વોશિંગ્ટનમાં યુએસ કેપિટોલ હિલ ખાતે બુધવાર 14 જૂન, 2023ના રોજ પ્રથમ હિંદુ-અમેરિકન સમિટનું આયોજન કરાયું હતું. આ સમીટમાં અમેરિકન ફોર હિંદુના સ્થાપક અને અધ્યક્ષ રોમેશ જાપરા પ્રવચન આપી રહ્યાં છે. તેમની સાથે યુએસ કોંગ્રેસમેન શ્રી થાનેદાર છે. (PTI Photo)

અમેરિકામાં સત્તાનું કેન્દ્ર ગણાવતા કેપિટોલ હિલમાં 14 જૂને સૌ પ્રથમ હિન્દુ-અમેરિકન સમીટ યોજાઈ હતી. આ સમીટનો પ્રારંભ વૈદિક પ્રાર્થના સાથે થયો હતો. આ સમીટમાં ઘણા સાંસદો અને રાજકીય હિમાયતી જૂથોએ હિન્દુ સમુદાયને સમર્થન આપ્યું હતું. અમેરિકન્સ4 હિંદુ દ્વારા આયોજિત અને 20 અન્ય સંસ્થાઓ દ્વારા સમર્થિત સમિટ માટે દેશભરમાંથી હિંદુ સમુદાયના આગેવાનો યુએસ કેપિટોલમાં એકત્ર થયા હતા.

અમેરિકન ફોર હિન્દુના સ્થાપક અને ચેરમેન ડૉ રોમેશ જાપરા જણાવ્યું હતું કે “આ પ્રથમ સમિટ છે જે અમે રાજકીય ભાગીદારી માટે યોજી રહ્યા છીએ. અમે દરેક ક્ષેત્રમાં ઘણું સારું કામ કર્યું છે, પરંતુ રાજકીય રીતે આપણે ઘણા પાછળ છીએ. અમને લાગે છે કે હિંદુ અમેરિકનો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે, તેથી જ અમે વિચાર્યું કે તમામ સંસ્થાઓને સાથે લાવવાનો વિચાર સારો છે.”

પીએમ મોદીની યુએસ મુલાકાત અંગે બોલતા ડો. રોમેશ જાપરાએ જણાવ્યું હતું કે અમે ઉત્સાહિત છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાત લેશે. તેમના આવવાથી અને તેઓ જે કરી શક્યા છે, તેનાથી ભારતને વૈશ્વિક નકશામાં સ્થાન મળ્યું છે.

ડૉ. રોમેશ જાપરાએ આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે આપણા હિંદુ મૂલ્યો સંપૂર્ણપણે યુએસ બંધારણીય મૂલ્યો સાથે જોડાયેલા છે. ભગવદ ગીતામાં આ બંધારણનો પડઘો પડે છે. તેથી અમે હિન્દુ અમેરિકન્સને અવાજ આપવા માટે પ્રતિબદ્ધ છીએ છીએ.

રિપબ્લિકન કોંગ્રેસમેન રિચ મેકકોર્મિકો ઓગસ્ટમાં ભારતમાં દ્વિપક્ષીય કોંગ્રેસનલ પ્રતિનિધિમંડળની જાહેરાત કરી હતી. મેકકોર્મિકે કહ્યું હતું કે અમેરિકામાં ઘણુ યોગદાન આપનારા આ ઇમિગ્રન્ટ સમુદાય માટે મને ઘણું સન્માન છે. આ સમુદાય સ્વ-જાગૃત બને છે અને સમજે કે તેમની પાસે યુનાઇટેડ સ્ટેટ્સના આગામી પ્રમુખને પસંદ કરવાની ખરેખર શક્તિ છે. તેમની આ ટીપ્પણીને તાળીઓના ગડગડાટ વધાવી લેવામાં આવી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું માત્ર કહેવા ખાતર બાલતો નથી. તમે કોણ છો તેની પાછળ વાસ્તવિક શક્તિ છે. જો તમે યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી સફળ કમ્યુનિટીનો વિચાર કરતાં હોવ તો RJC (રિપબ્લિકન યહૂદી ગઠબંધન) જેવી સંસ્થા તરફ નજર કરો. માત્ર 30 ટકા યહૂદીઓ રિપબ્લિકન પાર્ટીને મત આપે છે, આમ છતાં પ્રેસિડન્ટ માટેના દરેક રિપબ્લિકન ઉમેદવાર તેમના ગઠબંધનની સમક્ષ પ્રવચન આપે છે.

LEAVE A REPLY

eighteen + 8 =