ફાઇલ ફોટો (ANI Photo/BCCI Twitter)

એશિયા કપ ક્રિકેટની તારીખો આખરે ગયા સપ્તાહે જાહેર કરાઈ હતી. ગુરુવારે એક મીડિયા રિલીઝમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ જાહેરાત કરી કે 2023 ની એશિયા કપ  ક્રિકેટ ટુર્નામેન્ટ વન-ડે  ઈન્ટરનેશનલ્સરૂપે 31 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી રમાશે. આ ટુર્નામેન્ટનું યજમાનપદ મૂળભૂત રીતે પાકિસ્તાનને ફાળે છે, પણ તેનું આયોજન હાઇબ્રીડ મોડલના આધારે થયું છેજેમાં ચાર મેચ પાકિસ્તાનમાં યોજાશે અને બાકીની નવ મેચ શ્રીલંકામાં રમાશે. આ ટૂર્નામેન્ટમાં ભારતપાકિસ્તાનશ્રીલંકાબાંગ્લાદેશઅફઘાનિસ્તાન અને નેપાળની ટીમો કુલ 13 રમશે.  

આ વર્ષે ટુર્નામેન્ટ બે ગ્રુપમાં રમાશેજેમાં દરેક ગ્રુપમાંથી બે ટીમ સુપર ફોર સ્ટેજ માટે ક્વોલિફાય થશે. સુપર ફોર સ્ટેજની ટોચની બે ટીમો પછી ફાઇનલમાં જશે. ભારતપાકિસ્તાન અને નેપાળ એક ગ્રુપમાં છે, જ્યારે શ્રીલંકાબાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન બીજા ગ્રુપમાં છે. 

પાકિસ્તાનની મેચો લાહોરમાં રમાશે જ્યારે શ્રીલંકામાં કેન્ડી અને પલ્લીકેલમાં મેચો રમાશે. ભારતે આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન રમવા જવાનો ઇનકાર કરતાં ટુર્નામેન્ટ હાઈબ્રીડ મોડલમાં યોજવાની આવશ્યકતા ઉભી થઈ હતી. 

પાકિસ્તાનનો વર્લ્ડ કપમાં ભારતમાં રમવાનો નિર્ણય સરકાર લેશેઃ એશિયા કપ 2023ના આયોજનનો મુદ્દો ઉકેલાયો, ત્યારે એવું લાગતું હતું કે પાકિસ્તાનની ટીમનું વર્લ્ડ કપ રમવા ભારત જવાનું નક્કી થઈ ગયું છે, પણ તેમાં હજુ એક મુદ્દે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નહીં હોવાથી મામલો ગૂંચવાયેલો રહ્યો છે.  

પીસીબીના અધ્યક્ષ નજમ શેઠીએ કહ્યું હતું કે પાકિસ્તાનની ટીમને ભારત મોકલવાનો નિર્ણય સરકારના હાથમાં છે અને સરકાર પાસેથી પરવાનગી મળ્યા બાદ જ પીસીબી પોતાની ટીમ ભારતમાં મોકલશે. ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ સંબંધોની વાતમાં પીસીબી અને બીસીસીઆઈ કોઈ નિર્ણય લઈ શકે નહીં. સંબંધિત સરકાર જ નિર્ણય લઈ શકે છે.

LEAVE A REPLY

twelve − six =