(ANI Photo)

ભારતની સૌથી મોટી એરલાઇન ઈન્ડિગોએ સોમવાર, 19 જૂને એરબસ સાથે 500 વિમાનોના સોદાની જાહેરાત કરી હતી, જે ઉડ્ડયન ઈતિહાસમાં સૌથી મોટી ડીલ છે. તાજેતરમાં એર ઇન્ડિયાએ 470 વિમાનની ખરીદીની કરેલી ડીલ કરતાં પણ આ ડીલ મોટી છે.

એરબસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 500 A320 ફેમિલી એરક્રાફ્ટ માટેનો ઓર્ડર કોમર્શિયલ ઉડ્ડયનના ઇતિહાસમાં એક જ ખરીદદાર દ્વારા એકસાથે ખરીદીની સૌથી મોટો કરાર છે. તાજેતરની એગ્રીમેન્ટ સાથે ઇન્ડિગોએ કુલ 1,330 વિમાનની ખરીદીના ઓર્ડર આપેલાં છે. તેનાથી તે A320 વિમાનોની વિશ્વની સૌથી મોટી ખરીદદાર કંપની બની છે.

ઇન્ડિગોના ચીફ પીટર એલ્બર્સને ટાંકીને એરબસે જણાવ્યું હતું કે 500 એરબસ A320 ફેમિલી એરક્રાફ્ટ માટે ઈન્ડિગોના નવા ઐતિહાસિક ઓર્ડરના મહત્વને વધારે પડતું દર્શાવવું મુશ્કેલ છે. આગામી દાયકામાં લગભગ 1,000 એરક્રાફ્ટની ઓર્ડર બુક સાથે ઈન્ડિગોને ભારતમાં આર્થિક વૃદ્ધિ, સામાજિક સંકલન અને મોબિલિટીને વેગ આપવાના તેના મિશનને પરિપૂર્ણ કરવામાં મદદ મળશે.

ઈન્ડિગોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “આ નવો ઓર્ડર ઈન્ડિગો અને એરબસ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને અભૂતપૂર્વ બનાવે છે.2006માં સ્થાપના પછીથી ઈન્ડિગોએ એરબસ સાથે કુલ 1,330 એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે.

LEAVE A REPLY

19 + 7 =