દેશવિદેશમાં વસતા ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ રસીકોમાં બંને દેશો વચ્ચેની ક્રિકેટ મેચ માટે હંમેશા રોમાંચ જોવા મળે છે. ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબરમાં યોજાનાર ટી20 વર્લ્ડ કપ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ મેલબોર્નમાં 23 ઓક્ટોબરે રમાશે. આ મેચની તમામ ટિકિટોનું ફટાફટ વેચાણ થઈ ગયું હોવાનું આઈસીસીએ જણાવ્યું હતું. અત્યાર સુધીમાં ટૂર્નામેન્ટ માટે પાંચ લાખ ટિકિટનું વેચાણ થયું છે. કહેવાય છે કે, લોકોએ ઊભા રહીને મેચ જોવા માટેની ટિકિટો પણ ખરીદી લીધી હતી. આઈસીસીના મતે આ મેચના રોમાંચને જોતા વધારાની સ્ટેન્ડિંગ રૂમ ટિકિટોનું ઓનલાઈન વેચાણ શરૂ કરાયું હતું અને ગણતરીની મિનિટોમાં તમામ ટિકિટો બૂક થઈ ગઈ હતી. વિશ્વના 82 દેશોના દર્શકોએ ટુર્નામેન્ટ માટે ટિકિટો ખરીદી હોવાનું આઈસીસીએ જણાવ્યું હતું. આઈસીસી ટી20 વર્લ્ડ કપમાં 16 ટીમો ભાગ લઈ રહી છે.

LEAVE A REPLY

four + seven =