Vol. 3 No. 341 About   |   Contact   |   Advertise June 23, 2023


 
 
અમેરિકા મોદીમય!

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની પ્રથમ સત્તાવાર મુલાકાતે આ સપ્તાહે પહોંચવાના છે ત્યારે અમેરિકાના રાજકીય વર્તુળો અને ત્યાં વસતો ઈન્ડિયન અમેરિકન્સ સમુદાય મોદી મય બની ગયો છે. અમેરિકન નેતાઓ, ઈન્ડિયન અમેરિકન સાંસદો અને સમુદાયના લોકો તેમના સ્વાગત માટે થનગની રહ્યા છે, મોદીની સફળતાની ગાથા ગૌરવપૂર્વક વાગોળી રહ્યા છે અને કેટલાક વિશેષ ઉત્સાહી લોકો તો મોદીના કાર્યક્રમોમાં હાજરી આપવા એટલા ઉત્સુક છે કે, ટિકિટ અને પાસ માટે મથામણ કરી રહ્યા છે. ભારતના વડાપ્રધાનના માનમાં 22 જૂને અમેરિકાના પ્રેસિડેન્ટ બાઈડેને એક સ્ટેટ ડિનરનું આયોજન કર્યું છે. મોદી 22 જૂને જ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધન પણ કરવાના છે. તેઓ રોનાલ્ડ રીગન બિલ્ડીંગ ખાતે સમગ્ર અમેરિકામાં ભારતીય ડાયસ્પોરા નેતાઓના એક સંમેલનને સંબોધન કરશે.

Read More...
વાવાઝોડા બિપરજોયથી કચ્છ, સૌરાષ્ટ્રમાં ભારે તારાજી

બિપરજોય વાવાઝોડુ ગુરુવાર, 15 જૂનની રાત્રે કચ્છના જખૌ પોર્ટ પર ત્રાટકતા કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે તારાજી સર્જાઈ હતી. વાવાઝોડાને પગલે પ્રતિકલાક 125થી 140ની ઝડપે આખી રાત સુસવાટા મારતો પવન ફુંકાયો અને ભારે વરસાદ પડ્યો હતો.

Read More...
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રામાં ભક્તોનું ઘોડાપુર

અમદાવાદમાં ભગવાન જગન્નાથની પરંપરાગત 146મી રથયાત્રાનો મંગળવારે સવારે કડક સુરક્ષા વચ્ચે પ્રારંભ થયો હતો. ભગવાનની એક ઝલક મેળવવા માટે લાખ્ખો શ્રદ્ધાળુઓ શોભાયાત્રાના 18 કિલોમીટરના રૂટ પર ઉમટી પડ્યાં હતાં.

Read More...
પાર્ટીગેટ જૂઠ્ઠાણા’ માટે બોરિસ જૉન્સનની બહુમતી સાસંદોએ નિંદા કરી

ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જૉન્સન લોકડાઉન નિયમોનો ભંગ કરતી ડાઉનીંગ સ્ટ્રીટમાં યોજાયેલી પાર્ટીઓ અંગે સંસદમાં જાણીજોઈને ખોટું બોલ્યા હોવાનું બહાર આવ્યા બાદ સોમવારે તા.

Read More...
વડા પ્રધાન ઋષિ સુનક ગેરકાયદે ઇમીગ્રન્ટ્સ પકડવાના અભિયાનમાં જોડાયા

બ્રિટનમાં ગેરકાયદેસર રીતે ઘૂસી ગયેલા લોકોને પકડવા માટે સરકારે લાલ આંખ કરી છે અને સુરક્ષા એજન્સીઓએ ઠેર ઠેર દરોડા પાડી 20 દેશોના 105ની ધરપકડ કરી હતી. વડા પ્રધાન ઋષિ સુનક યુકે હોમ

Read More...
પોલીસને સ્ટોપ એન્ડ સર્ચ પાવરનો ઉપયોગ વધારવા સમર્થન આપતા સુએલા બ્રેવરમેન

ઈંગ્લેન્ડમાં છરાબાજીના હુમલાની ત્રણ અલગ-અલગ ઘટનાઓમાં ભારતીય મૂળના ત્રણ લોકોના જીવ ગયા બાદ યુકેના હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને સોમવારે પોલીસને છરાબાજીના ગુનાઓ પર કાબૂ મેળવવા અને

Read More...
લંડનમાં હાઇકમિશન પરના હુમલાઓ માટે જવાબાદર અવતારસિંહનું મૃત્યુ

પંજાબમાં ખાલિસ્તાનના સમર્થક અમૃતપાલસિંહના ગુરૂ મનાતા અને ખાલિસ્તાન લિબરેશન ફોર્સ નામના સંગઠનના વડા અવતાર સિંહ ખાંડાનુ લંડન ખાતે ગત સપ્તાહે મોત થયુ હતું. બ્રિટનના મેડિકલ રિપોર્ટ પ્રમાણે તેને બ્લડ કેન્સર હતું.

Read More...
ન્યૂયોર્ક સિટીની સ્કૂલોમાં દિવાળીની રજાને બહાલી

ન્યૂયોર્ક સ્ટેટ વિધાનસભાએ શહેરની સ્કૂલોમાં દિવાળીની રજા આપવા માટે એક બિલ પાસ કર્યું છે.એસેમ્બલીનાં સભ્ય જેનિફર રાજકુમારે આ બિલ રજુ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, દિવાળીએ સ્કૂલોમાં રજા આપવામાં સાઉથ એશિયન, ઇન્ડો-કેરેબિયન, હિન્દુ, શીખ,

Read More...
યુએસ કેપિટોલ હિલમાં પ્રથમ હિન્દુ અમેરિકન સમીટ યોજાઈ

અમેરિકામાં સત્તાનું કેન્દ્ર ગણાવતા કેપિટોલ હિલમાં 14 જૂને સૌ પ્રથમ હિન્દુ-અમેરિકન સમીટ યોજાઈ હતી. આ સમીટનો પ્રારંભ વૈદિક પ્રાર્થના સાથે થયો હતો. આ સમીટમાં ઘણા સાંસદો અને રાજકીય હિમાયતી જૂથોએ હિન્દુ સમુદાયને સમર્થન આપ્યું હતું.

Read More...
ઋષિ સુનકના રાજકીય સલાહકાર અમીત જોગિયાનું MBEના ખિતાબથી સન્માન

વડાપ્રધાન ઋષિ સુનકના રાજકીય સલાહકાર અમીત જોગિયાને આ સપ્તાહે બકિંગહામ પેલેસમાંથી એક સન્માન સમારંભમાં એમબીઇનો ખિતાબ એનાયત કરાયો હતો. રાજનીતિ અને જાહેર સેવામાં યોગદાન બદલ તેમનું આ સન્માન કરાયું હતું.

Read More...

  Sports
સાત્વિકસાઈરાજ – ચિરાગ શેટ્ટી ઈન્ડોનેશિયા ઓપનમાં ચેમ્પિયન

ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ સાત્વિકસાઈરાજ રાન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ઈન્ડોનેશિયા ઓપન બેડમિંટનનો ડબલ્સનો તાજ રવિવારે હાંસલ કર્યો હતો. મેન્સ ડબલ્સની ફાઇનલમાં આ ભારતીય

Read More...
એશિયા કપ ક્રિકેટ પાકિસ્તાન, શ્રીલંકામાં રમાશે

એશિયા કપ ક્રિકેટની તારીખો આખરે ગયા સપ્તાહે જાહેર કરાઈ હતી. ગુરુવારે એક મીડિયા રિલીઝમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ જાહેરાત કરી કે 2023 ની એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ

Read More...
અભિષેક વર્મા તીરંદાજી વર્લ્ડ કપ સ્ટેજ થ્રીમાં ગોલ્ડ મેડલ વિજેતા

ભારતના અભિષેક વર્માએ કોલંબિયાના મેડેલીનમાં ચાલી રહેલા તીરંદાજીના વર્લ્ડ કપ સ્ટેજ થ્રીમાં રવિવારે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. અભિષેકને આ સફળતા કમ્પાઉન્ડ તીરંદાજીની વ્યક્તિગત ઈવેન્ટમાં મળી હતી.

Read More...
બુમરાહ-શ્રેયસની એશિયા કપથી વાપસીની સંભાવના

ઈજાગ્રસ્ત થયા પછી સારવાર અને રીહેબની પ્રોસેસના કારણે લાંબા સમયથી ભારતીય ટીમની બહાર રહેલા મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ તેમજ એકાદ સીરીઝથી બહાર થયેલા મિડલ ઓર્ડર બેટર શ્રેયસ ઐયર

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
Click Full Screen
 
  Business
મોદીની યાત્રા પહેલાં અમેરિકા સાથે $3 બિલિયનની ડ્રોન ડીલને મંજૂરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 21 જૂનથી અમેરિકા યાત્રા પહેલા ભારતના સંરક્ષણ મંત્રાલયે અમેરિકા પાસેથી 3 બિલિયન ડોલરમાં 30 MQ-9B પ્રિડેટર ડ્રોન ખરીદવાની ડીલને ગુરુવારે મંજૂરી આપી હતી. ભારત સરકાર-સરકાર વચ્ચેની ડીલ હેઠળ અમેરિકાની ડિફેન્સ કંપની જનરલ એટોમિક્સ ગ્લોબલ કોર્પોરેશન પાસેથી આ ડ્રોનની ખરીદી કરશે. સૂત્રોએ જણાવ્યું હતું કે 21 જૂને યુએસ પ્રમુખ જો બાઇડન સાથેની દ્વિપક્ષીય બેઠક બાદ મોદીની વોશિંગ્ટન મુલાકાત દરમિયાન આ ડીલની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC)ની બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ સોદાને મંજૂરી આપી હતી.

Read More...
ઈન્ડિગોની 500 વિમાન ખરીદવાની એરબસ સાથે ડીલ

ભારતની સૌથી મોટી એરલાઇન ઈન્ડિગોએ સોમવાર, 19 જૂને એરબસ સાથે 500 વિમાનોના સોદાની જાહેરાત કરી હતી, જે ઉડ્ડયન ઈતિહાસમાં સૌથી મોટી ડીલ છે. તાજેતરમાં એર ઇન્ડિયાએ 470 વિમાનની ખરીદીની કરેલી ડીલ કરતાં પણ આ ડીલ મોટી છે. એરબસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 500 A320 ફેમિલી એરક્રાફ્ટ માટેનો ઓર્ડર કોમર્શિયલ ઉડ્ડયનના ઇતિહાસમાં એક જ ખરીદદાર દ્વારા એકસાથે ખરીદીની સૌથી મોટો કરાર છે. તાજેતરની એગ્રીમેન્ટ સાથે ઇન્ડિગોએ કુલ 1,330 વિમાનની ખરીદીના ઓર્ડર આપેલાં છે.

Read More...
ભાગેડુ મેહુલ ચોકસીના બેન્ક-ડિમેટ એકાઉન્ટ ટાંચમાં લેવાયાં

માર્કેટ રેગ્યુલેટર સેબીએ ભાગેડુ બિઝનેસમેન મેહુલ ચોકસીના બેંક ખાતા થતા શેર અને મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડિંગ્સને ટાંચમાં લેવાનો ગુરુવારે આદેશ આપ્યો હતા. કુલ રૂ.5.35 કરોડની બાકી રકમ વસૂલવા માટે આ નિર્ણય કરાયો હતો. ગીતાંજલિ જેમ્સ લિમિટેડના શેર્સમાં ટ્રેડિંગમાં ગેરરીતિ સંબંધિત કેસમાં સેબીએ ઓક્ટોબર 2022માં આ પેનલ્ટી લાદી હતી. ચોક્સી ગીતાંજલી જેમ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હતાં તેમજ ગીતાંજલિ જેમ્સના પ્રમોટર જૂથનો ભાગ હતા.

Read More...
ફોર્બ્સની ગ્લોબલ-2000ની યાદીમાં રિલાયન્સ આઠ સ્થાન કુદાવી 45મા ક્રમે

બિલિયોનેર મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ફોર્બ્સની વિશ્વભરની ટોચની 2000 કંપનીઓની વર્ષ 2023ની યાદીમાં આઠ સ્થાન કૂદાવીને 45મા ક્રમ પર રહી છે. ગત વર્ષ કરતાં રિલાયન્સ આ યાદીમાં 8 ક્રમ ઉપર રહી છે. રિલાયન્સ આ યાદીમાં જર્મનીની બીએમડબ્લ્યુ, સ્વિત્ઝર્લેન્ડની નેસ્લે, ચીનની અલીબાબા, અમેરિકાની પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, જાપાનની સોની જેવી જાયન્ટ કંપનીઓ કરતાં આગળ રહી હતી. કુલ 55 ભારતીય કંપનીઓ આ યાદીમાં છે. અદાણી ગ્રુપની ત્રણ કંપનીઓ-અદાણી એન્ટરપ્રાઈસ (1062મો ક્રમ), અદાણી પાવર (1488), અને અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ (1598)નો આ યાદીમાં સમાવેશ છે.

Read More...
  Entertainment

ભારે વિવાદ વચ્ચે ફિલ્મ આદિપુરુષે 3 દિવસમાં રૂ.340 કરોડની કમાણી કરી

સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને ક્રિતિ સેનન સ્ટારર ફિલ્મ આદિપુરુષ”ના ડાયલોગ અંગે વિવાદ ઊભો થયો હતો. આ હોબાળા વચ્ચે ફિલ્મના સંવાદ લેખક મનોજ મુન્તશીર શુક્લાએ રવિવારે જણાવ્યું હતું કે આ પૌરાણિક મહાકાવ્ય ફિલ્મના નિર્માતાઓએ કેટલાક સંવાદોમાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ આ બીજી ત્રણ દિવસમાં રૂ.340 કરોડની કમાણી કરી હતી. કોંગ્રેસ, શિવસેના (UBT) અને આમ આદમી પાર્ટી (AAP)એ ફિલ્મ પર “ભારતીય સંવેદનાઓને ઠેસ

Read More...

હવે શક્તિમાન સીરિયલ પરથી ફિલ્મ બનશે

1990 દસકાના સુપરહીરો ‘શક્તિમાન’ ફરીથી ફિલ્મી પડદે જોવા મળી શકે છે. જ્યારથી આ ફિલ્મ બનાવવાની જાહેરાત થઈ ત્યારથી જ ચાહકો ઉત્સાહિત છે. અભિનેતા મુકેશ ખન્નાએ શક્તિમાન બનીને તેમનું નામ દરેકમાં જાણીતું કર્યું હતું. મુકેશે ઘણા વર્ષો સુધી ટીવી પર શક્તિમાનનું પાત્ર ભજવ્યું.

Read More...

રજનીકાંત અને અમિતાભ બચ્ચન 32 વર્ષ પછી એકસાથે જોવા મળશે

ભારતીય સિનેમાના બે દિગ્ગજ કલાકારો રજનીકાંત અને અમિતાભ બચ્ચન ફરીથી મોટા પડદા પર ફરી એકસાથે જોવા મળશે. હમ, અંધા કાનૂન અને ગિરફ્તાર જેવી ફિલ્મોમાં એકસાથે જોવા મળ્યા પછી આ બંને લગભગ 32 વર્ષ પછી થલાઈવર 170 નામની આગામી ફિલ્મ એકસાથે કરી રહ્યાં છે.

Read More...

શું છે દિશા પટણીની ફિટનેસનું રહસ્ય?

બોલિવૂડમાં અનેક સૌંદર્ય સામ્રાજ્ઞી છે. તેમાં 31 વર્ષીય દિશા પટણીનો પણ સમાવેશ થાય છે. જોકે, તે પોતાની ફિલ્મો કરતાં વધારે ફિટનેસ અને હોટનેસ દ્વારા ચાહકોને વધુ આકર્ષી રહી છે. દિશા સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકોને ઘણીવાર ફિટનેસ જાળવવા માટે પ્રેરણા આપે છે. તે ઘણીવાર વર્કઆઉટ વીડિયો શેર કરતી જોવા મળે છે, જેમાં તે કિકબોક્સિંગ અને અન્ય એક્શન સિક્વન્સ કરતી જોવા મળે છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store