સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને ક્રિતિ સેનન સ્ટારર ફિલ્મ આદિપુરુષ”ના ડાયલોગ અંગે વિવાદ ઊભો થયો હતો. આ હોબાળા વચ્ચે ફિલ્મના સંવાદ લેખક મનોજ મુન્તશીર શુક્લાએ રવિવારે જણાવ્યું હતું કે આ પૌરાણિક મહાકાવ્ય ફિલ્મના નિર્માતાઓએ કેટલાક સંવાદોમાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ આ બીજી ત્રણ દિવસમાં રૂ.340 કરોડની કમાણી કરી હતી.

કોંગ્રેસ, શિવસેના (UBT) અને આમ આદમી પાર્ટી (AAP)એ ફિલ્મ પર “ભારતીય સંવેદનાઓને ઠેસ પહોંચાડવાના આક્ષેપ કર્યો હતો અને જણાવ્યું હતું કે ભાજપ આ ફિલ્મ સાથે “સંકળાયેલ” છે, કોંગ્રેસ શાસિત છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે માંગ કરી હતી કે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવો જોઇએ.

મુંબઈના નાલાસોપારામાં એક હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ રવિવારે સાંજે ફિલ્મનો શો અટકાવ્યો હતો. હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ થિયેટરમાં પહોંચી ગયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા અને દર્શકોને હૉલમાંથી બહાર જવા કહ્યું હતું. કાર્યકર્તાઓએ થિયેટર મેનેજર સાથે પણ બોલાચાલી કરી હતી. આ પછી શો કેન્સલ કરવામાં આવ્યો હતો.
સડકછાપ ડાયલોગને કારણે ‘આદિપુરુષ’એ સોશ્યલ મીડિયા પર હોબાળો મચાવી દીધો હતી. આ ફિલ્મની રાહ ચાહકો ખુબ લાંબા સમયથી જોઈ રહ્યા હતા, પરંતુ જયારે આ ફિલ્મ રિલીઝ થઇ ત્યારે ફિલ્મ જોવા ગયેલા દર્શકોનું કંઈ અલગ જ રીએક્શન જોવા મળ્યું હતું. મહાકાવ્ય ‘રામાયણ’ના પાત્રો અને ઘટનાઓને ફિલ્મમાં ખોટી રીતે દર્શાવવાના આક્ષેપ થઈ રહ્યાં છે.

પ્રભાસની આ ફિલ્મમાં સેફ અલી ખાન અને કૃતિ સેનન મુખ્ય ભુમિકામાં છે. આ ફિલ્મનું બજેટ લગભગ રૂ.500 કરોડ હતું. જોકે પ્રભાસની આ બહુપ્રતિક્ષિત ફિલ્મ થિયેટરોમાં જોરદાર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે તેના શરૂઆતના સપ્તાહમાં વિશ્વભરમાં રૂ.340 કરોડથી વધુની કમાણી કરી હતી અને તે હજુ પણ બોક્સ ઓફિસ પર મજબૂત ચાલી રહી છે. રવિવાર, 18 જૂનના રોજ, ફિલ્મે સિનેમાઘરોમાં સારો બિઝનેસ કર્યો હતો અને ભારતમાં લગભગ રૂ. 64 કરોડની કમાણી કરી હોવાનું કહેવાય છે.

LEAVE A REPLY

nineteen + 9 =