Indian businessman Mukesh Ambani, buy Liverpool club
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી (ફાઇલ ફોટો) REUTERS/Amit Dave/File Photo

મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અમેરિકાની કંપની સેન્સહોકનો 79.4 ટકા હિસ્સો 32 મિલિયન ડોલરમાં ખરીદવા માટે બંધનકર્તા સમજૂતી કરી છે, એમ કંપનીએ મંગળવારે જણાવ્યું હતું. 2018માં સ્થાપવામાં આવેલી સેન્સહોક કેલિફોર્નિયા સ્થિત સોલર એનર્જી જનરેશન ઇન્ડસ્ટ્રી માટે સોફ્ટવેર આધારિત મેનેજમેન્ટ ટુલ્સ ડેવલપ કરે છે.

સેન્સહોકની સ્થાપના 2018માં થઈ હતી અને તે શરૂઆતના તબક્કાનું સ્ટાર્ટઅપ છે. સેન્સહોક સોલર પ્રોજેક્ટને ઝડપથી આગળ વધારવામાં અને તેની પ્રોસેસ તથા ઓટોમેશનના ઉપયોગને સ્ટ્રીમલાઈન કરવામાં મદદ કરે છે. તે એન્ડ-ટુ-એન્ડ સોલર એસેટ લાઈફસાઈકલના મેનેજમેન્ટ માટે સોલર ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડે છે. 2022માં સેન્સહોકનું ટર્નઓવર 2,326,369 ડોલર, 2021માં 1,165,926 ડોલર અને 2020માં 1,292,063 ડોલર હતું તેમ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જણાવ્યું હતું.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જણાવ્યું કે આ ડીલથી કસ્ટમર્સને વધારે વેલ્યૂ પૂરી પાડી શકાશે. તેઓ કસ્ટમર્સ માટે યુનિક અને નવા સોલ્યુશન વિકસાવી શકશે. આ ડીલ રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શનમાં આવતી નથી. રિલાયન્સના કોઈ પણ પ્રમોટર અથવા ગ્રૂપ કંપની સેન્સહોકમાં કોઈ હિસ્સો ધરાવતી નથી. આ ટ્રાન્ઝેક્શન અમુક રેગ્યુલેટરી અને કસ્ટમરી ક્લોઝિંગ શરતોને આધિન છે અને તેને 2022ના અંત સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.

મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હાલમાં ઝડપથી વિસ્તરણ કરી રહી છે અને તે દાયકાઓથી પેટ્રોકેમિકલ, ઓઈલ અને ગેસ બિઝનેસમાં છે. તાજેતરમાં તેણે ટેલિકોમ અને રિટેલ સેક્ટરમાં પણ આક્રમક કામગીરી કરી છે. રિલાયન્સની લગભગ 60 ટકા જેટલી આવક ઓઈલ રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ્સમાંથી આવે છે. જોકે, હવે તે રિટેલ, ટેલિકોમ્યુનિકેશન અને ટેક્નોલોજીમાં ડાઈવર્સિફિકેશન કરીને ઓઈલ-ગેસ પર પોતાનો આધાર ઘટાડવા માંગે છે.
મુકેશ અંબાણી હાલમાં ગ્રીન એનર્જી) પર વધારે ફોકસ કરી રહ્યા છે જેમાં સોલર પાવરનો પણ સમાવેશ થાય છે. કંપની આગામી 10થી 15 વર્ષમાં રિન્યુએબલ એનર્જીમાં 80 અબજ ડોલરનું રોકાણ કરશે અને પોતાનું નવું રિફાઇનરી કોમ્પ્લેક્સ તૈયાર કરશે.

LEAVE A REPLY

three × 2 =