Vol. 3 No. 306 About   |   Contact   |   Advertise September 21, 2022


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
મહારાણીને દબદબાભેર અંતિમ વિદાય

બ્રિટન પર સૌથી વધુ સમય સુધી રાજ કરનાર મહારાણી ક્વીન એલિઝાબેથ દ્વિતિયની ઐતિહાસીક અને ભવ્યાતિભવ્ય અંતિમવિધિ સોમવાર તા. 19ના રોજ સમી સાંજે સંપન્ન થઇ હતી. તેમની “આજીવન ફરજની ભાવના”ને લંડનના વેસ્ટમિન્સ્ટર એબી ખાતે યાદ કરવામાં આવી હતી. વિશ્વભરના ટોચના કાજકીય નેતાઓ અને રાજવીઓ સહિત બે હજાર લોકોએ શાહી સ્ટેટ ફ્યુનરલમાં હાજરી આપી હતી. હજ્જારો લોકોના ટોળાએ મહારાણીના કોફિનની દર્શન માટે અને મહારાણીને આખરી વિદાય આપવા તેમની અંતિમયાત્રાના માર્ગો પર લાંબી લાઇનો લગાવી હતી. તો કેટલેક સ્થળે મહારાણીનું કોફિન જે માર્ગો પરથી પસાર થયું હતું તેના પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી.

Read More...
લેસ્ટરમાં કોમી તનાવ: અવ્યવસ્થા રોકવા 47ની ધરપકડ

ભારત અને પાકિસ્તાન વચ્ચે તા. 28 ઓગસ્ટે રમાયેલી એશિયા કપની ક્રિકેટ મેચમાં ભારતની જીત બાદ ઉજવણી કરતા ભારતીયો સાથેની સ્થાનિક લોકોની અથડામણ બાદ ઇસ્ટ ઇંગ્લેન્ડના શહેર

Read More...
શ્રીમતી પાર્વતીબેન સોલંકીનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન

ગરવી ગુજરાતના સહસ્થાપક અને એશિયન મિડીયા ગૃપના આધારસ્તંભ શ્રીમતી પાર્વતીબેન રમણિકલાલ સોલંકીનો નશ્વર દેહ તા. 17ના શનિવારના રોજ નોર્થ વેસ્ટ લંડનના ગોલ્ડર્સ ગ્રીન ક્રિમેટોરીયમ ખાતે વિલાપ કરતા પરિવારજનો

Read More...
ભારત UN સિક્યોરિટી કાઉન્સિલમાં કાયમી સભ્યપદ માટે પ્રબળ દાવેદારઃ જયશંકર

ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્ય બનવા માટે પ્રબળ દાવેદાર છે. સુરક્ષા પરિષદે માત્ર આંતરરાષ્ટ્રીય સુરક્ષા જાળવવાના તેના ઉદ્દેશ્યોને પૂરા કરવા માટે જ નહીં

Read More...
ભારત વિશ્વનું મેન્યુફેક્ચરિંગ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છેઃ મોદી

ભારત દુનિયામાં મેન્યુફેક્ચરિંગ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે અને આ વર્ષે તેનો વૃદ્ધિદર ૭.૫ ટકા રહેવાની આશા છે, જે દુનિયાના મોટા અર્થતંત્રોમાં સૌથી ઊંચો વૃદ્ધિદર હશે તેમ વડાપ્રધાન નરેન્દ્ર

Read More...
કોરોનાની સારવારમાં હવે 2 એન્ટીબોડી દવાનો ઉપયોગ ન કરવા WHOની ભલામણ

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ હવે કોરોનાની સારવાર માટે બે એન્ટીબોડી દવા સોટ્રોવિમેબ અને કાસિરિવિમેબ-ઇમડિવિમેબનો ઉપયોગ ન કરવાની ભારપૂર્વક ભલામણ કરી છે.

Read More...
સરદાર સરોવર ડેમ છલોછલ, મુખ્યપ્રધાને નર્મદા નીરના વધામણાં કર્યા

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પરનો કેવડિયા ખાતેનો સરદાર સરોવર ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે. ડેમની જળસપાટી 138.68 મીટરે પહોંચી છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુરુવાર

Read More...
ગુજરાતના ભૂતપૂર્વ ગૃહપ્રધાન વિપુલ ચૌધરીની ધરપકડ

દૂધસાગર ડેરીના ભૂતપૂર્વ ચેરમેન તથા રાજયના ભૂતપૂર્વ રાજ્ય ગૃહપ્રધાન વિપુલ ચૌધરીની ભ્રષ્ટાચારના આરોપને આધારે એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ ગાંધીનગરના તેમના

Read More...
ગુજરાતમાં AAP અને છોટુ વસાવાની પાર્ટીના જોડાણનું બાળમરણ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP) અને આદિવાસી નેતા છોટુ વસાવાની ભારતીય ટ્રાઈબલ પાર્ટી (બીટીપી) વચ્ચેના જોડાણનું બાળમરણ થયું છે.

Read More...
અમદાવાદમાં નિર્માણાધિન બિલ્ડિંગના 13મા માળેથી નીચે પટકાતા સાત મજૂરોના મોત

અમદાવાદમાં બુધવારે નિર્માણાધિન બિલ્ડિંગમાં 13માં માળેથી નીચે પટકાતા ઓછામાં ઓછા સાત મજૂરોના મોત થયા હતા અને એકને ઇજા થઈ હતી. આ બિલ્ડિંગનું નામ એસ્પાયર-2 હતું અને તે ગુજરાત યુનિવર્સિટી

Read More...

  Sports
કોરોનાના કારણે શામી ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સિરિઝમાંથી બહાર

ઓસ્ટ્રેલિયા સામે 20 સપ્ટેમ્બરથી ચાલુ થઈ રહેલી ટી-20 સિરિઝ પહેલા જ ભારતની ટીમને ફટકો પડ્યો છે. ટીમનો ફાસ્ટ બોલર મહોમ્મદ શામી કોરોનાના કારણે આખી સિરિઝ ગુમાવશે.

Read More...
ઓસ્ટ્રેલિયામાં ભારત-પાકિસ્તાનની મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ

દેશવિદેશમાં વસતા ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ રસીકોમાં બંને દેશો વચ્ચેની ક્રિકેટ મેચ માટે હંમેશા રોમાંચ જોવા મળે છે. ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબરમાં યોજાનાર ટી20 વર્લ્ડ કપ માટે ભારત અને પાકિસ્તાન

Read More...
રોબિન ઉથપ્પાએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

રોબિન ઉથપ્પાએ તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. 2007ના ટી20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો હીરો રહેલા ઉથપ્પાએ નિવૃત્તિ લેવા અંગે ટ્વિટર પર જાહેરાત કરતા જણાવ્યું હતું કે

Read More...
ટેનિસ સ્ટાર રોજર ફેડરરે નિવૃત્તિ લીધી

વિશ્વના જાણીતા ટેનિસ સ્ટાર સ્વિત્ઝરલેન્ડનારોજર ફેડરરે પ્રોફેશનલ ટેનિસમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. 41 વર્ષીય ફેડરર તેની લાંબી કરીયરમાં 20 ગ્રાન્ડ સ્લામ ટાઈટલ જીત્યા છે.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
અનિલ અગ્રવાલે $20 બિલિયનના ચીપ પ્લાન્ટ માટે ગુજરાતની પસંદગી કેમ કરી?

અનિલ અગ્રવાલની કંપની કંપની વેદાંતાએ તાઈવાનની કંપની ફોક્સકોન સાથે મળીને સેમીકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે ગુજરાતની પસંદગી કરી છે. વેદાંત છેલ્લી ઘડી સુધી મહારાષ્ટ્ર સરકાર સાથે વાટાઘાટ કરતી હતી અને સેમીકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવાનું નક્કી ગણાતું હતું, પરંતુ અચાનક કંપનીએ ગુજરાતમાં 1.5 લાખ કરોડના રોકાણ સાથે સેમીકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય લીધો છે. તેનાથી મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતાઓ આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકારને દબાણને પગલે આ પ્લાન્ટ મહારાષ્ટ્રની જગ્યાએ ગુજરાતને અપાયો છે.

Read More...
ઘણાં દેશોએ રૂપિયામાં દ્વિપક્ષીય વેપાર માટે રસ દર્શાવ્યો છેઃ નિર્મલા સીતારામન

ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઇ)એ ભારતીય ચલણ રૂપિયામાં દ્વિપક્ષીય વેપાર કરવાનું વ્યવસ્થાતંત્ર જાહેર કર્યા પછી ઘણા દેશોએ ભારત સાથે ભારતીય ચલણમાં દ્વિપક્ષીય વેપાર કરવાનો રસ દર્શાવ્યો છે. સરકારે સંપૂર્ણ કેપિટલ એકાઉન્ટ કન્વર્ટિબિલિટી અંગે પણ પગલાં લીધા છે તેમ કેન્દ્રીય નાણા પ્રધાન સીતારમણને મંગળવારે જણાવ્યું હતું. એક સમીટ 2022માં નિર્મલા સીતારામને ઉમેર્યું હતું કે હવે જૂના ફોર્મેટમાં રૂબલ-રૂપીની વ્યવસ્થા નથી. હવે તે રૂપિયામાં દ્વિપક્ષીય વેપાર છે. રિઝર્વ બેન્કે મહત્ત્વના સમયે તેની જાહેરાત કરી છે.

Read More...
રિલાયન્સે અમેરિકાની સેંસહોક કંપની $32 મિલિયનમાં ખરીદી

મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અમેરિકાની કંપની સેન્સહોકનો 79.4 ટકા હિસ્સો 32 મિલિયન ડોલરમાં ખરીદવા માટે બંધનકર્તા સમજૂતી કરી છે, એમ કંપનીએ મંગળવારે જણાવ્યું હતું. 2018માં સ્થાપવામાં આવેલી સેન્સહોક કેલિફોર્નિયા સ્થિત સોલર એનર્જી જનરેશન ઇન્ડસ્ટ્રી માટે સોફ્ટવેર આધારિત મેનેજમેન્ટ ટુલ્સ ડેવલપ કરે છે. સેન્સહોકની સ્થાપના 2018માં થઈ હતી અને તે શરૂઆતના તબક્કાનું સ્ટાર્ટઅપ છે. સેન્સહોક સોલર પ્રોજેક્ટને ઝડપથી આગળ વધારવામાં અને તેની પ્રોસેસ તથા ઓટોમેશનના ઉપયોગને સ્ટ્રીમલાઈન કરવામાં મદદ કરે છે.

Read More...
જાપાનને પાછળ રાખીને ભારત 2029માં ત્રીજું મોટું અર્થતંત્ર બનશેઃ રીપોર્ટ

ભારત આર્થિક વિકાસ દરની વર્તમાન ગતિને જોતા ૨૦૨૯માં ત્રીજું મોટું અર્થતંત્ર બનવાની તૈયારીમાં છે, એમ એસબીઆઈના એક રિપોર્ટમાં જણાવાયું છે. યુકેને પછાડીને ભારત ડિસેમ્બર ૨૦૨૧માં જ પાંચમુ મોટું અર્થતંત્ર બની ગયું હતું. વૈશ્વિક જીડીપીમાં ભારતનો હિસ્સો હાલમાં ૩.૫૦ ટકા છે જે ૨૦૧૪માં ૨.૬૦ ટકા હતો. ૨૦૨૭માં વૈશ્વિક જીડીપીમાં ભારતનો હિસ્સો ૪ ટકા પહોચી જવાની પણ રિપોર્ટમાં અપેક્ષા વ્યકત કરવામાં આવી છે.

Read More...
  Entertainment

પાન નલિનની ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ ઓસ્કર માટે નો‌મિનેટ

ગુજરાતી મૂળના હોલીવૂડના ફિલ્મ સર્જક અને એક્ટર પાન નલિનની આંતરાષ્ટ્રીય સ્તરે નામના મેળવનારી ફિલ્મ ‘છેલ્લો શો’ (અંગ્રેજી ટાઇટલ લાસ્ટ ફિલ્મ શો)ની ઓસ્કાર્સ 2023માં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. ફિલ્મને આગામી એકેડમી એવોર્ડસમાં બેસ્ટ ફોરેન ફિલ્મ કેટેગરી માટે નોમિનેટ કરાઈ છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ મંગળવારે આ જાહેરાત કરી હતી. ભારત તરફથી આ વખતે આરઆરઆર અથવા કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ ઓસ્કરમાં જઈ શકે છે તેવી અટકળો ચાલતી હતી. જોકે, ભારતીય ફિલ્મ ફેડરેશનની જ્યૂરીએ ‘છેલ્લો શો’ ની પસંદગી કરી છે.

Read More...

સ્વરા ભાસ્કર કોનાથી નારાજ છે?

પોતાના બિન્દાસ વલણ માટે જાણીતી સ્વરા ભાસ્કર શાહરુખ ખાન અને આદિત્ય ચોપરાથી નારાજ હોય તેવી ચર્ચા બોલીવૂડમાં થઇ રહી છે. સ્વરાનો આક્ષેપ છે કે, આ બંનેએ તેની લવલાઇફ ખતમ કરી છે. સામાન્ય રીતે સામાજિક અને રાજકીય મુદ્દા પર વિવાદાસ્પદ નિવેદન આપનારી સ્વરાએ પોતાની નવી ફિલ્મ ‘જહાં ચાર યાર’ના પ્રમોશન દરમિયાન લવ લાઈફ વિશે ચર્ચા કરી હતી. સ્વરાએ આ અંગે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, આદિત્ય ચોપરા અને શાહરૂખ ખાનને મારી લવલાઈફ બરબાદ કરવા માટે જવાબદાર છે.

Read More...

સાંસારિક જીવનમાં નિષ્ફળ રહી છે રશ્મિ દેસાઇ

મૂળ ગુજરાતી રશ્મિ દેસાઇ એક જાણીતી અભિનેત્રી છે. તેણે મુંબઇની ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની મહેનતથી આગવું સ્થાન બનાવ્યું છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત 2006માં રાવણ સીરિયલથી કરી હતી. જોકે, રશ્મિ દેસાઇ ઉતરણ સીરિયલમાં તપસ્યાની ભૂમિકાથી તે વધુ જાણીતી બની હતી. આમ, રશ્મિ દેસાઇની પ્રોફેશનલ જીવન સારું રહ્યું હતું પરંતુ અંગત જીવનમાં હંમેશાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. રશ્મિને પહેલા નંદીશ સંધૂ સાથે પ્રેમ થયો હતો. તેઓ ઉતરણના સેટ પર મળ્યાં હતા. તેમણે 2012માં લગ્ન કરી લીધાં હતા અને ચાર વર્ષમાં છૂટાછેડા પણ થઇ ગયા હતા.

Read More...

રણબીર કપૂર સોમનાથના દર્શનાર્થે

બોલીવૂડનું નવદંપત્તી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમની નવી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ સુપરડુપર હિટ જતાં ખૂબ જ ખુશ છે. આ ફિલ્મ પોતાની સિનેમેટોગ્રાફી અને અન્ય વિવાદોને કારણે વધુમાં ચર્ચામાં રહી છે. ફિલ્મની સફળતા પછી ડાયરેક્ટર અયાન મુખરજી અને અભિનેકા રણબીર કપૂરે શુક્રવારે વેરાવળ ખાતેના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા ગયા હતા. જોકે, આલિયા ભટ્ટ તેની ગર્ભાવસ્થાને કારણે ત્યાં ગઇ નહોતી તેવું કહેવાય છે. આ સિવાય આલિયા, રણબીર અને અયાને અમદાવાદમાં ફિલ્મનું પ્રમોશન કર્યું હતું.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store