાજીના ધામમાં ઉમટી પડતા હોય છે.

આ વખતે મેળામાં વહીવટીતંત્ર દ્વારા કેટલીક વિશિષ્ટ અને અનોખી પહેલ કરવામાં આવી હતી જેના ભાગરૂપે અંબાજીમાં આવતા પદયાત્રી સંઘો અને વાહનો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ની સગવડ ઉભી કરવામાં આવી હતી.જે અંતર્ગત 5500 જેટલા પદયાત્રી સંઘોની ઓનલાઇન નોધણી અને 11,540 જેટલા વાહન પાસ ઘરે બેઠા ઓનલાઈન મંજૂરી આપી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. તો બનાસકાંઠા જિલ્લામાં 154 જેટલા સેવા કેમ્પને ઓનલાઇન મંજૂરી આપી હતી.

 

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માતાજીના મંદિરમાં પ્રવેશવાના શક્તિદ્વાર થી માંડી માં અંબાના ચાચર ચોક અને મુખ્ય મંદિરને અદ્દભૂત અને આંખોને આંજી દેતી મનમોહક લાગતી રોશનીથી સજાવવામાં આવ્યું હતું.. શક્તિદ્વારથી મંદિર જવાના માર્ગ પર રોશનીની એવી જમાવટ કરાઈ હતી કે, જાણે આરાસુર ડુંગરની ગિરિમાળાઓમાંથી અસંખ્ય આગિયા માં અંબાના અવસરને પ્રકાશિત કરવા ઊમટી પડ્યા હોય.

LEAVE A REPLY

one + one =