Fear of a new wave of Corona in India since January
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ  હવે કોરોનાની સારવાર માટે બે એન્ટીબોડી દવા સોટ્રોવિમેબ અને કાસિરિવિમેબ-ઇમડિવિમેબનો ઉપયોગ ન કરવાની ભારપૂર્વક ભલામણ કરી છે. ગયા વર્ષે ખુદ WHOએ કેટલાંક દર્દીઓ માટે આ એન્ટીબોડી વાળી દવાઓની ભલામણ કરી છે, પરંતુ હવે નવી ગાઇડલાઇન જારી કરી છે.

 આ ગાઇડન્સ બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયું છે, જે આ દવાઓના ઉપયોગની અગાઉની શરતી ભલામણોનું સ્થાન લે છે. આ નવી ભલામણ ઊભરતા પુરાવા આધારિત છે, જેમાં બહાર આવ્યું છે કે આ દવાઓ ઓમિક્રોન જેવા કોરોનાના હાલના વેરિયન્ટ સામે અસરકારક ન બને તેવી શક્યતા છે.

આનો અર્થ એવો થાય છે કે હાલમાં કોરોનાની સારવાર માટે કોઇ એન્ટીબોડી થેરાપીની ભલામણ નથી. જોકે સારવારના બીજા કેટલાંક વિકલ્પો છે. કોરોનાથી રોગપ્રતિકારક ક્ષમતાને નુકસાન થાય છે. કેટલીક સૌથી વધુ અસરકારક સારવાર એન્ટી ઇન્ફ્લેમેટરી દવાઓ છે, જે વાઇરસ સામે વધુ પડતા ઇમ્યુન રિસ્પોન્સમાં ઘટાડો કરે છે. મજબૂત પુરાવા કોર્ટિકોસ્ટેરોઇડ્સ, એન્ટી આઇએલ-6 અને બેરિસિટિનીબ જેવી દવાઓના ઉપયોગને સમર્થન કરે છે.

એન્ટી-ઇન્ફ્લેમટરી દવાઓ ઉપરાંત કોરોનાનો ચેપ ઊભો કરતા SARS-CoV-2 પર સીધો હુમલો કરતી બે પ્રકારના થેરાપી છે તેમાં એન્ટીવાઇરલ દવાઓ અને એન્ટીબોડી ટ્રીટમેન્ટનો સમાવેશ થાય છે. એન્ટીવાઇરલ દવાઓ આપણા શરીરના કોષમાં વાઇરસને પ્રવેશ કરવા દે છે, પરંતુ તેની પ્રતિકૃતિ બનતી અટકાવે છે. આ દવાથી ચેપની અસરમાં ઘટાડો થાય છે.

રેમડેસિવિર લેબોરેટરીમાં ઓમિક્રોન સબ વેરિટન્ટ BA.2.12.1, BA.4 અને BA.5 સામે તેની અસરકારકતા જાળવી શકી છે. નવા ગાઇડન્સમાં WHOએ તીવ્ર કોરોના ધરાવતા દર્દીઓની સારવાર માટે રેમડેસિવિરની શરતી ભલામણ કરી છે, પરંતુ ગંભીર રીતે અસ્વસ્થ હોય તેવા દર્દીઓમાં તેનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે.તાજેતરના પરીક્ષણોને આધારે આ ભલામણ કરવામાં આવી છે.

WHOએ  મોલનુપિરાવિરપ સહિતની બીજી એન્ટીવાઇરલ દવાઓની પણ શરતી ભલામણ યથાવત રાખી છે. આ ઉપરાંત નિમાટ્રેલ્વીર અને રિટોનાવીર (પેક્સલોવિડ તરીકે જાણીતું કોમ્બિનેશન)ને પણ ભારપૂર્વક ભલામણ કરી છે. આ દવાઓ ગળી શકાય છે, જ્યારે રેમડેસિવિર સીધી નસમાં આપવામાં આવે છે.

LEAVE A REPLY

four + 8 =