UK economy avoids recession: 0.1 percent growth in Q4
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારત આર્થિક વિકાસ દરની વર્તમાન ગતિને જોતા ૨૦૨૯માં ત્રીજું મોટું અર્થતંત્ર બનવાની તૈયારીમાં છે, એમ એસબીઆઈના એક રિપોર્ટમાં જણાવાયું છે. યુકેને પછાડીને ભારત ડિસેમ્બર ૨૦૨૧માં જ પાંચમુ મોટું અર્થતંત્ર બની ગયું હતું. વૈશ્વિક જીડીપીમાં ભારતનો હિસ્સો હાલમાં ૩.૫૦ ટકા છે જે ૨૦૧૪માં ૨.૬૦ ટકા હતો.

૨૦૨૭માં વૈશ્વિક જીડીપીમાં ભારતનો હિસ્સો ૪ ટકા પહોચી જવાની પણ રિપોર્ટમાં અપેક્ષા વ્યકત કરવામાં આવી છે.૨૦૧૪માં ભારત વિશ્વમાં દસમુ મોટું અર્થતંત્ર હતું જે જે પંદર વર્ષના ગાળામાં એટલે કે ૨૦૨૯માં સાત ક્રમ આગળ વધી ત્રીજું મોટું અર્થતંત્ર બની રહેશે.ભારતના હાલના આર્થિક વિકાસ દરની ગતિને જોતા ૨૦૨૭માં તે જર્મનીને અને ૨૦૨૯માં જાપાનને પાછળ મૂકી દેશે. નવા ઈન્વેસ્ટમેન્ટસ આકર્ષવામાં ચીનની મંદ ગતિને જોતા આવનારા દિવસોમાં ભારતને તેનો લાભ મળી રહેશે, એવો પણ રિપોર્ટમાં દાવો કરાયો છે.

LEAVE A REPLY

three × 1 =